Home /News /lifestyle /

મને યૌન સંબંધમાં વિવિધતા પંસદ છે પણ મારી ગર્લફ્રેન્ડને નથી પસંદ, હું શું કરુ?

મને યૌન સંબંધમાં વિવિધતા પંસદ છે પણ મારી ગર્લફ્રેન્ડને નથી પસંદ, હું શું કરુ?

પ્રતિકાત્મ તસવીર

કોઇપણ રિલેશનશિપમાં યૌન સંબંધ જ બધુ નથી હોતા પણ કોઇપણ સંબંધમાં તે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અને સંતુષ્ટ જીવન માટે સંતોષજનક યૌન સંબંધ મહત્વપૂર્ણ છે.

પ્રશ્ન: હું એક એવો વ્યક્તિ છુ જેને યૌન સંબંધની તીવ્ર ઇચ્છા રહેતી હોય છે. પણ મારી ગર્લફ્રેન્ડને યૌન સંબંધ પસંદ નથી. હું સંભોગ દરમિયાન નવી નવી ક્રિયાઓ અજમાવવાં પસંદ કરુ છું. હું તેનાંથી ખુશ નથી. તેથી હું દરરોજ પોર્ન જોવું છુ અને મેસ્ટરેબટ કરું છું. શું તેનાંથી મારા સ્વાસ્થ્યને કોઇ અસર પડશે?

જવાબ: પોર્ન જોતા અને મેસ્ટરબેટ કરવાથી આપનાં સ્વાસ્થ્યને કોઇ અસર નહીં પડે.પણ તેનાંથી આપની ગર્લફ્રેન્ડ સાથેનાં સંબંધ પર અસર પડી શકે છે. કોઇ અલગ પ્રકારની યૌન ઇચ્છાઓ ધરાવનારાને ડેટ કરવું ખરેખરમાં અઘરું હોય છે. વિશેષકરીને જ્યારે નાની ઉંમરે આપ આપની યૌનિકતા (Sexuality) અંગે જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છો.

કોઇપણ રિલેશનશિપમાં યૌન સંબંધ જ બધુ નથી હોતા પણ કોઇપણ સંબંધમાં તે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અને સંતુષ્ટ જીવન માટે સંતોષજનક યૌન સંબંધ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો- મને મારી પાર્ટનર સાથે પ્રેમ છે પણ મારે અન્ય કોઇ સાથે સંબંધ બાંધવા છે, શું કરું?

મહિલાઓ માટે ઘણી વખત યૌન સંબંધની શરૂઆત બેડરૂમની બહાર હોય છે અને ઘણી વખત તેમાં યૌન સંબંધીત વાતોનો કોઇ રોલ હોતો નથી. આપ આપનાં સંબંધોને ગૈર યૌન સંબંધ પર ધ્યાન આપો. તેમનાં માટે કોફી બનાવો.. તેમને પ્રેમ કરો.. ગળે લગાવો તેમની પ્રશંસા કરો.. આપનાં દૈનિક જીવનમાં તેમનાં પ્રત્યે ઉદારતા દેખાડો તેનાંથી આપનાં સંબંધ વધુ મજબૂત થશે. અને યૌન દ્રષ્ટિએ તે આપ બંનેને વધુ નજીક લાવશે.

પછી, એક બીજાની સાથે અલગ અલગ ક્રિયાઓ અજમાવો. બની શકે કે, યૌન સંબંધ દરમિયાન આપ એક રૂટીન 'ભૂમિકા'માં હશો. જ્યારે આપ તેમને યૌન સંબંધ બનાવવાં કહેતાં હશો અને તે તેનાં પર ગુસ્સે થઇ જાય છે. કે તેનાં માટે દબાણ અનુભવે છે. આ કારણે તે તમને સાથ આપવા માટે તૈયાર નથી થતી. તેને બદલો. પહેલી વાત કે આપ થોડા સમય માટે તેને રોલી લો. અન તેમને આરામ કરવાની તક આપો. જેથી યૌન સંબંધની વાત તેનાં મનથી દૂર થઇ જાય. હું જાણું છું કે જ્યારે આપને તેની તીવ્ર ઇચ્છા થતી હોય તો, તેને રોકવી મુશ્કેલ હોય છે. પણ સંબંધમાં જો નથી થઇ રહ્યું તે માટે લડવાની જગ્યાએ નવી વાત વિચારવાનો પ્રયાસ કરવો વધુ ઉત્તમ ઉપાય છે. કોઇ ફિટનેસ ક્લબમાં જવાનું શરૂ કરો. નવાં કૌશલ શીખો અને તેવી ગતિવિધીઓ કરવાનો પ્રયાસ કરો જે આપને સંતુષ્ટિ આપે.

પ્રતિકાત્મ તસવીર


જ્યારે પણ આપને યૌન સંબંધ બનાવવાની ઇચ્છા હોય તો તેને ચીડાવવા કે લલચાવવાંનો પ્રયાસ પર વધુ ધ્યાન આપો ન કે તેની સાથે સીધો સંભોગ માંણવા પર. આ સમજવું જરૂરી છે કે યૌન સંબંધનો અર્થ સીધો કોઇની અંદર પ્રવેશ કરવું કે સ્ખલંન કરવું જ નથી. તેનો સંબંધ આનંતથી છે અને તે આનંદ કોઇને ચીડાવવું.. પ્રતીક્ષા કરાવી.. તેને પ્રાપ્ત કરવાની આશાથી પ્રાપ્ત થશે ન કે સીધા સંભોગથી.

આ પણ વાંચો- મારી ગર્લફ્રેન્ડ મને ઓરલ સેક્સ માણવા કહે છે પણ મને તે ગંદુ લાગે છે, હું શું કરું?

શારીરિક સંબંધની અપેક્ષા વગર એક બીજાને પ્રેમથી અડવાની વાતો અને વધુ ધ્યાન આપો. તેનાંથી આપ એક બીજાથી વધુ સહજ અનુભવશો. અને તે આપને સુખ પણ આપશે. પછી આ રીતે આપ એકબીજાની વચ્ચે જે ચાલી રહ્યું છે તેની ગતિમાં બદલાવ આવશે જે આપનાં સેક્સુઅલ સંબંધને બોજથી મુક્ત બનાવસે અને યૌન સંબંધ પ્રત્યે આપ બંનેનાં સંબંધને વધુ સરળ બનાવશે. આપને તે વાતો પર ધ્યાન આપવું જોઇએ જે સંભંવ છે. શું એવી કોઇ પળ રહી છે જ્યારે આપ બંનેનાં યૌન સંબંધ જોશથી ભરપૂર હોય? શું આવો કોઇ વિશેષ સમય છે કે કોઇ પૂર્વ શરત છે જે આપની ગર્લફ્રેન્ડનોમૂડ બનાવી દે છે. આ અંગે વિચારો કે આવું કેમ થાય છે કે પછી આ પ્રમાણે રિલેશન અંગે વિચારો.

પ્રતિકાત્મ તસવીર


જો આ તમામ વાતોનું કંઇ પરિણામ ન આવે તો તેની સાથે ઇમાનદારી પૂર્વક વાત કરો. તે માટે કોઇ પૂર્વ અનુમાન ન બાંધી દો. જ્યારે તે આપને તેમની સમસ્યા જણાવે છો તો તેને આ અનુભવ ન થવા દો કે તે આપની ઇચ્છાઓ પૂર્ણ નથી કરી શકતી. યાદ રાખો કે યૌન સંબંધ ઉપરાંત પણ રિલેશનશિપમાં ઘણું બધુ હોય છે. આ કંઇ એવી સમસ્યા નથી કે આપને તેનાંથી થઇ રહી છે. તેની વાતને સમજો. અને તમારા સંબંધોમાં બદલાવ લાવો. તેનાંથી આપને મદદ મળશે. આ મુદ્દે બંને સાથે મળીને કામ કરો.

આ પણ વાંચો- મારી પત્ની ઇચ્છે છે હું તેની સાથે BF જેવું વર્તન કરું, તે જીમમાં આવતા યુવકોની વાતો કરે છે

આખરે, આ વાતનો સ્વિકાર કરો કે તેની આપની અલગ રીતે જરૂર છે. તેનાં પર એ પ્રકારે સમાધાન શોધો જે આપ બંનેને માટે આદરપૂર્ણ અને સ્વીકાર્ય હોય.
Published by:Margi Pandya
First published:

Tags: Boyfriend, Girlfriend, Lifestyle, Relationship

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन