Diwali2019: પ્રેગ્નેન્સીમાં લાંબો પ્રવાસ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

News18 Gujarati
Updated: October 28, 2019, 3:36 PM IST
Diwali2019: પ્રેગ્નેન્સીમાં લાંબો પ્રવાસ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
પ્રતિકાત્મક તસવીર

જો ગર્ભવતી મહિલાઓ લાંબો પ્રવાસનું પ્લાનિંગ બનાવી રહી હોય તો, અમે ગર્ભવતી મહિલાઓ માટે લાંબા પ્રવાસમાં કંઇ કંઇ બાબતોનું ધ્યાન રાખવું એ જણાવીશું.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ દિવાળીની રજાઓ (Diwali vaction 2019) પડી છે. સામાન્ય રીતે  લોકો  વેકેશન પડવાની સાથે જ ફરવા જવાનું પ્લાનિંગ કરી દેતા હોય છે. પરંતુ ગર્ભવતી મહિલાઓ લાંબો પ્રવાસ કરવા માટે વિચારી શક્તી નથી. જો (pregnant women) ગર્ભવતી મહિલાઓ (Long Distance tour)લાંબો પ્રવાસનું પ્લાનિંગ બનાવી રહી હોય તો, અમે ગર્ભવતી મહિલાઓ માટે લાંબા પ્રવાસમાં કંઇ કંઇ બાબતોનું ધ્યાન રાખવું એ જણાવીશું.

પ્રેગ્નેન્સી દરમિયા એક મહિલાનાં શરીરમાં ઘણા નવા પરિવર્તનોમાંથી પસાર થવું પડે છે. આ સમયે મહિલાઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. પ્રેગ્નેસીમાં ખાવા-પીવાથી લઇ મુસાફરી સુધીથી ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે મુસાફરીમાં થાક, ગભરામણ અને બેચેની થતા આપને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે. જેનાંથી ભ્રૂણને ઑક્સિજનના પુરવઠા ઉપર અસર પડી શકે છે.

હાઇડ્રેટેડ રહો

ગુજરાતી બોલ્ડ સ્કાય ડૉટ કૉમમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે ગર્ભવતી મહિલાઓએ મુસાફરી દરમિયાન પોતાની જાતને હાઇડ્રેટેડ રાખવી જોઇએ પ્રથમ, પ્રવાસ દરમિયાન ડિહાઇડ્રેટેડ રહેવું પ્રેગ્નેન્સી માટે યોગ્ય નથી અને બીજું તેનાથી પ્રવાસ બાદ આપને એડિમાનો ખતરો પણ હોઇ શકે છે.

લાંબા સમય સુધી ઊભા ન રહો
પ્રેગ્નેન્સીમાં ઍડિમાની સમસ્યા થવી સામાન્ય બાબત છે. તેમાં હાથ અને પગમાં સોજો આવી જાય છે. લાંબા સમય સુધી બેસવા કે ઊભા રહેવાથી આ હાનિરહિત પરિસ્થિતિનો ખતરો ઊભો થઇ શકે છે.  જોકે વૉકિંગથી તેને રોકવામાં મદદ મળી શકે છે.  શરીરમાં દ્રવ્યને બહાર કાઢવાની એક રીત પુરતું પાણી પીવું છે. તેથી મુસાફરી દરમિયાન હંમેશા પાણી સાથે રાખો.આ વાતોનું રાખો ખાસ ધ્યાન
- ભૂખ્યા પેટે ન રહો. તેનાંથી આપ ગભરામણમ અનુભવી શકાય છે જે ઘાતક હોઇ શકે છે
-પોતાની સાથે નટ્સ કે પ્રોટીન બાર રાખો અને જો શક્ય હોય તો ક્યારેય એકલા મુસાફરી ન કરો.
-લાંબી મુસાફરી દરમિયાન આરામદાયક જૂતા પહેરો કે જેથી ચાલતી વખતે આપને ઇજા ન પહોંચે
-પોતાની બેગમાં ઇમર્જન્સી નંબર રાખો કે જે જરૂરિયાતનાં સમયે પરેશાની ન તાય
-પોતાના તબીબ (Doctor) સાથે ચર્ચા કર્યા વગર લૉંગ ડિસ્ટન્સ પ્રવાસે ન જાઓ
First published: October 28, 2019, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading