Home /News /lifestyle /

Relationships: ઝઘડો થયા પછી તમારો પાર્ટનર માફી નથી માંગતો? તો આ કારણો હોય શકે છે જવાબદાર

Relationships: ઝઘડો થયા પછી તમારો પાર્ટનર માફી નથી માંગતો? તો આ કારણો હોય શકે છે જવાબદાર

ઝઘડો થયા પછી તમારો પાર્ટનર માફી નથી માંગતો?

Relationships tips: જો તમારા પાર્ટનરે ક્યારેય માફી માંગી ન હોય કે ઝઘડા પછી હંમેશાં માફી માંગવાની ન પડે, તો અહીં કેટલાક કારણો આપ્યા છે, જે તમારા પાર્ટનરના વ્યક્તિત્વને સમજાવી શકે છે.

દિલ્હી: આપણે ત્યાં “ઘર હોય ત્યાં વાસણ ખખડે” તેવી કહેવત છે. સંબંધોમાં થતાં ઝગડા (Fights in Relationship) સાથે સંકળાયેલી છે. દરેક સંબંધોમાં ક્યારેકને ક્યારેક ઝઘડો થાય છે. ખાસ કરીને પતિ - પત્ની કે પ્રેમી - પ્રેમિકા વચ્ચે આવું અવારનવાર બનતું હોય છે. આવા સંજોગોમાં બંને વચ્ચેનો મતભેદ સમય જતાં મન દુ:ખમાં પરિણમે તો સમસ્યા (Problems In Relationship) ઊભી થઈ શકે છે. જેથી સમય જતાં બંનેમાંથી એક પાત્રએ પોતાની ભૂલ કબુલી લેવી જરૂરી છે. પણ જો તમારા પાર્ટનરે ક્યારેય માફી માંગી ન હોય કે ઝઘડા પછી હંમેશાં માફી માંગવાની ન પડે, તો અહીં કેટલાક કારણો આપ્યા છે, જે તમારા પાર્ટનરના વ્યક્તિત્વને સમજાવી શકે છે.

અહંકાર તેને સંવેદનશીલ બનતા અટકાવે છે

કેટલાક લોકો સંબંધમાં સૌમ્યતા બતાવવામાં અચકાતા હોય છે. તમે તમારા જીવનસાથી સાથે ગમે તેટલા નજીક હોવ, પરંતુ જો તેને નબળા દેખાવાની બીક હોય તો આવું તેના અહંકારને કારણે હોઈ શકે છે. કેટલાક લોકો માફી મંગાવવામાં ખૂબ ગર્વ અનુભવે છે અને તેમના પાર્ટનર પાસે માફી માંગવાનો ઇનકાર કરે છે. તમારા પાર્ટનરમાં આ લક્ષણ હોય તો, આ બાબત તમારા સંબંધો માટે લાલબત્તી છે.

આ પણ વાંચો: Health problems: તમને વધુ પડતો પરસેવો થાય છે? આ બીમારીનો હોય શકે સંકેત

શબ્દોના સ્થાને એક્શનથી સોરી કહે

તમને કોઈ વાતથી દુ:ખ થયું હોય તો સોરી કહેવા માટે અમુક લોકો શબ્દોનો ઉપયોગ કરતાં નથી. તેઓ માફી માંગવાના સ્થાને સ્થિતિ થાળે પાડવા માટે અમુક એક્શન લે છે. આ એક્શન તમને તેઓ કેટલા દિલગીર છે અને તેમણે કેટલો પસ્તાવો છે તે દર્શાવે છે. જેથી તમારે આવા પાર્ટનરને તેને જે રીતે યોગ્ય લાગે છે તે રીતે માફી માંગવાની તક આપવી જ જોઇએ.

ઝઘડા બદલ તમને દોષી ઠેરવે

તેઓ માફી માંગતા નથી અને પોતે કઈ ખોટું ન કર્યું હોવાનું માને છે. તે તકરાર માટે તમને દોષી ઠેરવે છે. જો આ ઝઘડામાં તમારી ભૂલ હોય તો તમારે હાર સ્વીકારી લેવી જોઇએ. પરંતુ જો તમારો પાર્ટનર પોતાની ભૂલો માટે તમને દોષી ઠેરવી રહ્યો હોય તો આ વાત સારી નથી. આવા સંબંધમાં તમારે કાળજી રાખવી જોઈએ. આવા કિસ્સાઓમાં તમારે પ્રિયજનોની મદદ અને ટેકો લેવો જોઈએ.
Published by:Azhar Patangwala
First published:

Tags: Latest News, Life style, Life Style Tips, Relationship

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन