Home /News /lifestyle /જે બોયફ્રેન્ડે મારો સાથ છોડી દીધો છે તેની સાથે જ સેક્સ સંબંધ બનાવવી ઇચ્છા થાય છે?

જે બોયફ્રેન્ડે મારો સાથ છોડી દીધો છે તેની સાથે જ સેક્સ સંબંધ બનાવવી ઇચ્છા થાય છે?

પ્રતિકાત્મક તસવીર

ઘણી વખત આપણે વિચારીએ છીએ કે, જો આપણે આપણાં જૂના બોયફ્રેન્ડ સાથે ફરી સંબંધ બાંધીએ છીએ તો, આપણે આ વાતો ભૂલી શકીશું અને આ કારણે તેની સાથે મિત્રતા તો કાયમ કરી શકીશું. પણ તેનાંથી બ્રેકઅપની પ્રક્રિયા વધુ લાંબી થતી જાય છે. અંતમાં સૌથી વધુ તક્લીફ પણ તમને જ થશે.

વધુ જુઓ ...
સવાલ: જે બોયફ્રેન્ડે મારો સાથ છોડી દીધો છે તેની સાથે જ સેક્સ સંબંધ બનાવવી ઇચ્છા મારી અંદર કેમ થાય છે?

જવાબ: પોતાનાં જૂના મિત્ર જેની સાથે આપે ગત સમયમાં ઘણાં સારા દિવસો વિતાવ્યા છે તેમનાં વિશે આવા વિચારો આવવાં સ્વાભાવિક છે. પ્રેમ કે સેક્સને અળગ કરવું ક્યારેય સહેલું નથી હોતું. પોતાનાં પાર્ટનરની સાથે જે આપનાં અંતરંગ સંબંધ હોતા હતા તે આપની ભાવનાઓ સાથે જોડાયેલાં હતાં. આ સારી વાત છે કે, આપ તે વાતને સ્વીકારી તો રહ્યાં છો કે આપને આપનાં જૂના પાર્ટનર સાથે સેક્સ સંબંધ બાંધવાની ઇચ્ચા થાય છે. આપે હવે તે જોવાનું છે કે, તેની સાથે આપે તમામ ભાવનાત્મક અને માનસિક સંબંધ તોડી નાખ્યા છે. કે હજુ પણ માનસીક રીતે જોડાયેલાં છો. બધુ જ આ વાત પર નિર્ભર કરે છે કે, આપનાં આપનાં બોયફ્રેન્ડ સાથે સંબંધ કેવી રીતે તુટ્યા હતાં. બ્રેકઅપ બાદ પણ ભાવનાઓને ઠેસ પહોચાડવાનું દર્દ લાંબો સમય સુધી રહે છે. આપનાં બોયફ્રેન્ડે આપને છોડી તો હોઇ શકે ચે આપ આ અસ્વીકારને આ વાતથી જોડીને જોઇ રહ્યાં છો કે આપ કોઇ લાયક નથી કે આ કારણે આપનું આત્મ-અભિમાન (Self esteem) ઓછુ તો નથી થયું ને.

આત્મ અભિમાન ઓછુ થવાને કારણે લોકો તે વ્યક્તિની સાથે જ સેક્સ સંબંધ બનાવવા માંગે છે જેણે તેમનો અસ્વીકાર કર્યો હોય. તે સ્થિતિમાં તે વ્યક્તિ તેમને સેક્સની દ્રષ્ટિએ વધુ આકર્ષક લાગે છે. આ ફેન્ટસીને આપનાં મનમાં વારંવાર લાવવાની જગ્યાએ આપે જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરવો જોઇએ. તેનું એક કારણ હોઇ શકે છે કે, આપ આ રિલેશનશિપને પૂર્ણ થયેલાં માનતાજ નથી. જો આપ આપનાં જૂના બોયફ્રેન્ડની સાથે હજુ પણ સેક્સ સંબંધ બનાવવાનું વિચારો છો તો તેનું કારણ હોઇ શકે કે આપ તેની સાતે વિતાવેલાં અંતરંગ સમયને કારણે તેની કમી અનુભવતા હોવ. હવે આપે આ તમામ ભૂલવું પડશે અને જીવનમાં આગળ વધવું પડશે. તે માટે કંઇ અલગ વિચારવું પડશે. નવાં મિત્રોને મળો અને પોતાનાં નજીકનાં પરિવાર સાથે સમય વિતાવો. તેમની સાથે તમારી ભાવનાઓ શેર કરો.

ઘણી વખત આપણે વિચારીએ છીએ કે, જો આપણે આપણાં જૂના બોયફ્રેન્ડ સાથે ફરી સંબંધ બાંધીએ છીએ તો, આપણે આ વાતો ભૂલી શકીશું અને આ કારણે તેની સાથે મિત્રતા તો કાયમ કરી શકીશું. પણ તેનાંથી બ્રેકઅપની પ્રક્રિયા વધુ લાંબી થતી જાય છે. અંતમાં સૌથી વધુ તક્લીફ પણ તમને જ થશે. તેથી આપની ભાવનાઓને સમજો આપ આ વિશે તમારી સૌથી સારી અને વિશ્વસનીય મિત્ર સાથે વાત કરી શકો છો. જરૂર લાગે તો કાઉન્સેલરની મદદ લો. પોતાનાં પર વિશ્વાસ રાખો. અને સેક્સ માટે કે ફરી મિત્રતા કરવા માટે જૂના બોયફ્રેન્ડ પાસે પરત જવાની વાત મનમાંથી તદ્દન કાઢી નાંખો.
First published:

Tags: Boyfriend, Girlfriend, Relation, Relationship, Sexual Wellness

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો