Home /News /lifestyle /

મને મારી પાર્ટનર સાથે પ્રેમ છે પણ મારે અન્ય કોઇ સાથે સંબંધ બાંધવા છે, શું કરું?

મને મારી પાર્ટનર સાથે પ્રેમ છે પણ મારે અન્ય કોઇ સાથે સંબંધ બાંધવા છે, શું કરું?

પ્રતિકાત્મક તસવીર

જો આપની પાર્ટનરને આપનાંથી ભવિષ્ય માટે કોઇ આશા રાખે છે જેમ કે આપ તેની સાથે જ રહો અને વિશ્વાસી રહો તો તે સ્થિતિમાં કોઇ અન્ય સાથે સંબંધ બનાવવાં આ વિશ્વાસને તોડવાનું થશે.

પ્રશ્ન 15: હું મારા પાર્ટનરની સાથે માનસિક અને ભાવનાત્મક રીતે જોડાયેલો છું. પણ અમારા વચ્ચે યૌન સંબંધ નથી. આ કારણે હું અન્ય મહિલાની સાથે અંતરંગ સંબંધ બાંધવાનું વિચારું છુ હું જાણવાં ઇચ્છુ છું કે મારી આ વિચારણાં સ્વાભાવિક છે કે આવું કરવું વર્જિત છે?

જવાબ: કોઇની સાથે યૌન અંતરંગતા કે શારીરિક સંબંધ બનાવવાં સંપૂર્ણ રીતે સમાન્ય વાત છે. મનમાં આ પ્રકારનાં વિચાર કે ભાવનાઓ આવવામાં કંઇ ખોટુ નથી. અહીં સુધી કે સંબંધમાં પણ જ્યાં પાર્ટન્સની વચ્ચે જ્યાં ઘણાં અંશે આપસી વિશ્વાસ, પ્રેમ અને શારીરિક અંતરંગતા હોય છે. કોઇ અન્ય અંગે યૌન સંબંધ જેમ કે કોઇ વિચાર કે ઇચ્છાનું હોવું સંપૂર્ણ સામાન્ય વાત છે. આપ આ ઇચ્છાઓને મારી નાખવાં માટે પણ સ્વતંત્ર છો કે નહીં તે આ વાત પર નિર્ભર કરે છે કે આપની વચ્ચે કેવો સંબંધ છે. તેની પ્રકૃતિ આ વાતની પરવાનગી આપે છે કે આનહીં.. આપ એકબીજાથી કેવી આશા રાખો છો.

આ પણ વાંચો- મારી પત્ની ઇચ્છે છે હું તેની સાથે BF જેવું વર્તન કરું, તે જીમમાં આવતા યુવકોની વાતો કરે છે

જો આપની પાર્ટનરને આપનાંથી ભવિષ્ય માટે કોઇ આશા રાખે છે જેમ કે આપ તેની સાથે જ રહો અને વિશ્વાસી રહો તો તે સ્થિતિમાં કોઇ અન્ય સાથે સંબંધ બનાવવાં આ વિશ્વાસને તોડવાનું થશે. પણ તે સ્થિતિમાં પણ જે લોકો પ્રત્યે તમે આકર્ષિત છો તેમનાં વિશે યૌન ઇચ્છાઓ કે કલ્પનાઓ થવી તે સમાન્ય વાત છે. આ સહજ માનવીય પ્રવૃતિ છે. આપે તે માટે કોઇપણ પ્રકારની ગ્લાનિ કે શર્મિદગી અનુભવવાની જરૂર નથી.

પ્રતિકાત્મક તસવીર


પછી જો તમે એમ વિચારતા હોવ કે આપ પાર્ટનરની સાથે શારીરિક સંબંધ નથી બાંધી શક્યા તેથી જ આપનાં મનમાં આવા વિચારો આવે છે તો તે ખોટું છે. જો તમારા શારીરિક સંબંધો હોતા તો પણ આવા વિચારો આવવાં સામાન્ય વાત છે. જોકે, આ વિચારોથી બની શકે કે, આપનાં મનમાં એક પ્રકારની ઉદાસીનતા આવી ગઇ હોય વિશેષ કરીને આપ આપનાં પાર્ટનરની સાથે યૌન સંબંધ બાંધવા ઇચ્છતા હોવ. જો આ વાત છે તો આપ તેમને આપની ઇચ્છાથી અવગત કરાવી શકો છો.

ઘણાં કપલ્સને તેમનાં રિલેશનનાં શરૂઆતનાં સમયમાં, જેને આપણે 'હનીમૂન પિરિયડ' કહીયે છીએ, તેમાં જ તેઓ યૌન જીવનનું પરમ સુખ મેળવી લે છે. અને બાદમાં તેઓ કામનાં ભાર હેઠળ કે કર્તવ્યો કે બાળકોનાં લાલન પાલનમાં વ્યસ્ત થઇ જાય છે. અન્યત્ર વ્યસ્તતા, નાણાંકીય પરિસ્થિતિ કે પછી સ્વાસ્થ્યની સમસ્યાને કારણે તેઓ એકબીજાથી દૂર થઇ જાય છે. આ સારી વાત છે કે આપ આપનાં પાર્ટનરની સાથે માનસિક અને ભાવનાત્મક રીતે જોડાયેલાં છો. શું આપે ક્યારેય આ વાત જાણવાનો પ્રયાસ કર્યો કે, કયા કારણથી આપ અને આપનાં પાર્ટનરની વચ્ચે યૌન સંબંધ નથી થયા? શું આ આપ બંનેનો આપસી નિર્ણ છે કે અન્ય કંઇ?

આ પણ વાંચો-મારી ગર્લફ્રેન્ડ મને ઓરલ સેક્સ માણવા કહે છે પણ મને તે ગંદુ લાગે છે, હું શું કરું?


યૌન અંતરંગતા, સંબંધોની જેમ જ, પ્રતિબદ્ધતા અને સમ્પર્કની માંગ કરે છે. યૌન અંતરંગતા સંભોગ માત્ર નથી. અડવું, ગળે મળવું, આલિંગન, હાથ પકડવો અને નરમ સ્પર્શ આ તમામ પણ તેનો ભાગ છે. આ શારીરિક લગાવ યૌન સંબંધનો રસ્તો તૈયાર કરે છે. જે આનંદ પ્રાપ્ત કરવાં પર કેન્દ્રિત થાય છે. આપનાં પાર્ટનર સાથે વાતચીત કરવી તેમાં પણ સેક્સ અંગે વાત કરવી યૌન સંબંધ બનાવવાની પૂર્વ સ્થિતિ છે. અને તે દ્વારા તેને વધુ રોમાંચક બનાવી શકાય છે. નીચે અમે આપને એવી જ કેટલીક સંભાવિત વાતચીત આપી રહ્યાં છે જે આપની બેડરૂમમાં યૌન અને ઉત્તેજના વધારી શકે છે.

પ્રતિકાત્મક તસવીર


'જ્યારે આપણે શારીરિક રૂપથી અંતરંગ હોઇએ છીએ.. તો હું પોતાને તારી વધુ નજીક અનુભવું છું. હું આવી વાતો કરવાં ઇચ્છુ છુ જેમાં આપણે બંનેને યૌન ઉત્તેજના થાય.'

'જે રીતે તુ...... (તેમનાં શરીરની.. વાળની.. ઇત્રની.. કપડાંની... આંખોની વાસ્તવિક રૂપે પ્રશંસા કરો..)'

મોટાભાગનાં કપલ એવું વિચારીને જ સંભોગ કરે છે કે તેનો એક માત્ર ઉદ્દેશ ઓર્ગેઝમ છે.. તેનાં પર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. જેને કારણે તેનો વાસ્તવિક આનંદ નષ્ટ થઇ જાય છે. આ બદલે, શારીરિક આનંદ પર વધુ ધ્યાન આપો. જેમાં યૌન અંતરગંતામાં વધુ સમય હોય ન કે યૌનિક ઓર્ગેઝમમાં વધુ સમય હોય કે માત્ર તે માટે જ ઉત્સુક હોવ.

આ વિચાર આપને તે સમયે પણ આવી શકે છે જ્યારે આપ આપની પાર્ટનર સાથે અંતરંગ, ભાવાત્મક યૌન સંબંધમાં હોવ છો. આપનાં પાર્ટનરની સાથે સંભોગ માણવો તેનો ઉકેલ ન હોઇ શકે. વાસ્તવમાં આપને આ સમસ્યાનાં ઇલાજની જરૂર છે જ નહીં. કારણ કે કોઇ સમસ્યા જ નથી. આ એક સામાન્ય વાત છે. આપનાં પાર્ટનરી સાથે સ્વસ્થ યૌન સંબંધ બનાવી રાખવામાં એક ફાયદો એ છે કે, મે જે યૌન કુંઠાની વાત કરી તેનાંથી આપને બચવામાં મદદ મળશે. જો આપનાં મનમાં આ બાદ પણ આવા પ્રકારનાં વિચારો આવે છે તો સમજજો કે, તેમાં ન તો આપની કોઇ ભૂલ છે ન તો આપના પાર્ટનરની.. કે ન તો તમારા સંબંધમાં કોઇ કમી છે.. પોતાનાં માટે દયાભાવ રાખો. આ વિચાર સામાન્ય વાત છે.
Published by:Margi Pandya
First published:

Tags: Couple, Lifestyle, Love, Partner, Relationship

આગામી સમાચાર