વૈજ્ઞાનિક તૈયાર કરી રહ્યા છે અહિંસા માંસ, નહીં વહે કોઈ જાનવરનું લોહી

News18 Gujarati
Updated: July 17, 2019, 4:00 PM IST
વૈજ્ઞાનિક તૈયાર કરી રહ્યા છે અહિંસા માંસ, નહીં વહે કોઈ જાનવરનું લોહી
વૈજ્ઞાનિક તૈયાર કરી રહ્યા છે અહિંસા માંસ, નહીં વહે કોઈ જાનવરનું લોહી (ફાઈલ ફોટો)

અહિંસા મીટ સ્વાસ્થ્ય માટે સારો વિકલ્પ માનવામાં આવી રહ્યું છે. સામાન્ય મીટમાં વીટામીન બી-12ની અછત હોય છે. પરંતુ, લેબમાં તૈયાર થતા મીટમાં ફેરફાર કરી શકાશે, જેથી તે તમામ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હશે.

  • Share this:
ગોકશીના નામ પર હિંસાના સમાચાર સામાન્ય થઈ રહ્યા છે. પરંતુ, આવનારા કેટલાક વર્ષમાં લગભગ કોઈ તેની વાત પણ ન કરે, કેમ કે, દેશમાં વૈજ્ઞાનિક હવે એવું માંસ તૈયાર કરી રહ્યા છે, જેના માટે જાનવરને નહી કાપવામાં આવે કે, નહીં તેનું લોહી વહે. આ માંસ સાયન્ટિફિક લેબોરેટરીઝમાં તૈયાર થશે અને આજકાલ મળતા માંસથી કેટલાએ ઘણા વધારે પૌષ્ટીક હશે. આને ક્લિન મીટ અથવા અહિંસા મીટ કહેવામાં આવી રહ્યું છે.

હૈદરાબાદના સેન્ટર ઓફ સેલુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજી CCMBમાં અહિંસા મીટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકોને આશા છે કે, અગામી 4-5 વર્ષમાં ક્લીન મીટનું ઉત્પાદન ફેક્ટરીઓમાં રહેલી લેબ્સમાં તાયાર કરી શકાશે. તેના માટે પહેલા બકરીનું સ્ટેમ સેલ નિકાળવામાં આવે છે. સ્ટેમ સેલ તે કોશિકાને કહે છે, જેમાં વિભાજનની ક્ષમતા હોય છે. બકરીના સ્ટેમ સેલને લેબમાં વિકસીત કરવામાં આવે છે. સ્ટેમ સેલ વિભાજીત થતા-થતા માંસના ટુકડાનું રૂપ લે છે. પરંતુ, આમાં સૌથી મોટો પડકાર કોશિકાઓના વિભાજન અને વિકસીત થવા માટે તેને પોષક તત્વ આપવાનો છે.

આ રીતે લેબમાં વિકસીત કરવામાં આવશે માંસ

CCMBના ડાયરેક્ટર રાકેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, કોશિકાઓને લેબમાં વિકસિત કરવા માટે ગાયના લોહીમાં રહેલી કોશિકાઓના જીવદ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. આને સીરમ કહેવાય છે. સીરમ ખુબ પૌષ્ટીક હોય છે અને કોશિકાઓ તેના દ્વારા જ ભોજન ગ્રહણ કરી વિકસીત થાય છે. પરંતુ, ક્લીન મીટ બનાવવા માટે જો અમે ગાયના લોહીથી તૈયાર સીરમનો ઉપયોગ કરીશું તો, આ પ્રોજેક્ટનો કોઈ મતલબ નહીં રહે. અમે તેના માટે હર્બલ અથવા સિંથેટિક સીરમ બનાવવા માંગીએ છીએ. આ સૌથી મોટો પડકાર છે. અમારી પાસે આની કોઈ ફોર્મ્યૂલા નથી. પરંતુ અમને ભરોસો છે કે, અમે આ બનાવી શકીશુ.

સામાન્ય માંસથી વધારે સ્વાસ્થ્ય વર્ધક હશે
અહિંસા મીટ સ્વાસ્થ્ય માટે સારો વિકલ્પ માનવામાં આવી રહ્યું છે. સામાન્ય મીટમાં વીટામીન બી-12ની અછત હોય છે. પરંતુ, લેબમાં તૈયાર થતા મીટમાં ફેરફાર કરી શકાશે, જેથી તે તમામ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હશે. આ મીટ પૂરી રીતે હાઈઝેનિક હશે. CCMBના ડાયરેક્ટર રાકેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, અહિંસા મીટ સ્વાસ્થ્ય માટે સારૂ રહેશે. કેમ કે, ઉત્પાદન કરતા સમયે એ વાતની જાણકારી હશે કે, તે કેવી રીતે તૈયાર થઈ રહ્યું છે. સેલ ઈન્જિનિયરીંગ દ્વારા મીટમાં પોષક તત્વ વધારી શકાય છે.વૈજ્ઞાનિક માને છે કે, શાકાહારી લોકો પણ આ માંસ ખાઈ શકશે
ખાદ્ય સુરક્ષાની દિશામાં અહિંસા મીટને એક માઈલના પથ્થર તરીકે જોવામાં આવી રહ્યું છે. મીટ ઉત્પાદનમાં લાગેલા ઉદ્યોગોએ આમાં પોતાનો રસ દર્શાવ્યો છે. અહિંસા મીટનું મોટાપાયે ઉત્પાદન કરવું પણ એક મોટો પડકાર હશે. વૈજ્ઞાનિકોએ જાહેર છે કે, એવી તકનીક પણ શોધવી પડશે, જેથી વધારે ઉત્પાદન કરી શકાય. આ પ્રોજેક્ટમાં જોડાયેલા વૈજ્ઞાનિકો માને છે કે, શાકાહારી લોકો પણ અહિંસા મીટને એક વિકલ્પ તરીકે અપનાવી શકે છે. કારણ કે આના ઉત્પાદનમાં કોઈ જાનવરનો જીવ લેવામાં નથી આવતો.
First published: July 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading