Home /News /lifestyle /પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

પ્રતિકાત્મક તસવીર

હું સમજી ગઈ હતી કે તે મારાથી ખોટું બોલે છે. એક ચીજે મારો શક મજબુત કરી દીધો હતો. કારણ કે તે પહેલાની જેમ મારી સાથે સેક્સમાં રસ દાખવતો ન હતો.

  લાઇફ સ્ટાઈલ ડેસ્કઃ અત્યારે લગ્નેત્તર સંબંધો (Extramarital affairs) બંધાવા સામાન્ય બાબત બની ગઈ છે. આવી અનેક ઘટનાઓ છાસવારે બનથી રહે છે. આવી જ એક ઘટના અંગે એક મહિલાએ રિલેશનશિપ પોર્ટલ (Relationship Portal) ઉપર પોસ્ટ મુકી છે. કે કેવી રીતે પતિની એક ઈચ્છા પુરી કરવાના ચક્કરમાં તેની વિવાહિત જીવન (marriag life) અચાનક બદલાઈ ગયું છે. જીંદગીનો આવો ઉતાર-ચઢાવ છૂટાછેડા સુધી પુરો થયો હતો. ઓસ્ટ્રેલિયાની (Austrelian woman) આ મહિલા જે એક કંપનીમાં કામ કરતી હતી. મહિલાએ લખ્યું છે કે 'હું જ્યારે પોતાના પતિ પેટેને જણાવ્યું કે હું પ્રેગ્નેન્ટ છું તો તેને ખૂબ જ ખુશ થયો હતો. સૌથી પહેલા તેણે કહ્યું કે હું નોકરી છોડી દઉં. અને મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખું. પોતાનું સ્વાસ્થ્ય અને આવનારા બાળકનું ધ્યાન રાખું.'

  મહિલાએ લખ્યું છે કે 'બાળક થયાને ત્રણ વર્ષ સુધી સારું ચાલ્યું હતું. અચાન એક દિવસે મારા પતિએ કહ્યું કે તે તેના કરિયરમાં કંઈ ફેરફાર કરવા માંગે છે. મને તેની વાત યોગ્ય લાગી પરંતુ તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે હું ફરીથી કામ કરવાનું શરું કરું જેથી તે પોતાની એમબીએનો અભ્યાસ ફરીથી શરુ કરી શકે. પેટે કેટલાક વર્ષ પહેલા એમબીએમમાં એડમિશન લીધું હતું. પરંતુ ખરાબ સ્વાસ્થ્યના કારણએ અભ્યાસ વચ્ચે જ છોડવો પડ્યો હતો. મારા જીવનમાં આ મોટો ફેરફાર હતો. હું સપ્તાહમાં 5 દિવસ ઓફિસ જતી હતી. પરંતુ પેટ બાળકોનું ધ્યાન રાખતો હતો. યુનિવ્રસિટી જતો હતો. થોડા દિવસો બાદ અમે બાળકોને ડે કેરમાં મુકી દીધા હતા.'

  'ચીજો એક વખત ફરીથી પાટા ઉપર આવવા લાગી હતી. ચાર વર્ષ બાદ ફરીથી ઓફિસ જવું થોડું મુશ્કેલી ભર્યું કામ હતું પરંતુ પછીથી થોડુ સારું મહેસૂસ કરવા લાગી હતી. પેટ હવે રાત્રે પણ બહાર જવા લાગ્યો હતો. આ અંગે પૂછવાપ તેણે જણાવ્યું કે તેની લેટનાઈટ ક્લાસ શરૂ થયા છે. આ સાંભળીને મને નવાઈ લાગી હતી. મેં મારી રીતે ચીજો તપાસવાનું શરું કર્યું હતું. હું ચુપકે તેના ક્લાસનું શેડ્યુલ ચેક કર્યું અને તેમાં કોઈ નાઈટ ક્લાસ ન હતા.

  આ પણ વાંચોઃ-આયશાને મળ્યો ન્યાય! 'તું મરી જા અને વીડિયો મોકલજે', કહેનાર પતિ આરીફની રાજસ્થાનમાંથી કરી ધરપકડ

  આ પણ વાંચોઃ-આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

  'હું સમજી ગઈ હતી કે તે મારાથી ખોટું બોલે છે. એક ચીજે મારો શક મજબુત કરી દીધો હતો. કારણ કે તે પહેલાની જેમ મારી સાથે સેક્સમાં રસ દાખવતો ન હતો. મને વિશ્વાસ થઈ ગોય હતો કે તેના જીવનમાં કોઈ આવી ગયું છે.' મારો શક પોક્કો કરવા માટે મેં તેનો મોબાઈલ પણ ચેક કરવાનું શરું કરી દીધું હતું. તેના પાછળ ઉભી રહીને મેં તેના મોબાઈલનો પાસવર્ડ જોઈ લીધો હતો. ત્યારબાદ મોબાઈલમાં તેના અને તેની ગર્લફ્રેન્ડ સાથે થલી વાતોના મેસેજ જોયા અને તે યુવતી પેટેની સાથે યુનિવર્સિટીમાં ભણતી હતી.'

  આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

  આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત

  મેં તેને તેનો મોબાઈલ બતાવીને બધું સાચું બોલવા માટે કહ્યું હતું. તેણે સાચું બતાવી દીધું આમ એક જ ઝાટકે મારું લગ્ન ખતમ થયું હતું. પેટેએ મારી પાસે માંફી માંગતા કહ્યું કે તે અલગ થવા નથી માંગતો અને હું તેને એક વધુ મોકો આપું.
  " isDesktop="true" id="1076720" >  મહિલાએ અંતમાં લખ્યું કે 'મારે એને એક મોક આપવો જોઈએ પરંતુ મને અહેસાસ થયો કે તેણે મારી સાથે આટલો મોટો દગો કર્યો આ માટે તેણે મને જબરદસ્તીથી કામ ઉપર મોકલી અને પોતે એક સ્ટૂડેન્ટ લાઈફ જીવવા લાગ્યો જેથી પોતાની ગર્લફ્રેન્ડ સાથે સમય પસાર કરી શકે. અંતે હું તેને માફ ન કરી શકી અને તે ઘર છોડીને જતો રહ્યો.'
  Published by:ankit patel
  First published:

  Tags: Pati patni aur woh

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन