Home /News /lifestyle /#HumanStory: ગામડે ગામડે જઇને કોન્ડોમનો ઉપયોગ કરતાં શીખવે છે આ મહિલા

#HumanStory: ગામડે ગામડે જઇને કોન્ડોમનો ઉપયોગ કરતાં શીખવે છે આ મહિલા

'ગામમાં પુરૂષ હોય કે મહિલા હોય કંઇજ જાણતા નથી. તેને અંગૂઠામાં લગાવીને આખી પ્રક્રિયા સમજાવી પડે છે

'ગામમાં પુરૂષ હોય કે મહિલા હોય કંઇજ જાણતા નથી. તેને અંગૂઠામાં લગાવીને આખી પ્રક્રિયા સમજાવી પડે છે

  પહેલી વખત કોન્ડોમ હાથમાં લીધો મને ખુબ જ વિચિત્ર લાગ્યુ હતું. ગામડાંની મહિલાઓને કહેતાં પણ શરમ આવતી હતી. કોઇ કહે, પેટમાં જઇને ફાટી જશે તો, તો કોઇ સાંભળીને ગાળો ભાંડતું. ગામની વહુ છે. ઘૂંઘટની આડમાં વાત કરતાં પણ ટારગેટ પૂર્ણ કરવાનો હતો. તેથી પુરૂષોને પણ કોન્ડોમ વેચતા હતાં.

  (સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની યોજના હેઠળ ગ્રામીણ મહિલાઓને ગામમાં કોન્ડોમ વેચે છે. રાજસ્થાનની સવિતા ધોલિયા પણ તેમાંથી એક છે. તે કોન્ડોમ વિતરણ દરમિયાન આવનારી મુશ્કેલીઓ પર વાત કરે છે.)

  રાજસ્થાન તેનાં ભવ્ય કિલ્લા, સુંદર રંગ, ચટક ખાનપાનને કારણે સહેલાણીયોનું પસંદીદા સ્થળ છે. બે એકદમ ભિન્ન વસ્તુઓ એક સાથે જોવી હોય તો રાજસ્થાન સૌથી સુદંર જગ્યા છે. એક તરફ વિદેશીઓને અપનાવવાની ઉદારતા અને બીજી તરફ ઠેઠ સંસ્કૃતિ  અહીં મહિલાઓ ઘૂંઘટ સંભાળતા ચિતામાં જાય છે. પડદાની આડથી જ ઘરમાં કામ કરે છે. તો ભરબપોરે અહીં મહિલાઓ થેલો લઇને ગામડે ગામ ફરે છે. તે થેલો ખોલે છે ધીમેથી હાથ અંદર સરકાવે છે. અને ગામડાંની મહિલાઓ અને મરદોને એક પેકેટ આપે છે. આ પેકેટ છે કોન્ડોમનું. તેનાં પર બનેલી તસવીરો જ તેનો ઉપયોગ સમજાવી દે છે.

  'આજથી 15 વર્ષ પહેલાં પહેલી વખત કોન્ડોમનું નામ સાંભળ્યું હતું. કેટલાંક અધિકારીઓએ મહિલાઓની બેઠક બોલાવી. કહ્યું- આ બાળકોમાં અંતર રાખવામાં મદદ કરશે. માલા ડી અને કોપર ટીથી વધુ સારુ છે. અમે તમામ મહિલાઓ શરમથી લાલ થઇ ગઇ। પછી તેનો ઉપયોગ કરવાની રીત સમજાવી. તે માટે છ દિવસની ટ્રેનિંગ પણ મળી. શરૂ શરૂમાં ખુબજ ખચકાટ થતો. પછી ધીરે ધીરે સમજાયુ કે આ તો અમને મહિલાઓની જ મદદ માટે છે. '  ખુબજ સહજ રીતે પોતાની વાત કરતી સવિતા રાજસ્થાનનાં ચુરુ જિલ્લાનાં નાનકડાં ગામ સાદુલપુરની વહુ છે. આ ગામની આબાદી આશરે 2000 છે. અહીં ચાચા-તાઉ-ફોઇ- માસી સંબોધન વગર વાત નથી થતી.આવા માહોલમાં 'સેફ સેક્સ' પર વાત વર્જિત છે. સવિતાનો અનુભવ પણ આનાંથી અલગ ન હતો.

  હું આમ તો પહેલેથી જ ખુબજ બોલ્ડ હતી. લોકો સંભાળીને વાત કરતાં પણ આ કામમાં મને જ ખચકાટ થતો. પતિથી નાની ઉંમરનાં મરદ અમારા દિયર કહેવાતા. દિયરને તો સમજાઇ લેતા પણ મોટી ઉંમરનાં મરદથી વધુ ખચકાટ થતો. તેમની પત્નીઓને કોન્ડોમ આપતાં. સમજાવતા. કોઇ સમજતુ તો કોઇ ઇન્કાર કરી દેતું. સામા સવાલ કરતું. એવા ઘણાં લોકો છે જે કોન્ડોમનો ઉપયોગ કરતાં ડરે છે. એક જોડાએ તો 10 બળકો પેદા કર્યા મે ખુબજ સમજાવ્યા કે આનો ઉપયગો કરો પણ મહિલાએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. તેને લાગતું કે કોન્ડોમ તેનાં પેટમાં જઇને ફાટી જશે. આવા પણ લોકો છે.  પછી કોન્ડોમનાં પેકેટને ઘરમાં રાખવું પણ એક અઘરું કામ હતું. લોકો દવાઓ જેવી વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખે છે. અમે ગામવાળા કોન્ડોમને બાળકોથી છુપાવીએ છીએ. પેકેટની અંદર પેકેટ હોય જેથી કોઇની નજર ન પડે. 'વર્ષ 2003'માં કોન્ડોમ પહેલી વકત હાથમાં લીધું. પહેલી વખત તેનો ઉપયોગ કર્યો હતો.'

  'ગામમાં પુરૂષ હોય કે મહિલા હોય કંઇજ જાણતા નથી. તેને અંગૂઠામાં લગાવીને આખી પ્રક્રિયા સમજાવી પડે છે. તેને કેવી રીતે અને ક્યારે લગાવવું. ખુબ અજુગતું લાગે છે. પણ ટાર્ગેટ મળ્યા હોય છે તેથી આ કામ કરવું પડતું હતું. થોડા સમય પહેલાં મહિનામાં દસ લોકોને કોન્ડોમ વેચવાનું ટાર્ગેટ હોતો હતો. પછી તે 10 મહિલા હોય કે પુરૂ,. અમે મોટેભાગે મહિલાઓને જ શોધતા તેમની સાથે ખુલીને વાત કરી શકીયે. હવે ટાર્ગેટ નથી રહ્યો.

  લોકો ભણેલા-ગણેલા થઇ ગયા છે. અને ફ્રીનું કોન્ડોમન લેવાં નથી ઇચ્છતા. તે જાતે દુકાનમાં જઇને પોતાની પસંદનું કોન્ડોમ લે છે. એકાદ-બે જણા હોય જે સરકારી કોન્ડોમ વાપરે છે.  કામનો સૌથી મુશ્કેલ હિસ્સો કયો છે?
  ગામની નાની ઉંમરની વહુઓની સાથે લોકોનું વર્તન, તે આ કામમાં આવે છે. પણ નાની ઉંમર હોય છે તેઓ એટલી બોલ્ડ પણ નથી હોતી. પોતે જ ડરતા ડરતા વાત કરે છે. તેથી લોકો જેમ તેમ બોલે છે, મજાક ઉડાવે છે. અમારા જેવું કામ કરતી ઘણી મહિલાઓએ આવું વર્તન સહન કરવું જ પડે છે. આજકાલનાં છોકરાઓ ઘણાં સવાલ-જવાબ કરે છે. ઘણી વખત તો ફોન કરીને પરેશાન કરે છે.

  મને આમ તો આવી કોઇ પરેશાની સહન કરવી પડી નથી. કોઇ કંઇ બોલે તો હું ફટાકથી જવાબ આપી દઉ છું. લેવું હોય તો લો નહીં તો નીકળો અહીંથી. પણ બધી જ મહિલાઓ આમ નથી બોલી શકતી. ન તો તેમનાં પતિને તેનાં ઉપયોગ માટે દબાણ કરી શકે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Condom, Human Story, રાજસ્થાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन