Home /News /lifestyle /

જો તમે ડાયાબિટીસમાં રાઇસ ખાઇ રહ્યાં છો તો અપનાવો આ ટિપ્સ

જો તમે ડાયાબિટીસમાં રાઇસ ખાઇ રહ્યાં છો તો અપનાવો આ ટિપ્સ

    ભારતના મોટાભાગના વિસ્તારોમાં રાઈસ એક લોકપ્રિય અને વધારે માત્રામાં સેવન કરનાર ભોજન છે. પરંતુ ડાયાબિટીસમાં રાઇસ ખાવા એ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. કારણ કે મોટાભાગે સફેદ રાઈસનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે બ્લડ સુગરની સમસ્યા ગંભીર થઇ શકે છે. જેના કારણે સુગર જલ્દી વધી જાય છે.

    પરંતુ જો તમે ડાયાબિટીસમાં પણ રાઈસનું સેવન કરવા માંગો છો તો તેના માટે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો. જેનાથી સફેદ રાઇસની ડાયાબિટીસના દર્દીઓ પર બહુ ઓછી અસર થાય છે.

    જો તમે ડાયાબિટીસની બિમારીમાં પણ સફેદ રાઇસ ખાવા માંગો છો, તો તેના મર્યાદિત માત્રામાં જ સેવન કરો અને ખાતરી કરો કે અઠવાડિયામાં એકથી વધારે વાર ન ખાઓ.



    ડાયાબિટીસના દર્દીઓ માટે સફેદ રાઇસની જગ્યાએ બ્રાઉન રાઈસનું સેવન કરવું સલામત રહે છે. કારણ કે તેમા ગ્લાસેમિક ઇન્ડેક્સ ઓછા હોય છે જે બ્લડ સુગરને વધારતા નથી.



    બ્રાઉન રાઈસમાં મેગ્નેશિયમ, વિટામીન બી 6, સેલેનિયમ, ફોસ્ફોરસ, થિયામીન, નિયાસિન, મેંગનીજ અને ફાઇબર જેવા પોષકતત્વોનો સ્રોત છે.

    સફેદ રાઈસ સેવન કરતા સમયે ધ્યાન રાખો કે તે ગાજર, મટર, સોયાબીન, ડુંગળી, જીરા જેવા પોષક ચીજોના મિશ્રણથી બનેલા હોય. કારણ કે તેનાથી પોષકતત્વો મેળવી શકાય છે.

    ડાયાબિટીસના દર્દીઓનો ખોરાક કેવો હોવો જોઇએ
    પોષણવિદો અનુસાર, ડાયાબિટીસના દર્દીને સંતુલિત ખોરાક યોગ્ય સમય પર ખાવો જોઇએ. જેમાં પ્રોટિન, કોમ્પલેક્સ કાર્બ્સ, વિટામિન, મિનરલ અને જરૂરી ફેટ્સ હોવા જોઇએ. તેથી તમારા ખોરાકમાં મશરૂમ, મગની દાળ, દૂધ, ચિકન, માછલી અને ઇંડાનો સમાવેશ કરવો જોઇએ. સાથે સાથે બદામ, અખરોટ અને ફ્લૅક્સ સીડ્સનો ઉપયોગ પણ કરવો જોઈએ.

    ડોકટરના જણાવ્યા અનુસાર, ડાયાબિટિસના દર્દીઓ માટે ઓટમીલ, શક્કરગંદ, બ્રાઉન રાઇસ, મિલેટ્સનું સેવન કરવું ફાયદાકારક છે. સાથે સાથે તેમને પાલક, કોબી, બ્રોકલી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Diabetics, Life style, Tips

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन