Home /News /lifestyle /Human Story: તંત્ર સાધનાનાં નામે પુરૂષ તાંત્રિકો મહિલાઓનું યૌન શોષણ કરતા..

Human Story: તંત્ર સાધનાનાં નામે પુરૂષ તાંત્રિકો મહિલાઓનું યૌન શોષણ કરતા..

અઘોરી સાધ્વી શિવાની દુર્ગા

ધર્મ અને તંત્ર સાધનાની દુનિયામાં પુરૂષોનાં આધિપત્યને પડકાર આપનારી અઘોરી તાંત્રિક અને શમશાન સાધના કરનારી સાધ્વી શિવાની દુર્ગાની કહાની

  હું શિવાની દુર્ગા, અઘોરી તાંત્રિક મે ઘણાં વર્ષો સુધી તંત્રનું અધ્યયન કર્યુ છે. શમશાન સાધના કરી છે. મે મારું જીવન એ સમજવામાં લગાવી દીધુ કે તંત્ર શું હોય છે અને તે કેવી રીતે આપણાં જીવનને બદલી નાંખે છે. તંત્ર શું છે? તંત્રનો અર્થ છે બાંધવું. જીવન જીવવાની કલા જ તો તંત્ર છે. પણ જો આપ એક મહિલા છો અને આપ તંત્ર વાંચવા ઇચ્છો છો, સાધના કરવા માંગો છો, તાંત્રિક થવા ઇચ્છો છો તો આપનું જીવન આસાન નહીં રહે.

  મે તંત્ર વાચ્યુ છે, તેને ધારણ કર્યુ છે, સાધના કરી અને પછી મારો અખાડો બનાવવા ઇચ્છ્યો. હું તે દુનિયમાં ઘુસી જ્યાં પહેલેથી પુરૂષોનું આધિપત્ય હતું. અને ત્યાંથી જ મારા સંઘર્ષની કહાની શરૂ થઇ. વર્ષ 2016માં મે પહેલી વખત નાસિક કુંભમાં ભાગ લીધો અને મારો અખાડો બનાવ્યો. જે મહિલા અત્યાર સુધી એક અઘોરી તાંત્રિકનાં રૂપમાં પુરૂષોની વચ્ચે હતી તેનાંથી તેમને કોઇ જ વાંધો ન હતો. જેમ મે મારો અખાડો બનાવવા સ્વતંત્ર રૂપથી કામ કરવા માંગ્યુ, પુરૂષોની નજરમાં હું ખટકવા લાગી. બધા જ મારા દુશમન થઇ ગયા. શું ધર્મ અને તંત્રની દુનિયા મહિલા વિરોધી નથી. જી હાં, અહીં પણ તેવી જ પરિસ્થિતિ છે જે બાળપણમાં મારા ઘરમાં હતી, જે બહાર સમાજમાં છે. જે આખી દુનિયામાં છે. મહિલા દરેક જગ્યાએ ફક્ત એક શરીર છે અને પુરૂષ તેનાં પર પોતાનું આધિપત્ય ઇચ્છે છે.  તંત્તરની દુનિયામાં પહેલાં પણ મહિલાઓ આવી છે. તેમણે તંત્રને સમજવા અને સાધના કરવામાં તેમનું જીવન લગાવી દીધુ છે. પણ તેમને ક્યારેય પ્રમોટ નથી કરવામાં આવી. અખાડાની અંદર પુરૂષ સાધુઓનું જ વર્ચસ્વ છે. તે ન ફક્ત મહિલાઓ સાધુઓનું નિયંત્રણ કરે છે પણ તેમનું શારીરિક શોષણ પણ કરે છે. મોટાભાગનાં અખાડા અને તાંત્રિકોની આ જ સચ્ચાઇ છે. તંત્રની આડમાં તેઓ મહિલાઓનું શારીરિક શોષણ કરે છે. એક વખત હું એક બંગાળી બાબા પાસે ગઇ હતી. તેણે મારી છાતી પર હાથ મુક્યો અને દબાવવા લાગ્યો. બોલ્યો કે આ સાધનાનો એક ભાગ છે. મને ખુબજ ગુસ્સો આવ્યો અને હું ત્યાંથી ભાગી આવી. મને થયુ તેની સાધના તેનાં મો પર મારી આવું. પણ મે જે કર્યુ તે ફક્ત પોતાને બચાવવા પુરતુ જ હતું. હું તે બાબાને કોઇ જ સબક ન શીખાવી શકી. આપણાં સમાજમાં સ્ત્રીઓ ખુબજ શોષિત અને અપમાનિત છે. તે પતિઓ દ્વારા માર ખાય છે. લગ્ન બાદ પણ પતિ દ્વારા બળાત્કારનો ભોગ બને છે. ઘરની અંદર પરિવારજનો દ્વારા તેનો બળાત્કાર થાય છે. આ સાધુઓ તાંત્રિકોનાં શોષણની દુકાને આવી જ દગો ખાધેલી, સતાવાયેલી મહિલાઓ આવે છે. તે તાંત્રિકો તંત્રનાં નામે મહિલાઓને તેમની સાથે સુવા મજબૂર કરી દે છે. તેઓ એવું કહે છે કે તમે આમ કરશો તો તમારા દુખ દૂર થઇ જશે. સ્ત્રીઓ શોષિત હોવાની સાથે મુરખ પણ હોય છે. જો સમજદાર હોય તો પણ તેમની સાથે કોઇ રસ્તો નથી હોતો. જે પોતાનું દુખ દૂર કરવા આવી હોય છે તેમનું પણ શોષણ થાય છે અને જે ખુદ તાંત્રિક નબી સાધનાની દુનિયામાં પ્રવેશવા ઇચ્છે છે તે પણ પુરૂષોનાં કુચક્રમાં ફંસાય છે.

  મે તંત્ર સાધના શરૂ કરી તો પુરૂષો માટે મને તેમનાં કુચક્રમાં ફસાવવી સહેલી ન હતી. તંત્રની દુનિયામાં આમ પણ વધુ ભણેલી, બુદ્ધિમાન સ્ત્રીઓ નથી હોતી. હું દરેક પ્રકારે સક્ષમ હતી. મન અને મગજ બંનેથી મજબૂત હતી. મે શાસ્ત્રોનું અધ્યયન કર્યુ હતું અને હું તેની શક્તિથી વાકેફ હતી. મર્દ તાંત્રિકોને લાગતુ હતુ કે તેઓ મને બેવકૂફ નહીં નબાવી શકે અને મારું શારીરિક શોષણ પણ નહીં કરી શકે. તે જોતા હતાં કે મારો પ્રભાવ ધીમે ધીમે વધતો જતો હતો. મારા શિષ્યોની સંખ્યા વધતી હતી. વર્ષ 2016માં નાસિક કુંભમાં મે મારો અખાડો બનાવવાનું વિચાર્યું.

  પુરૂષ તાંત્રિકોનું ટોળુ મારી પાછળ લાગી ગયુ તેઓ મને એન કેન પ્રક્રેણ લાલચ આપવા લાગ્યું. કહેવા લાગ્યુ કે મારે અખાડો બનાવવાની શું જરૂર છે. હું ભાગવત કથા વાંચુ. તેઓ મને એક સાધ્વીનાં રૂપમાં લોન્ચ કરશે. મને દુનીયાનું બધુ જ એશો-આરામ મળશે. હું બસ મૌજથી રહું. ખુબ સારા ઘરેણા પહેરું, ગાડીમાં ફરું તેઓ મારા માટે ખુબ પબ્લિસિટી કરીશું, બસ તુ તારા માટે અલગ અખાડો બનાવવાનો ઇરાદો છોડી દે.  ભલે કોઇ પણ પ્રકારનો સમાજ હોય કે પછી તંત્રની દુનિયા, પુરૂષોને મહિલાઓને એશો-આરામ આપવામાં અને તેમનાં પર ઘરેણા લાદવામાં કોઇ જ વાંધો નથી. પણ જ્યાં સુધી તે પોતે આપવાનાં હોય અને મહિલા સ્વિકારવાની હોય. જ્યાં સુધી સત્તા, પૈસા બળ તેમનાં હાથમાં છે ત્યાં સુધી તેમને કોઇ જ વાંધો નથી. પણ જ્યારે મહિલા સત્તામાં ભાગ પડાવવા માટે અવાજ ઉઠાવે છે, જ્યારે મહિલા તેમનાં ટુકડા પર જીવવાની જગ્યાએ પોતાનું વજૂદ બનાવવા ઇચ્છે છે તો પુરૂષોને તકલીફ થવા લાગે છે. કાલ સુધી જે મને એશો-આરામ આપવા ઇચ્છતા હતા આજે તે બધા મારી વિરુદ્ધમાં ઉભા છે. મારા પર તમામ પ્રકારનાં આરોપ લગાવી રહ્યાં છે. પણ મે હાર ન માની. અને છેલ્લે સુધી ટકીને મારો અખાડો બનાવ્યો. સર્વેશ્વર શક્તિ ઇન્ટરનેશનલ વૂમન અખાડો.

  મારુ આખુ જીવન ક્યારેય ન પૂર્ણ થવા વાળા સંઘર્ષી કહાની છે. છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે મા મરી ગઇ. પિતાનું તેમની જ શિષ્યા સાથે અફેર હતું. અને મે તેમને બંનેને સાથે જોઇ લીધા હતાં. મારી માએ પિતાને છોડવાની જગ્યાએ પોતાને મૃત્યુ આપવાનો રસ્તો અપનાવ્યો.

  મા ન રહી તો પિતાની તે શિષ્યા મારી સાવકી મા બનીને મારા જીવનમાં આવી. તે બાદ મારા અને મારી બહેનનાં જીવનમાં સુખ શું હોય તે શબ્દ જતો રહ્યો. દરેક વસ્તુ માટે રડવું, લઢવું સામાન્ય બની ગયું. પિતા સંપૂર્ણ રીતે તે સ્ત્રીનાં વશમાં હતાં. તે અમે બંને બહેનો પર જરાં પણ ધ્યાન આપતા નહીં. મોટી થઇ તો કરિયર બનાવવા મુંબઇ ગઇ. ત્યાં મારા એક સંબંધીએ જ મને બારમાં વેચી નાખવાનો પ્રયાસ કર્યો. હું તો ગાવા આવી હતી બારમાં નાચવા નહીં. સારુ ગીત ગાતી હતી. દેખાવે પણ સુંદર હતી. અહીં કંઇક કામ મળ્યું. પણ કામ આપનાર દરેક પુરૂષ મહિલાનાં કપડાંમાં હાથ નાખવાને પોતાનો અધિકાર સમજતો હતો. હુ દરેક જગ્યાએથી બચીને ભાગી જતી. કેટલીયે વખત એવો સમય આવતો કે મારા ખીસ્સામાં ફૂટી કોડી પણ નહતોી હતી. અને પેટમાં અધમણની ભૂખ હોતી. જો સવારે જમવા મળતુ તો ખબર નહોતી હોતી કે સાંજે મળશે કે નહીં. આ તમામ તકલીફો દૂર થઇ શકતી હતી. શરત માત્ર એટલી હતી કે, જે પુરૂષ કામ આપે તેની સામે કપડાં ઉતારવાનાં રહેતા.  જ્યારે જીવનમાં તમારુ કોઇ નથી હોતુ કે મજબુત બેકઅપ નથી હોતુ, આપ એકલા હોવ છો, મજબૂર હોવ છો તો પુરૂષ માટે તમે આસાન શિકાર હોવ છો. જે યુવતીની પાસે પરત ફરવા માટે કોઇ જગ્યા નથી, જેનો હાથ પકડવા વાળુ કોઇ નથી. તે વધુ તાકાતથી તેની છાતી પર હાથ મારનારાને પલટીને તમાચો નથી મારી શકતી. તે શહેરમાં હું રોજ લડતી. પોતાની જાત સાથે.

  બસ તે સમયમાં મને બૃજ કથૂરિયા મળ્યો. એ માણસ જેણે સીધુ મને પુછ્યુ હતું કે મારી સાથે લગ્ન કરીશ. જે સવારે મને બૃજ કથૂરિયાએ લગ્નનો પ્રસ્તાવ મુક્યો તે સવારે જ હું મારા શરીરનો સોદો કરવા જઇ રહી હતી. કારણ કે મારે મારી બહેનનું પેટ ભરવાનું હતું.

  પણ તે એક ફોને મને બચાવી લીધી. મને થયુ આ લખાયેલુ હતું આ નિયતી છે. તે 1996નું વર્ષ હતું. મે લગ્ન કરી લીધા. એટલે નહીં કે હું તે લગ્નથી ખુબ ખુશ હતી. કારણ કે જો મારું શરીર વેચવું કે લગ્ન કરવા તેમાંથી એકની પસંદગી કરવાની હોય તો કોઇપણ યુવતી લગ્ન કરવાનું પસંદ કરશે. લગ્ન બાદ માલુમ થયુ કે બૃજ કથૂરિયા એક ક્રિમિનલ હતો અને તેનાં વિરુદ્ધ પોલીસમાં કેટલાયે કેસ ચાલતા હતાં. તેણે મને કહ્યું હતું કે તેને લગ્ન માટે એક સુંદર અને સીધી યુવત જોઇતી હતી. તેણે મારા માટે કોઇનાંથી શરત લગાવી હતી કે તે મારી સાથે લગ્ન કરીને બતાવશે. તે શરત જીતી ગયો. અને હું એક બાદ એક જીવનનાં દરેક ડગલે હારતી ગઇ. હું 18 વર્ષ તે લગ્નગ્રંથીથી જોડાયલેી રહી. અને તે 18 વર્ષ મારા માટે નરક જેવા હતાં. મારો પતિ ક્રિમિનલ હતો. મને ગાળો આપતો, દારુ પીને મને મારતો. અને હું આ બધુ જ સહન કરતી. કારણ કે દુનિયામાં મારુ કોઇ ન હતું. હું આ બધુ સહન કરીને મારી દીકરીને પાળતી હતી. આ વચ્ચે મને ઘણી વખત મરી જવાનો વિચાર આવ્યો પણ હું મરી નહીં.

  અઘોરી સાધ્વી શિવાની દુર્ગા


  હું ઘણી વખત વિચારતી કે જરૂર મે ગત જનમમાં કોઇ મોટુ પાપ કર્યુ હતશે કે મને આવુ બધુ સહન કરવું પડે છે. મનની શાંતિ માટે હું આધ્યાત્મ તરફ વળી. શાસ્ત્રોનું અધ્યયન શરૂ કર્યુ. અને ત્યાંથી જ તંત્રની દુનિયામાં પગ મુક્યો. મે તંત્રનું અધ્યયન કરવા માટે ઇસ્કોન જવાનું શરૂ કર્યું. આ તમામ હું મારા પતિથી છુપાવીને કરતી. જો તેને ખબર પડત તો તે મારા હાડકાં તોડી નાખત.

  ધર્મએ મને શક્તિ આપી. તંત્રનાં અધ્યયન અને સમજથી મને બળ મળ્યું. અને આખરે 2014માં મે બૃજ કથૂરિયાનું ઘર છોડી દીધુ અને નવાં સિરાથી જીવનની શરૂઆત કરી. તાંત્રિક સાધનાનું બળ મારી સાથે હતું. આજે એટલો સમય વ્યતિત થઇ ગયો છે. છતા અતિત મને આવીને ઘણી વખત સપનામાં ડરાવે છે. વિતેલું ક્યાંય કંઇ જતુ નથી. પણ હવે મે મારી રાહ શોધી લીધી છે. હું મહિલાઓને એજ કહુ છુ કે, પુરૂષોનો સહારો લીધા વગર પોતે શાસ્ત્રોનું અધ્યયન કરો. જ્ઞાન મેળવો તમને બળ મળશે. તમે જીવિત રહેવામાં શક્તિ અને માર્ગ બને મળશે. સ્ત્રીઓ તમે, જ્ઞાનની એવજમાં મળનારા સંસારનાં તમામ સુખ સંપત્તીને ઠકરાવી દો અને જ્ઞાન મેળવો.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Human Story, True Story

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन