Home /News /lifestyle /#Human story: તે રાત્રે 4 યુવકોએ મારી માને જીવથી મારી નાખી, પણ મને ગર્વ છે...

#Human story: તે રાત્રે 4 યુવકોએ મારી માને જીવથી મારી નાખી, પણ મને ગર્વ છે...

તે રાત્રે તે યુવતી વહેશી યુવકો સામે આજીજી કરતી રહી, આસપાસથી પસાર થનારા લોકોને ફરિયાદ કરતી રહી.. પણ કોઇએ તેની મદદ ન કરી અને પછી...

તે રાત્રે તે યુવતી વહેશી યુવકો સામે આજીજી કરતી રહી, આસપાસથી પસાર થનારા લોકોને ફરિયાદ કરતી રહી.. પણ કોઇએ તેની મદદ ન કરી અને પછી...

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક:  આખરે તે રાતને હું કેવી રીતે ભૂલી શકુ છું? ઘડીયાળમાં આશે સાડા છ વાગ્યા હતાં. મા બંને નાની બહેનોને તેમની મિત્રનાં ઘરેથી લેવા નીકળઈ હતી. તે પોતાની કારથી રોહિણી સેક્ટર 15થી નીકળી હતી. ત્યારે માએ રસ્તામાં જોયુ કે, કારમાં સવાર ચાર યુવકો એક યુવતીનો પીછો કરી રહ્યાં હતાં. તેનાં પર કમેન્ટ્સ કરી રહ્યાં હતાં. તે યુવતી પોતાને બચાવવા આમ તેમ ભટકી રહી હતી. ક્યારેક તેની સ્કૂટી આમ ભગાવતી તો ક્યારેક તેમ. પણ તે ચારેય યુવકો વારંવાર તેની સ્કૂટીની આગળ પોતાની કાર લાવી દેતા. તેને ઉઠાવી લેવાની ધમકી આપતાં. તે યુવતીની આંખોમાં ફક્ત આંસુ વહેતા હતાં.

  યુવતી થર-થર કાંપતી હતી. અનહોનીની આશંકાથી તેનું દિલ ભારે થઇ રહ્યું હતું. તે યુવતીને વિશ્વાસ ન હતો કે તે આગામી સવાર જોઇ શકશે. તે રસ્તા પરથી પસાર થતા લોકો પાસે મદદ માંગવાનો પ્રયાસ કરી રહી હતી. તે ચીસો પાડતી કે યુવકો તેનો પીછો કરી રહ્યાં છે. પણ તે સમયે કોઇ તેની મદદે નહોતુ આવ્યું. પણ બસ બધા આ નજારો જોતા અને પછી ત્યાંથી જતા રહેતા. કોઇએ તેનું ન સાંભળ્યું. આખરે તેણે પોતાની કાર તે યુવકોની આગળ લગાવી દીધી અને તે યુવતીને ધીરેથી જવાનો રસ્તો આપ્યો હતો. યુવતી રસ્તો મેળવીન પસાર થઇ ગઇ. પણ મારી મા તે યુવકોનાં નિશાને આવી ગઇ.  તે છોકરાઓ મારી મા સાથે બદતમીજી વાત કરવા લાગ્યા. મા એ પહેલાં તેમને ધમકાવ્યા તો તે લોકો તે યુવતી સાથે જે કરવા ઇચ્છતા હતાં તેની પોલીસ ફરિયાદ કરવા કહ્યું. આ બધુ સાંભળીને યુવકો રોષે ભરાઇ ગયા. તેઓ આ વાત સાંભળીને કંઇ પણ વિચાર્યા વગર જ સીધી બંદુક કાઢીને મારી માની સામે તાકી દીધી. બીજી જ પળે તેમણે મારી માની છાતીમાં ગોળી મારી દીધી.

  મારી મા રસ્તા પર તપડતી રહી. લોકોએ તુંરત જ પોલીસને ઘટનાની જાણકારી આપી અને મારી માને હોસ્પિટલમાં એડમિટ કરાવી. ત્યાં કેટલાંક કલાકની જંગ બાદ માએ દમ તોડ્યો. મે મારી માને ગુમાવી દીધી. હું ચીસો પાડતી હતી. હોસ્પિટલમાં ગાંડાની જેમ ફરતી હતી. તે સમયે મને માની મોતનું કારણ અને આ આખી ઘટના અંગે પોલીસે જણાવ્યું. આ સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. તે સમયે મે નક્કી કરી લીધઉ કે, હવે આવું કોઇ અન્ય યુવતી સાથે થવા નહીં દવું. કંઇક એવું કરુ કે જેથી કોઇપણ મહિલા જ્યારે રાત્રે બહાર નીકળે, ફરે તો પોતાને સુરક્ષિત અનુભવે.  તે બાદ મે ધીમે ધીમે મારું ભણતર પૂર્ણ કર્યું. પછી મે આ દિશામાં વધુને વધુ વિચારવાનું શરૂ કર્યુ. તેની શરૂઆત મે ગુરૂદ્વારાથી કરી. જ્યાં સૌ કોઇ ગુરુદ્વારામાં ભોજન બનાવવા, સફાઇ કરવાનું ટાસ્ક કરતાં હતાં. હું બહારથી આવનારી મહિલાઓને તેમનાં ડેસ્ટિનેશન સુધી પહોંચાડતી. તેમને રસ્તો દેખાડતી. બસ ત્યાંથી જ 'વો વોયઝ'ની શરૂઆત થઇ.

  વર્ષ 2016માં મે આ કંપનીનાં સહારે ખાસ કરીને મહિલાઓ અને ટ્રાવેલ સાથે જોડાયેલી સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવવાનું શરૂ કર્યું. અમે મહિલાઓને એકલા ફરવા માટે મહિલા ડ્રાઇવર, ગાઇડથી લઇને ટ્રાવેલ સાથે જોડાયેલાં કામમાં તેમની મદદ કરતાં. આજે ખુશી થાય છે જ્યારે કોઇ મહિલા એકલા અને સુરક્ષિત તેમનો સફર પૂર્ણ કરે છે. અમારો આભાર માને છે. ત્યારે સારુ લાગે છે. જ્યારે કોઇ મહિલા કહે છે કે અમારા કારણે તેનું એકલાં ફરવાનું સપનું સાકાર થયું.

  બસ દુખ થાય છે કે મર માને મારનારા તે ચાર દરિંદાઓ જેલની બહાર છે. મારુ લોહીં ઉકળી ઉઠે છે આ વાત પર. પણ હું ચૂપ બેસવાની નથી. માનાં ગુનેગારોને સજા અપાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી જઇશ. હું મારી માને પાછી તો નથી લાવી શકતી. પણ જો મને લાગશે કે જે સારા કામ માટે મારી માએ તેનો જીવ ગુમાવી દીધો. હું તેને મને ગર્‌વ છે કે, તેમણે આ કામને કારણે મારો પણ જીવ બચાવ્યો હતો. મને લાગતું હતું કે, ક્યારેય પણ ક્યાંક મને લાગે છે કે મારી મા જ્યાં પણ હશે તે મારા આ કામને જોઇને ખુશી થઇ રહી

  (આ કહાની દિલ્હીનાં રોહિણી સેક્ટર 11થી તાલ્લૂક રાખારી રશ્મિ ચડ્‌ડાની છે વો વોયઝ, નામની ટ્રાવેલ કંપની ચલાવે છે. આ કંપનીમાં ગાડી, ડ્રાઇવર ગાઇડ બધુ જ ઉપલબ્ધ છે અન તમામ સર્વિસ મહિલા આપે છે. અત્યાર સુધીમાં કંપની 250થી વધુ ટ્રિપ પ્લાન કરી ચુકી છે.)
  Published by:Margi Pandya
  First published:

  Tags: Human Story

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन