Home /News /lifestyle /HumanStory: કંઈક વાગી જાય તો જખમ પર પેશાબ કરી લે છે આ લોકો

HumanStory: કંઈક વાગી જાય તો જખમ પર પેશાબ કરી લે છે આ લોકો

  સફાઇકર્મચારીઓની સતત મોતને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયદો કર્યો કે વર્ષ 2019માં હાથથી સફાઇ સંપૂર્ણ બંધ થઇ જશે. જોકે આજે જે પરિસ્થિતિ છે તેને જોતા તો આ બદલાવ લાવવો મુશ્કેલ લાગે છે. વર્ષનાં શરૂઆતનાં અઠવાડિયામાં દેશનાં અલગ અલગ ભાગમાંથી 7 સફાઇકર્મચારીઓનાં મોતનાં સમાચાર આવ્યાં. આ મોત કોઇ ખૂણાનાં અભાવગ્રસ્ત ગામડાંની નથી. પણ મુંબઇ, બેંગ્લુરુ અને દિલ્હી જેવાં મેટ્રો શહેરની છે. સેસન્સ કોર્ટની માનીયે તો દર વર્ષે 100થી વધુ સફાઇ કર્મચારીઓની ગટર-નાળામાં ઝેરી ગેસને કારણે શ્વાસ રૂંધાઇને મોત થાય છે.

  (38 વર્ષનો રાજેંદર પૂર્વી દિલ્હી નગર નિગમમાં છેલ્લાં 20 વર્ષથી ગટર અને નાળા સાફ કરવાનું કામ કરે છે. આ કામ કરતાં કરતાં જ તેનાં પિતાનું નિધન થયુ હતું.)

  સફાઇ કામદારો માટે આ પ્રકારની ચર્ચા જાણે ચણા મમરા વેંચવા બરાબર છે. તેઓ સ્પષ્ટ અવાજમાં કહે છે કે, આવું તો થયા કરે. અમે દરરોજ ઘણી ઉંડી ગટરમાં ધુંધળી ટોર્ચ લઇને ઉતરીયે છીએ. બદબોનો ભભકો સીધો નાક અને આંખમાં થઇ શરીરમાં અંદર ઘુસે છે. અમે શ્વાસ પણ નથી લઇ શકતા. એવો અનુભવ મોતથી અલગ નથી હોતો.

  20 વર્ષોથી આ કામ કરનારા એક રોજમદારને ઘણાં નિયમ અને કાયદા પણ ખબર છે પણ તેનો ઉપયોગ નહીં. તેને ખબર છે કે આ કામ કરતાં સમયે કયા કયા સુરક્ષાનાં સાધન મળવા જોઇએ. શરૂઆતમાં તેઓ ઠેકેદારને કહેતા. ઓક્સિજન માસ્ક, ગ્લવ્સ, હેલમેટ, ગમબૂટ, ટોર્ચ આપો. પણ તેમાંથી કંઇજ મળતુ નહીં. ઉંડી ગટરમાં એટલી ગેસ હોય છે કે કોઇ શ્વાસ પણ નથી લઇ શકતું. તેવામાં અમે પાવડાથી ગંદકી બહાર કાઢીએ છીએ.  કેવી રીતે ભૂલાય આ કામનો પહેલો અનુભવ
  રોજદારને તેમનાં કામનો પહેલો દિવસ બખૂબી યાદ છે. તેનાં પિતા પણ જલબોર્ડમાં આજ કામ કરતા હતાં. આ કામ કરતાં કરતાં તેમની અડધી ઉંમર નીકળી ગઇ હતી. તે બાદ તેમનું કામ મે સંભાળ્યું. પહેલાં દિવસે ગટરની સફાઇનું કામ મળ્યું તો દિલ એક ધબકાર ચૂકી ગયું. આમ તો આ અમારુ પેઢીઓનું કામ છે. મે સાંભળ્યું હતું મારા કામ વિશે પણ ક્યારેય કર્યુ ન હતું. મારા સાથીએ કહ્યું- ગટરમાં ઉતર. વાંસડાથી ઉંડાણ માપ્યું. અને નીચે જોયા વગર હું ઉતરી ગયો. શ્વાસ રોકાયેલી હતી પણ ક્યાં સુધી.

  બદબોનો એક પૂર આવ્યું અને નાક, આંખ, મો શરીરનાં દરેક અંગમાં સમાઇ ગયું. જેમ તેમ તે દિવસ પત્યો. સાંજે નાહી-ધોઇને પરત આવ્યો. સવારે તો ખાધુ જ ન હતું. રાત્રે પણ ઇચ્છા ન થઇ. ફરી વખત નાહ્યો. પછી ત્રીજી વખત નાહ્યો. તે બદબો ન નીકળી. તે મારી અંદર વસી ગઇ હતી.

  આંકડા આ રોજમદારની વાતોનો પુરાવો છે. વર્ષ 2011નાં સેસન્સ કોર્ટ મુજબ દેશનાં ગ્રામીણ વિસ્તારમાં આશરે 2 લાખ ઘર જીવન નિર્વાહ કરવા માટે આ કામ પર નિર્ભર છે. શહેરમાં હાલાત આનાથી પણ વધુ ખરાબ છે. અહીં સફાઇ કર્મચારી ટોયલેટ નહીં પણ ગટર અને નાળાની સફાઇ કરવા મજબૂર છે. Prohibition of Employment as Manual Scavengers and Their Rehabilitation Act of 2013નાં કોઇ જ માયના સત્યમાં નથી. ઓછામાં ઓછુ એક રાંજેદરનાં જીવનમાં તો નહીં.  ગટરનું ઉડાંણ 10 મિટરથી ઓછુ હોતુ જ નથી. વાંસડો ડુબાડીને માપીયે છીએ. પછી દોરડાનાં સહારે નીચે ઉતરીયે છીએ.
  આ કમજોર દોરડુ તેમનો સેફ્ટી બેલ્ટ છે. બદબો અને ગંદકીને કારણે શ્વાસ રુંધાવવી એકલી સમસ્યા નથી. ગંદકી એટલી હોય છે કે ખીલ્લા, કાંચ કંઇ જ ખબર નથી પડતી. ઘણી વખત પાવડાથી ગંદકી ભરતા કંઇકને કંઇક વાગી જાય છે. આજે પણ યાદ છે પહેલી વખત જ્યારે વાગ્યુ અને લોહી નીકળ્યુ તો સાથીએ કહ્યું પેશાબ કરી લે. લોહી બંધ થઇ જશે. મે તે જ કર્યુ અને આજે પણ એજ કરુ છું. લોહી નીકળે તો જખમ પર પેશાબ કરી લવુ છુ અને રાત્રે ઘરે આવીને તેનાં પર સળગતી મીણબત્તી ફેરવી દવુ છું. તેનાંથી ઇન્ફેક્શનનો ડર ન રહે. અમારો કોઇ મેડિકલ ઇંશ્યોરન્સ નથી નહીં તો જખમ પર કોઇ આગ કેમ લગાવે.  લોકો અછૂત માને છે, ધુત્કારી દે છે
  પોતાનાં જ ઘરનાં ટોયલેટની સફાઇમાં નાકનાં ભવા ઉંચા કરનારા લોકોનો નજરિયો અમારા માટે પણ ખરાબ હોય છે. સાઇટ પર કામ કરતાં ઘણાં કલાકો વીતી જાય છે. તરસથી ગળુ સુકાવા લાગે છે. ઘણી વખત આસપાસની કોઇ દુકાન હોતી નથી. એવામાં ઘરમાં પાણી માંગવું પડે છે. લોકો પાણી આપવાની ના પાડી દે છે. શું ખબર એમનું વાસણ અછૂત થઇ જાય જાણે. કે પછી અમારી ગંદકી તેમનાં વાસણને ચોટી જાય. એટલે અમે તરસ્યા જ કામ કરીએ છીએ. હવે સાથે પોતાનાં પાણીન બોતલ લઇ જઇએ છીએ. કે પછી દુકાનમાંથી ખરીદી લઇએ છીએ. સાંજે નાહીને ઘરે જઇએ છીએ. ઘણી વખત જોયુ છે અમે ચઢીયે તો બસમાં લોકો દૂર ખસી જાય છે. કોઇ નાક અને મો પર રૂમાલ મુકી દે છે. કોઇ ગંદી નજરે જુવે છે. અમારા કપડાં ચોખ્ખા હોય છે પણ શરીરની વાસ જતી નથી. ગમે તેટલો સાબુ કેમ ન રગડીયે.

  મારા પિતા આ જ કામ કરતાં મર્યા હતા
  રાંજેદર યાદ કરે છે. તે ખુબ જ મજબૂત હતા. લોકો તેમન સ્ફૂર્તીની મિશાલ આપતાં. પણ તેઓ સમય પહેલાં જ જતા રહ્યાં, બ્લડપ્રેશર, ચામડીની બીમારી, શ્વાસની બીમારી કેટકેટલી બીમારી હતી તેમને. હવે તેમનો દીકરો પણ તે જ રસ્તે છે. ગંદકી અને ઝેરીલી ગેસને કારણે 20 વર્ષે સફેદ વાળ આવી ગયા છે. શરીરમાં પહેલા જેવી સ્ફૂર્તી નથી રહીં. હું હાંફવા લાગ્યો છું. આંખો ધુંધળી થઇ ગઇ છે. ચામડી પર દાણા થઇ ગયા છે.

  શરીર પર ખુબ બધા જખમ છે. એક ભરાય છે અને બીજો ઉભો થઇ ગયા છે. મારા કેટલાંયે ઓળખીતા આ કામ કરતાં કરતાં મરી ગયા.  આંકડા પ્રમાણે, વર્ષ 1993થી અત્યાર સુધીમાં ગટરની ઝેરીલા ગેસમાં શ્વાસ રુંધાવવાથી 1,471 લોકોનાં મોત થઇ ગયા છે. અને કેટલીયે એવી મોત છે જેની સરકારી ચોપડે નોંધ થઇ નથી.

  ગાઝિયાબાદની ગીચ વસ્તીમાં સાંજે ઘરે જીવીત પરત ફરવું જ રાજેંદરનાં જીવનનું સૌથી મોટી રાહત છે. પત્ની અને ત્રણ બાળકો તેની રાહ જોતા હોય છે. ઘરે પહોંચુ ત્યારે બાળકો ભણતા હોય છે પત્નીને મારું આ કામ પસંદ નથી પણ પરત આવું તો તેનાં ચહેરા પરનું સ્મિત જોઇને મારી તકલીફ ઓછી થઇ જાય છે. હું ઇચ્છું છુ કે મારા બાળકો મારો કે તેમનાં દાદાનો બિઝનેસ ન અપનાવે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Human Story, Man, દિલ્હી

  विज्ञापन
  विज्ञापन