કેમ સ્ત્રીઓમાં વધી રહી છે 'વાઇ'ની બીમારી? આ ભયાનક વ્યાધિને સમજો

આવા દર્દીઓ સાથે ઘરના સદસ્યોએ સહાનુભૂતિ રાખવી ખૂબ જ જરૂરી છે.

News18 Gujarati
Updated: November 6, 2019, 2:02 PM IST
કેમ સ્ત્રીઓમાં વધી રહી છે 'વાઇ'ની બીમારી? આ ભયાનક વ્યાધિને સમજો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 6, 2019, 2:02 PM IST
મહિલાઓને થતા રોગોમાં હિસ્ટીરિયા એક તેવો રોગ છે જે ઝડપથી મોટી સંખ્યામાં મહિલાઓને તેની ઝપેટમાં લઇ રહ્યો છે. હિસ્ટીરિયા શબ્દ અંગ્રેજી શબ્દ 'હુસ્ટેરા'થી આવ્યો છે. જેને આપણે 'યોષાપરમાર' પણ કહીએ છીએ. સામાન્ય રીતે આ રોગમાં મહિલાને વાઇ આવે છે. અને તે અર્ધબેભાન કે બેભાન થઇ જાય છે. સામાન્ય રીતે દર્દીના મનમાં કોઇ અતૃપ્ત ઇચ્છાઓ છુપાઇ રહેવાથી આ રોગ થાય છએ. કોઇ કારણસર મનની અભિલાષાઓ મનમાં જ રહી જાય અને પછી તે સુષુપ્ત ઇચ્છાઓ આપણા મગજમાં ઢબુરાઇ જાય. અને છેવટે વાઇના રૂપે આ વસ્તુ બહાર આવે. આવા દર્દીઓ સાથે ઘરના સદસ્યોએ સહાનુભૂતિ રાખવી ખૂબ જ જરૂરી છે.

વધુમાં વાઇ એક તેવી માનસિક દુર્બળતા છે જેની અસર સ્ત્રીના શરીર અને મગજ પર પણ પડે છે. અને તે શરીરથી પણ નબળાઇ અનુભવે છે. તેની પાચનશક્તિ નબળી પડી જાય છે. અને ધીરે ધીરે આ રોગ અનેક મહિલાઓના શરીરમાં ઘર કરી રહ્યો છે.

જેની પાછળ સામાજીક અને પારિવારીક કારણો મોટો ભાગ ભજવે છે. આ રોગના કારણે મહિલાઓ મનમાંને મનમાં દુખી થતી રહે છે. વાઇના ઝટકાના કારણે દર્દીઓ વધુ પડતી રોશનીને સહન નથી કરી શકતા. તેમના માથા, છાતી, પેટ અને શરીરમાં પીડા ઉપડે છે. વધુ પડતા અવાજથી પણ તેમની સમસ્યા થાય છે. ધણીવાર દર્દી ત્વચાની સંવેદના પણ ગુમાવે છે. અને પાચનક્રિયામાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે. આવા દર્દીઓનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે.

તબીબોનું કહેવું છે કે વાઇ એક અસાધ્ય રોગ છે. પણ દર્દ તેના મગજ અને મન પર અંકુશ રાખે તો આ એટલું પણ અશક્ય નથી. કારણ કે મનને અંકુશમાં રાખવાથી આ રોગ આપોઆપ ભાગી જશે. વળી હિસ્ટીરિયાના દર્દીની પેટ સાફ રહે તે મહત્વનું છે. કારણ કે મળાશયમાં મળ ભરાઇ રહેતા વાઇના ઝટકા વારંવાર આવવાની સંભાવના વધુ છે. જરૂર પડે ત્યારે વાઇના દર્દીને એનિમા આપતા રહેવું જોઇએ. વળી જ્યારે વાઇ આવે ત્યારે માથે ભીનું કપડું મૂકવું. અને તેને પાણી પીવડાવતા રહેવું જોઇએ. આ રોગના દર્દીને એકલું ના છોડવું. અને બને તેટલો પ્રયાસ કરવો કે આ વ્યક્તિ ખુશ રહે. અને તેનું મન કોઇ વસ્તુ જે તેને ગમતી હોય તેમાં પોરવાઇ રહે.
First published: November 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...