Home /News /lifestyle /તે કહેતા, આ 'મહિલા' તો ટ્રકનું ટાયર પણ ન અડી શકે, હું સ્ફૂર્તીથી તેનું પંક્ચર બનાવતી

તે કહેતા, આ 'મહિલા' તો ટ્રકનું ટાયર પણ ન અડી શકે, હું સ્ફૂર્તીથી તેનું પંક્ચર બનાવતી

'બંગડીઓ'નું ટ્રક મિકેનિક હોવાથી શું કનેક્શન?  આ બધાની વચ્ચે વાત કરતાં શાંતિએ જાતે જ પુછેલો આ સવાલ પોતાનામાં જ ઘણાં સવાલોનો જવાબ છે

'બંગડીઓ'નું ટ્રક મિકેનિક હોવાથી શું કનેક્શન?  આ બધાની વચ્ચે વાત કરતાં શાંતિએ જાતે જ પુછેલો આ સવાલ પોતાનામાં જ ઘણાં સવાલોનો જવાબ છે

  નવી દિલ્હી: દિલ્હીની બહાર જતા NH4 પર સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર આવે છે. ઉત્તર ભારતમાં તેને સૌથી મોટા ટ્રાન્સપોર્ટ હબ તરીકે જોવામાં આવી શકે છે. તે દરરોજ આશે 4000 ટ્રકનું પંક્ચર બનાવે છે અહીં 80 હજારથી પણ વધુ લોકોને રોજગાર મળે છે. તે એંશી હજારમાંથી એક છે શાંતિ દેવી 'No Women's Land'માં આ દેશની પહેલી ટ્રક મીકેનિક માનવામાં આવે છે.

  આશરે 55 વર્ષની શાંતિ ટ્રક રિપેરની તેમની દુકાનમાં તે તમામ કામ કરે છે જે કોઇપણ અન્ય ટ્રક મિકેનિક કરે છે. એટલે કે ભારે ભરખમ ટાયર બદલવાથી લઇને ટ્રકની મરમ્મત સુધી તમામ બધુ જ.

  શાંતિની નાનકડી દુકાનમાં ટ્રકોની લાઇન લાગે છે. ગાડીઓનાં માલિક રાહ જુવે છે કે શાંતિ કે તેનો પતિ રામ બહાદુર જ તેમનાં ટ્રકને હાથ લગાવે. 'ગત 20 વર્ષથી ટ્રકની મરમ્મત કરું છું. આમ તો અમારાં 8 બાળકો છે પણ ટ્રકોની સાર-સંભાળમાં એટલો સમય મે આપી દીધો છે કે હવે બાળકોની જેમ જતેમનાં પણ નાનામાં નાનાં અંગથી હું વાકેફ થઇ ગઇ છું. હવે તો ટ્રકો પણ મને ઓળખવા લાગી છે.' આવું કહેવું છે શાંતિ દેવીનું.

  મિકેનિકની સામાન્ય છબીથી અલગ છે શાંતિનો ચહેરો અને તેમનું સજવું-ધજવું. દરરોજ હજારો ટ્રકની ધૂળ-ધક્કડની વચ્ચે ચટક રંગની સાડીમાં માથા પર ચમકીલી બિંદી વાળી શાંતિ ખુબજ અલગ લાગે છે. રંગોથી પ્રેમ તેમનાં આખા પહેરવેશમાં જોવા મળે છે. દિવસઆખો ટ્રકની વચ્ચે રહે છે. પણ નેઇલ પેઇન્ટ કરવાં અને રંગીન સાડીઓ પહેરવી તેમને ખુબ પસંદ છે.

  પુછવા પર શાંતિ તેમનાં વીતેલા દિવસોમાં જતી રહે છે. કહે છે હું ગ્વાલિયરથી છું, ત્રીસ વર્ષથી વધુ આ શહેરમાં થયા.. પહેલાં પતિ દારૂ પીતો હતો અને દારુએ જ તેને ભરખી લીધો. તે સમયે મે બીડી બનાવવાનું કામ શરૂ કર્યું. રામ બહાદુરને મળ્યા પહેલાં વચ્ચેનાં ઘણાં વર્ષો મે રંગીન કપડાં પહેર્યા જ ન હતાં. તેને મળ્યા બાદ જીવનમાં રંગ પરત ફર્યા.

  ટ્રક મિકેનિકનું કામ કેમ પસંદ કર્યું? શામતિ તેને ફક્ત એક ઇત્તેફાક માને છે. તે યાદ કરે છે પહેલા લગ્નથી અમને બંનેને કૂલ 8 બાળકો હતાં. બીડી બનાવવા કે સિલાઇ કામ કરવાથી મારુ ઘર ચાલે તેમ ન હતું. અમે હાઇવે પર ચાની ટપરી ખોલી. ચા પીવા ટ્રક ડ્રાઇવર આવતા. તેમની ગાડીઓ હમેશાં ખરાબ રહેતી. એક પંક્ચર બનાવવાવાળ માણસ રાખ્યો. જે ટાયર બદલતો, પંક્ચર બનાવતો, ટ્રક રિપેર બધુ જ કરતો. શરૂઆતમાં તે મને શીખવતા થોડુ અચકાતો. ગામડાંની સાડી પહેરનારી અભણ મહિલાથી લોકોને શું આશા હોય. તે શું ભારેભરખમ ગાડીનું કામ કરી શકવાની. શાંતિ જણાવતા જણાવતા પોતે જ સવાલ કરવા લાગતી.
  પતિની સાથે જ હું પણ હાથ અજમાવતી. ટ્રક ડ્રાઇવર આવતા તો ખરાં પણ અજીબ નજરથી જોતા. કોઇ સીધુ કહી પણ દેતુ કે 'લેડિસ' ટ્રકને હાથ નહીં લગાવે. હું ખરાબ નહોતી અનુભવતી. ભારે ટાયરને ઉલટ-પુલટ કરી સ્ફૂર્તીથી પંક્ચર બનાવી દેતી. ત્યારે તેઓ મને આશ્ચર્યચકિત થઇને જોતા રહેતા. પછી તો તે જ અમારા ઓટોમોબાઇલ શોપની ઓળખ થઇ ગઇ કે અહીં 'સાડી વાળી' ઔરત એક મિકેનિક છે.  દેશની આબાદીનો એક વર્ગ એવો પણ છે જે દિશા-જ્ઞાન, ગણિત અને ગાડીઓને પુરૂષો માટે આરક્ષિત માને છે આ ગઢમાં નાના શહેરથી આવેલી મોટી ઉંમરની એક ઠેઠ ગામડિયણ મહિલાએ પુરૂષોનાં ગઢમાં પગરવ માંડ્યો તે પણ તદ્દન સહજતાથી.

  શાંતિ દેવીનાં કપડાં અને લહેજાથી જરાં પણ અંદાજ ન આવે કે તે એક ટ્રક મિકેનિક છે. સાડીની સાતે પગમાં કેનવાસનાં જૂતા પહેરીને કામ કરતી શાંતિએ કામને કારણે પોતાનાં શોખ નથી માર્યા. તે કહે છે કે મને બંગડી પહેરવી પસંદ છે પહેલાં કાંચની બંગડી પહેરતી હતી ટ્રક ઠીક કરતાં સમયે કાંચ હાથમાં વાગતો હતો એટલે કાંચની જગ્યાએ હવે પ્લાસ્ટિકની બંગડીઓ પહેરવાની શરૂ કરી દીધી છે. 'બંગડીઓ'નું ટ્રક મિકેનિક હોવાથી શું કનેક્શન?  આ બધાની વચ્ચે વાત કરતાં શાંતિએ જાતે જ પુછેલો આ સવાલ પોતાનામાં જ ઘણાં સવાલોનો જવાબ છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Human Story

  विज्ञापन
  विज्ञापन