ગર્ભવતી મહિલાઓમાં જોવા મળી કોરોનાની અસર, ICMRના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

ગર્ભવતી મહિલાઓમાં જોવા મળી કોરોનાની અસર, ફાઈલ તસવીર

કોરોના મહામારી (Corona epidemic) ફાટી નીકળ્યાને 1.5 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે અને હજી પણ તેની અસરો અંગે સંપૂર્ણ જાણકારી મળી નથી. તાજેતરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા થયેલા અધ્યયનમાં સામે આવ્યું છે.

  • Share this:
નવી દિલ્હી:  કોરોના મહામારી (Corona epidemic) ફાટી નીકળ્યાને 1.5 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે અને હજી પણ તેની અસરો અંગે સંપૂર્ણ જાણકારી મળી નથી. તાજેતરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા થયેલા અધ્યયનમાં સામે આવ્યું છે કે, કોરોના વાયરસ (Corona virus ) મહિલાઓને સૌથી વધુ સંક્રમિત (Infected) કરી શકે છે અને સંક્રમિત થયેલી ગર્ભવતી મહિલાઓને (Pregnant women) તરત સારવારની જરૂર પડે છે.

ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર, એનિમિયા, ટ્યુબરક્યુલોસિસ અને ડાયાબિટીસ જેવા અન્ય રોગોને કારણે ગર્ભવતી અને બાળકને જન્મ આપનાર સંક્રમિત મહિલાઓમાં મૃત્યુનું જોખમ પણ વધ્યું હતું. આ દરમિયાન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારા પરિણામો આવ્યા છે. તેમાં ગર્ભવતી મહિલાઓને ગંભીર કોરોના સંક્રમણનું જોખમ વધારે હોવાનું જણાવાયું છે.

આ સંશોધનમાં માર્ચ 2020થી જાન્યુઆરી 2021 વચ્ચે કોરોનાની પ્રથમ લહેર દરમિયાન મહારાષ્ટ્રની 4,203 મહિલાઓના ગર્ભાવસ્થાના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં જાણવા મળ્યું કે, 3213 મહિલાઓએ જીવિત બાળકને જન્મ આપ્યો હતો. જ્યારે 77નો ગર્ભપાત થયો હતો. 834 કિસ્સામાં ડિલિવરી થઈ શકી નહોતી. મૃત બાળકના જન્મ સહિત ગર્ભના નુકસાનનું પ્રમાણ 6 ટકા જેટલું હતું. કુલ કેસોમાં લગભગ 13 ટકા એટલે કે 534 મહિલાઓ કોરોના લાક્ષણ ધરાવતી હતી. તેમાંથી 382માં હળવા લક્ષણો હતા. જ્યારે 112માં મધ્યમ અને 40 એટલે કે લગભગ 7.5 ટકાને ગંભીર લક્ષણ હતા.

• અભ્યાસમાં સામે આવી આ ચોંકાવનારી બાબત

- કુલ 158 એટલે કે 3.6 ટકા ગર્ભવતી સ્ત્રીઓને વધુ કાળજીની જરૂર હતી.

- પુના અને મરાઠાવાડમાં સૌથી વધુ મોત થયા

- કોરોના સંકમિત મહિલાઓમાં મૃત્યુદર 0.8 ટકા હતો.

શું કહે છે તજજ્ઞો?

મીડિયા રિપોર્ટ મુજબ Max Heatlhcareના Obstetrician and Gynaecologist Dr. Hemangi Negiના અનુસાર ગર્ભાવસ્થા અને ગર્ભાવસ્થા ન હોય તે દરમિયાન કોવિડ સમાન હોય છે. પરંતુ ગર્ભાવસ્થા એકસ્પેક્ટ કરનારી મહિલાઓને કોરોના થઈ જાય તો ગંભીરતા વધી જાય છે. જેની પાછળ ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક પરિવર્તન અને રોગપ્રતિકારક શક્તિ ઓછી થવા જેવા કારણ જવાબદાર હોય શકે તેવું પણ નિષ્ણાંતોનું માનવું છે.

આ પણ વાંચો: દરરોજ તમારે કેટલું પાણી પીવું જોઇએ? જાણો, ક્યાંથી આવી 8 ગ્લાસ પાણીની થીઅરી

તમામ કિસ્સાઓમાં મૃત્યુદર (CFR) 0.8 ટકા હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રના પુણેમાં સૌથી વધુ CFR હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાં CFR 9/1155 હતું. મુંબઈ મેટ્રોપોલિટનમાં તે 11/1684 હતું અને ખાનદેશમાં 1/160 હતું. સંશોધનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ મોટા પ્રમાણમાં ગર્ભવતી મહિલાઓને ચેપ લગાવી શકે છે. તે ગંભીર રોગો પણ વિકસાવી શકે છે. તેથી કોવિડ-19ને ચેપ ગ્રસ્ત ગર્ભવતી મહિલાઓને તાત્કાલિક તબીબી સહાયની જરૂર છે.
Published by:kuldipsinh barot
First published: