Home /News /lifestyle /'પપ્પા ચોરી કરતા પણ તેમણે અમને અંગ્રેજી સ્કૂલમાં ભણાવ્યા'

'પપ્પા ચોરી કરતા પણ તેમણે અમને અંગ્રેજી સ્કૂલમાં ભણાવ્યા'

ખુશ રહેવા માટે સંગીત બનાવતા. ડંડા, ચમ્ચી, કડછી, ડબ્બા, ડ્રમ, થાળી જે મળે તે તેનાંથી સંગીતની ધુન બનાવ્યા કરતાં

ખુશ રહેવા માટે સંગીત બનાવતા. ડંડા, ચમ્ચી, કડછી, ડબ્બા, ડ્રમ, થાળી જે મળે તે તેનાંથી સંગીતની ધુન બનાવ્યા કરતાં

  "મારા પપ્પા નામી ચોર હતાં. તેઓ ખૂબ જ ફાસ્ટ દોડતા. સૌથી મોટી વાત એ હતી કે તેઓ જન્મજાત એક્ટર હતા. મારો જન્મ અમદાવાદનાં છારાનગર વિસ્તારમાં થયો છે. હું ધુમંતુ સમુદાયનો છું. જેમને તેમની ઉઠાંતરીની ટેવને કારણે અંગ્રેજોનાં જમાનાથી જ આખી દુનિયાથી અલગ કરી દેવામાં આવ્યાં." અમદાવાદ સ્થિત બુધન થિએટરનાં સંચાલક દક્ષિણ છારાના આ શબ્દો છે. આજે હ્યુમન સ્ટોરીમાં દક્ષિણ છારાની વાત...

  ચોરી કરતાં તેઓ આ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખતા કે કોઇને ઇજા ન થાય. તેનું ધ્યાન બેધ્યાન કરીને સામાન ઉઠાવી લેતા. ઘણી વખત તેઓ મહીનાઓ સુધી ઘરે ન આવતા. તો ક્યારેક અચાનક કોઇ બપોરે ગુમ થઇ જતા. હું સ્કૂલથી ઘરે આવું પપ્પા ઘણી વખત ઘરે હોય. મને ખૂબ ગમે. ધીમે ધીમે ખબર પડી કે પપ્પા તો ચોરી કરે છે અને ઘણી વખત જેલ પણ જઇ આવ્યા છે. અમારું આખું ખાનદાન, આડોશ-પાડોશ, અરે આખો વિસ્તાર આ જ કામ કરતાં હતા. હું આ વાતથી કંઇ વધુ દુ:ખી ન હતો.

  મારો જન્મ અમદાવાદનાં છારાનગર વિસ્તારમાં થયો છે. હું ધુમંતુ સમુદાયનો છું. જેમને તેમની ઉઠાંતરીની ટેવને કારણે અંગ્રેજોનાં જમાનાથી જ આખી દુનિયાથી અલગ કરી દેવામાં આવ્યાં. મારા સમુદાયનાં લોકો છારાનગરમાં જ રહેતાં. અમારા વિસ્તારમાં પોલીસનાં આંટા રહેતા જ. કોઇ અમને કામ પણ નહોતુ આપતું. એટલે જ અમે ગુજરાન માટે ચોરી કરી લેતા. પરિવારનાં તમામ પુરૂષો આ જ કામ કરીને તેમનાં ઘરનું ગુજરાન ચલાવતા હતાં.

  પપ્પા પરિવારનાં પહેલા બાપ હતાં જેમણે તેમનાં બાળકોને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં મોકલ્યા હતાં. મને ત્યારે અંગ્રેજી જરાં પણ સમજમાં આવતી ન હતી. ચોથી ધોરણમાં હું બે વખત નાપાસ થયો હતો. મને ઇંગ્લિશ મીડિયમથી કાઢીને ગુજરાતી મીડિયમમાં મુકવામાં આવ્યો. તો પણ મારુ ભણવામાં મન નહોતું લાગતું. પણ હવે ભાષાનું બહાનું ચાલે તેમ ન તું. હું સ્કૂલ જતો અને ક્લાસમાં બેસીને બીજા દિવસે નહીં આવવા માટેનાં બહાના વિચારતો.



  એક એવો જ દિવસ હતો. જ્યારે બધા જ ભાઇ-બહેન સ્કૂલે ગયા હતા અને હું પેટમાં દુખાવાને કારણે ઘરે જ હતો. મા બહાર ગઇ તો હું છુપાઇને તેની પાછળ ગયો મા રિક્ષામાં બેસી તો હું રિક્શામાં પાછળ લટકી ગયો. હવે માનું મારા પર ધ્યાન ગયું. તેમણે મને ઉતરવા માટે કહ્યું પણ હું લટકી રહ્યો. માએ ઉતરીને રિક્શાવાળાને પૈસા આપ્યા અને મને ઝુડવાનું શરૂ કરી દીધુ. તે મારતી જતી અને હું કહેતો જતો, તુ ક્યાં જાય છે હું પણ સાથે આવીશ. મારતા મારતા તે મને સિનેમાહોલ લઇ ગઇ. ત્યાં મે મારા જીવનની પહેલી ફિલ્મ જોઇ. ફિલ્મ ગુજરાતીમાં હતી. જેનું ટાઇટલ હતું. 'માથી મોટુ સંસાસમાં કઇ જ નહી'. મા રડી રહી હતી.

  ફિલ્મને જોતા હું જેટલો આશ્ચર્ય પામતો હતો તે બાદની ઘટનાએ મને વધુ અચંભામાં નાખી દીધી. પાછા ફરતા સુધીમાં મારાં અને મા વચ્ચે સુલેહ થઇ ગઇ હતી. અમે સાથે સાથે રિક્ષામાં પરત આવ્યાં. ત્યારે મે પહેલી વખત મે રસ્તા પર વીજળીનું અજવાળુ જોયું. પુરપાટ ઝડપે દોડતી ગાડીઓ જોઇ. હું સમ્મોહિત થઇ ગયો હતો છારાનગરની બહારની દુનિયા કેટલી હસની છે કેટલી ચમકીલી છે.

  ચોરી ઉપરાંત અમારી કોમ્યુનિટીનાં લોકો દારૂ પણ બનાવતા. તે માટે ગોળને પાણીમાં ઓગાળવાનો હોય છે. મને પણ વારસામાં પિતાની જેમ મજબૂત શરીર મળ્યુ હતું. હું પણ ગોળનું પાણી બનાવવાનું કામ કરતો હતો. આ મેહનતનું કામ હતું. ગોળને પાણીમાં મિક્સ કરતાં કરતાં ખભા દુખવા લાગતા. પણ હું ખુશી-ખુશી આ કામ કરતો કારણ કે મને તે માટે 1 રૂપિયો મળતો હતો.



  આ રૂપિયાથી હું ફિલ્મો જોવા લાગ્યો. વિચારતો કે ફિલ્મોનાં ચરિત્ર પડદાની પાછળ જ બેસી રહતેા હશે. અને હેલોજનથી તેમને મોટા દેખાતા હશે. હું ગાંડાની જેમ કલાકો સુધી થિએટરનાં દરવાજાની બહાર રાહ જોતો કે આ લોકો બહાર આવશે અને હું તેમને મળીશ. મારા એક મિત્રને હોલની પાછળનાં દરવાજે બેસાડતો જેથી પાછળનાં દરવાજેથી તેઓ નીકળે તો તે એમને રોકી લે. ફિલ્મો જોવાનો મારો શોખ વધતો જ ગયો અને ટૂંક સમયમાં જ મારો ભણવા પ્રત્યેનો રહ્યો સહ્યો પ્રેમ પણ ઓગળી ગયો.

  " isDesktop="true" id="773362" >

  અમારા સમુદાયનાં લોકો બીજી જ્ઞાતીનાં લોકો સાથે મળી શકતા નહીં તો ખુશ રહેવા માટે સંગીત બનાવતા. ડંડા, ચમ્ચી, કડછી, ડબ્બા, ડ્રમ, થાળી જે મળે તે તેનાંથી સંગીતની ધુન બનાવ્યા કરતાં.

  મે 17ની ઉંમરે જ મારા સાથીઓ સાથે મળીને પહેલી વીડિયો ફિલ્મ બનાવી હતી. તે બાદ મે છારા કોમ્યુનિટીનાં મારી ઉંમરનાં લોકો સાથે મળીને થિએટર કરવાનું શરૂ કરી દીધુ. મારી સમસ્યાઓ છારાનગરની બહારનાં લોકો સુધી પહોચાડવા લાગ્યો. આ સમયમાં એવાં લોકો સાથે મુલાકાત થઇ જેમણે મને આગળ ભણવાની પ્રેરણા આપી. 2010મા એક ઇન્ટરનેશનલ ફેલોશિપ મળી. હું પેહલી વખત ફ્લાઇટ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેઠો. યૂનિવર્સિટી ઓફ લીડ્સથી થિએટર એન્ડ ગ્લોબલ ડેવલોપમેન્ટમાં માસ્ટર્સ કર્યું. ત્યારથી હું સતત ફિલ્મો અને થિએટર કરુ છું. થોડા મહિના પહેલાં ફિચર ફિલ્મ 'સમીર'નો વર્લ્ડ પ્રીમિયર શો થયો.



  પિતાએ તેમની તમામ ખુબીયા મને વિરાસતમાં આપી છે, તેમની મજબૂતી, તેમની એક્ટિંગ અને તેમની સાદગી. બસ એક વાત બદલાઇ ગઇ. ચોરીની જગ્યાએ તેમણે મને ભણવાની પ્રેરણા આપી. અને જીવનનો ધ્યેય આપ્યો.

  (અમદાવાદ સ્થિત બુધન થિએટરનાં સંચાલક દક્ષિણ છારા સાથે વાતચીતથી આધારિત)
  Published by:Margi Pandya
  First published:

  Tags: Human Story, અમદાવાદ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन