Home /News /lifestyle /#HumanStory: ચડ્ડી-બનિયાન પહેરીશ તો કોઇ તારી સાથે લગ્ન કેમ કરશે!

#HumanStory: ચડ્ડી-બનિયાન પહેરીશ તો કોઇ તારી સાથે લગ્ન કેમ કરશે!

મારા મમ્મી માટે જે માત્ર ચડ્ડી-બનિયાન હતી તેની કિંમત પૂરા 20 હજાર રૂપિયા હતી

મારા મમ્મી માટે જે માત્ર ચડ્ડી-બનિયાન હતી તેની કિંમત પૂરા 20 હજાર રૂપિયા હતી

  (યુવતીઓ માટે જિમ જવાનો અર્થ છે શરીરનું શેપમાં આવવું. 31 વર્ષિય સુદીપ્તા સાહા માટે માંસપેશીઓની મજબૂતી છે. એક સામાન્ય યુવતીથી બોડી બિલ્ડરની તેની સફર સહેલી ન હતી.)

  સવારે ઉઠું છું, બ્લેક કોફી પીવું છુ અને લિપસ્ટિક લગાવીને જીમ માટે જવું છે. મને લિપસ્ટિક લગાવવી ખુબજ પસંદ છે. સુદીપ્તા જ્યારે ખડખડાટ હસીને આ વાત કરે છે તો તમારા મનમાં કોઇ અલ્હડ, નાજુક મહિલાનો ખ્યાલ આવે. પણ તે તેનાંથી તદ્દન અલગ છે.

  સુદીપ્તા બોડી બિલ્ડર છે. વેટ લિફ્ટિંગ કરે છે. ગત 12 વર્ષથી વર્કઆઉટ કરે છે. ભોપાલનાં એક મધ્યમવર્ગીય પરિવારની એક યુવતીનું ઝનુન તેને કેનવાસનો સૌથી અલગ રંગ બનાવી દે છે. તે કહે છે કે મને તે તમામ કરવું છે જે યુવતી હોવાને કારણે મને ના પાડવામાં આવે છએ. મારી જીદ્દ સાચી દિશામાં આગળ વધી. જિદ્દની શરૂઆત વજન વધવાથી થઇ. મને કમળો થઇ ગયો હતો. તેમાંથી સ્વસ્થ થયા બાદ મારુ વજન વધી ગયું. માં ઘરે મોટાભાગનાં લોકોનું વજન વધારે છે. હું ડરી ગઇ હતી. એક વખત વધેલુ વજન શરીરનો ભાગ થઇ જાય છે. મે વજન ઉતારવાનું નક્કી કરી લીધુ.  આ માટે શરૂઆત થઇ વર્ષ 2008માં પહેલાં હું ફક્ત વર્કઆઉટ કરતી હતી. પછી જિમનું ઝનુન એ રીતે વધ્યુ કે હું ત્યાં જ મારો મોટાભાગનો સમય વિતાવવા લાગી. ધરેથી પહેલી વખત બહાર જઇ રહી હતી. અને તેની સાથે પહેલી રાત્રે પણ હું નવ વાગ્યા સુધી જીમમાં હતી. પરત આવી તો મમ્મીએ ટોણો માર્યો-અહીં બધા ઘરે મહેમાન આવ્યા છે અને આ છોકરીનું જીમ પતતુ જ નથી. મે જીમથી ક્યારેય બ્રેક લીધો નથી. ઘણી વખત તો દિવસમાં બે કે પછી ત્રણ વખત પણ જીમમાં જવું છું.  યુવતીઓ માટે જીમમાં જવાનો અર્થ છે કાર્ડિયોનાં મશીન પર ચઢો અને દોડો. પછી ઘરે જાઓ. કોઇપણ તાકાત વાળી ટ્રેનિંગ નથી કરતું. કોઇ વજન નથી ઉઠાવતું. ટ્રેનર પણ આ માટે ના પાડી દે છે. ત્યારે મે નવું નવું વેઇટ ઉઠાવવાનું શરૂ કર્યુ હતું. લેડી ટ્રનરે જોઇ તો મને ટોકવા લાગી. વજન ન ઉઠાવ. તેનાંથી મસલ્સ બનશે. મે પુછ્યું મસલ્સ બનવા પર શું વાંધો છે. ત્યરે તેને કહ્યું કે, મસલ્સ બનશે તો તું પુરૂષ જેવી દેખાવા લાગીશ.

  ભોપાલ જેવા નાના શહેરમાં ભણેલી-મોટી થયેલી યુવતી માટે આ તમામ સાંભળીને તેનું કામ ચાલુ રાખવું મુશ્કેલ હતું. બિલ્ડિંગમાં રહેનારી એક દીદી મને ખુબ જ પ્રેમ કરતી. એક દિવસ તેણે પણ મને ટોકી હતી. તને શું થઇ ગયુ છે. પહેલા તો તું ઘણી સ્વિટ હતી હવે બોડી સ્ટ્રોન્ગ દેખાય છે તારી. તેમનાં અવાજમાં મારા માટે ચિંતા હતી. હું ખુબજ ખુશ થઇ ગઇ. સ્વિટનેસ દૂર થવી અન્ય યુવતીઓ માટે ભલે ચિંતાનો વિષય હોય પણ મારા માટે એક ખુબ મોટો કોમ્પલિમેન્ટ હતો. હું આવી જ દેખાવવા ઇચ્છુ છું.

  પછી મારા માટે કંઇક કેટલી તક આવી અને હું ફિટનેસ કોમ્પિટીશન જીતી ગઇ. પહેલી વખત પુશઅપ ચેલેન્જ લીધો. કોઇ છોકરો મને વળીને જુએ છે તો કંઇ ફરક નથી લાગતો. પણ જ્યારે કોઇ છોકરી મને પલટીને જુએ છે તો ઘણું જ સારુ લાગે છે. કોમ્પિલેમન્ટ કરે છે. કોઇ કહે છે કે, તારા જેવી બનવા ઇચ્છુ છું. તે જે ફિલીંગ હોય છે તે કોઇપણને હરાવવાની ફિલિંગથી વધુ સારી હોય છે.  દરરોજ સવારે વહેલું ઉઠવું સહેલું નથી. તેનાંથી પણ અઘું છે દરરોજ દિવસની શરૂઆત પરસેવો પાડીને કરવો. સુદીપ્તા યાદ કરે છે કે જિમની સાથે જ ડિસ્ક છે. શનિવારની સવારજમાં જ્યારે ખભા પર જિમ બેગ હોય અને હાથમાં પ્રોટીન શેક લઇને નીચે ઉતરુ છુ તો બાઉન્સર પણ મને જુવે છે. ડોલેવાલી યુવતીને કોણ પલટીને નહીં જુએ. આજ વાત મને દરરોજ સવારે ઉઠવામાં મદદ કરે છે. તેને કારણે જ મને તેને મેઇન્ટેઇન કરવાની ધગશ મળે છે.

  જ્યારે પહેલી વખત બિકિની કોમ્પિટિશનમાં શામેલ થઇ
  કોમ્ટિશન ગોવામાં હતી. બિકની લેવાં મારા કોચ સાથે ગઇ સુદીપ્તા બિકીની ટ્રાય તો કરી રહીહ તી. પણ બહાર આવી કોચને બતાવી શકી ન હતી કે તેનાં પર કઇ બિકિની સૌથી વધુ સારી લાગે છે. પણ સ્ટેજ પર પહોંચી તો બધુ જ બદલાઇ ગયુ હતું. ત્યાં હું એક યુવતી ન હતી. બોડી બિલ્ડર હતી. મને જોતી નજરો કોઇ પુરૂષની નહીં પણ એથલીટની હોતી હતી. ઘે આવી. મમ્મીને તસવીર બતાવી તો તે ગંભીર ચેહરાથી મને જોવા લાગી. પછી ખાસ બંગાળી લહેજામાં કહ્યું, રિંકી, ચડ્ડી-બનિયાન પહેરીને સ્ટેજ પર ઉભી રહીશ તો કોઇ લગ્ન કેમ કરશે તારી સાથે! મમ્મી માટે જે ચડ્ડી-બનિયાન હતી તેની કિંમત પૂરા 20 હજાર રૂપિયા હતાં. મમ્મીની પ્રતિક્રિયા સામાન્ય પારંપરિક મા જેવી ન હતી. જિમ માટે મારું વળગણ તેને અજીબ લાગતું પણ તેમ છતાં તેણે મારા સપનાને મારો હિસ્સો માની લીધો હતો.  જો પરિવારે સપોર્ટ ન કર્યો હતો તો 31 વર્ષની યુવતી આ તમામ ન કરી શકતી, હું પણ લગ્ન કરીને કોઇનાં ઘરે બેસી હોત
  બોડી બિલ્ડિંગ ઉપરાંત રેડિયો જોકીનું કામ પણ કરું છું. ઘણી બધી યુવતીઓ, નવાં જમાનાની માતાઓને મળવાની તક મળે છે. હું મારા તરફથી તેમનું બ્રેન વોશ કરવાનાં તમામ પ્રયાસ કરુ છું. ફઇટનેસ ફક્ત સારા દેખાવવા નું નામ નથી. સારુ લાગવું પણ ફિટનેસ છે. જિમ જાઓ તો ટ્રેડમિલ અને સાઇકલ કરીને ખુશ ન થાવો. વેટ સેક્શનમાં પણ જાઓ. વેઇટ ઉઠાવો, વજન ઉઠાવવાથી તમે આંતરીક રીતે મજબૂત થશો. તમારા તમામ ડર મટી જશે જેમ મારા દૂર થયા છે.
  (ઇનપુટ-કલ્પના શર્મા)
  Published by:Margi Pandya
  First published:

  Tags: Human Story

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन