સેક્સ વર્કરની કહાની : વારસામાં અમીરી કે દેવું મળે પણ મને મા પાસેથી 'છોડી દેવું' મળ્યું

સેક્સ વર્કરની કહાની : વારસામાં અમીરી કે દેવું મળે પણ મને મા પાસેથી 'છોડી દેવું' મળ્યું
પ્રતિકાત્મક તસવીર

આ તે યુવતીની કહાની છે જેને ગરીબી અને બદકિસ્મતીએ સેક્સ-વર્કર બનાવી દીધી

 • Share this:
  ગત અઠવાડિયાની વાત છે. હું માને મળવા પહોંચી. લગ્ન બાદ પહેલી વખત. મળતા જ તે એકદમ રડી પડી. સ્વસ્થ થઇ તો મને એકી ટસે જોયા કરતી. પછી કહેવા લાગી- સરસ લાગે છે. જમાઇ તારો ખ્યાલ રાખી રહ્યાં છે ને. હું ન કહી શકી કે મને લગ્નની બીજી સવારે જ વેંચી દેવામાં આવી હતી. હવે એક નહીં ઘણાં જમાઇ તેની દીકરીનું ધ્યાન રાખી રહ્યાં છે.

  મૃદુલિકા ઝા  વારસામાં અમીરી કે દેવું મળે છે. મને મારી મા પાસેથી વારસામાં 'છોડી દેવું' મળ્યું. માએ ક્યારેય કહ્યું ન હતું. પણ ગામની મહિલાઓ હમેશાં ગુપચુપ કરતી. તેનાંથી જ અંદાજો મળ્યો હતો કે લગ્નનાં એકાદ વર્ષ બાદ પિતા ઘરમાંથી ગયા તો ફરીને પાછા ન આવ્યાં. ન ક્યારેય તેમનાં પરત આવવાનાં સમાચાર આવ્યાં. હમેશાં મને આશીર્વાદ આપતાં મા કહેતી- તને આખી દુનીયાની ખુશી મળે, બસ મારા જેવું નસીબ ન મળે. લાગે છે ઉપરવાળાએ માની વાત અધુરી સાંભળી.  નાની હતી તો જન્નતમાં રહેતી. ચારો તરફ હરિયાળી અને ખુબ પ્રેમ કરવા વાળી મા. અમે ગરીબ હતાં પણ ગામની ગરીબી શહેરી ગરીબી કરતાં ઓછી હોતી. ગામમાં ગરીબ ભલે સીવેલા કપડાં પહેરતા પણ તેઓ ખાલી પેટ ક્યારેય ન સુતા. મા કામ માટે દિવસે જ નીકળી જતી. હું આડોસ-પાડોસનાં બાળકો સાથે રમતી. તેમનાં ઘરે જ જમતી અને રાહ જોતી. દિવસમાં ખાલી હાથે ગયેલી મા સાંજે પરત આવતી તો તેનાં હાથ ક્યારેય ખાલી નહોતા હોતા. તેનાં એક હાથમાં શાક-ભાજી અને બીજા હાથમાં ચોકલેટ-બિસ્કિટ હોતા. મા જમવાનું બનાવતી અને હું તેની આસપાસ ફરતી રહેતી. પછી અમે ભેગા મળી જમતા અને રાત્રે સુઇ જતા. તે મારી સાથે આખા દિવસમાં શું બન્યું તેની વાતો કરતી. પણ તેનાં વિશે કંઇ ન કહેતી.

  મને મા જેવી મોટી મોટી આંખ, ઊંચી નાક મળી. અને માની જ કોઇને કંઇ ન કહવાની ટેવ પણ. તેણે ક્યારેય તેનું દુ:ખ જાહેર કર્યું ન હતું. તેની દીકરી પણ ન કહી શકી કે લગ્નનાં થોડા જ મહિનામાં તેની સાથે શું બન્યું.

  તે કરિયાણાંની દુકાનમાં આવતો જતો. દુબળો-પાતળો. દાંતની વચ્ચે ચોવીસ કલાક તમાકુ દબાવી રાખતો. બોલતો તો અવાજ ફાટેલો આવતો. તે મને હમેશાં જોયા કરતો. મારી સાથી બહેનપણીઓ મને ટોન્ટ મારતી. મારી મજાક ઉડાવતી. હું મનમાં જ રડી પડતી. 'પિતા ભલે ન હતાં પણ આવો પુરૂષ મારી કિસ્મતમાં છે. ઉપરથી બહેનપણીઓ પણ મજાક કરતી.'

  એક સાંજે તે ઘરે આવ્યો. હાથમાં મિઠાઇનો ડબ્બો અને એકદમ ગુલાબી શર્ટ અને ચુસ્ત પેન્ટ પહેરીને. સાથે જ તેણે ચમકતા જૂતા પહેર્યા હતાં. તેનાં હસતા મોઢામાંથી તમાકુ અને વાંસી દારુનો ભભકો આવી રહ્યો હતો.

  ઉબકો રોકતા મે તેને અંદર આવવાનો રસ્તો આફ્યો. તે દુઆ-સલામ વગર જ પલંગ પર બેસી ગયો. મા સાઇડમાં પડેલાં પ્લાસ્ટિકનાં સ્ટૂલ પર બેઠી અને હું રસોડા તરફ મો કરીને બેઠી. તેની આંખો મારી પીઠ પર પણ ચુભી રહી હતી. વાત નીકળી. તે મારી સાથે લગ્ન કરવાં ઇચ્છતો હતો. ખુબ બધા સવાલ અને વચનો વચ્ચે માએ તેનાં પર વિશ્વાસ કરી લીધો. આવું પહેલી વખત હતું જ્યારે માએ મને વગર પુછે કોઇ નિર્ણય લીધો હોય. તે પણ મારા જ માટે.  તે રાત્રે માએ કહ્યું- મારાથી તો ન  થયું, હવે કદાચ આનું નસીબ જ તારા નસીબ ખોલી દે. મા પહેલી વખત મારી આગળ રડી પડી. તેનો ચહેરો દરેક વીતેલી તકલીફનો નક્શો હતી. મે હા કરી દીધી.

  એકદમ સાદાઇથી મારા લગ્ન બાદ વિદા થઇને હું તેનાં ઘરે પહોંચી. એકદમ નાની સાંકડી ગલીઓમાં સાવ નાનકડા માચીસનાં ડબ્બા જેવા ઘર. વરસાદ પડે તો પતરાની છત તમને આખી રાત જગાડે. ગરમીમાં સુર્ય ઘરમાં જ આવે. હું ચુપચાપ ખુણામાં ઉભી રહી. તેણે ફાટેલા અવાજમાં જ મને પુછ્યું- કોઇ રાજરાણી છે કે શું.. આ ઇશારો હતો મને મારી ઓકાદ યાદ અપાવવાનો. શક્લ-સૂરત કે ઘર-બાર કંઇ જ એવું ન હતું મારી પાસે કે કોઇ સારો યુવક મને તુંરત પસંદ કરી દે.

  બીજી સવારે વેંચાઇ ગઇ હતી હું. ફાટેલી અવાજમાં પતિ ઉર્ફે દલાલે કહ્યું - નથ ઉતરાઇ તો કાલે રાત્રે જ થઇ ગઇ. હવે ભાવ વધુ નહીં મળે. નવાં કામ માટે રાજી થવા માટે વધુ સમય ન લાગ્યો. બે ચાર વખતની માર-પીટ અને ભુખ્યા પેટે ઝટથી હા કહેવડાવી દીધી. વાંસની ટટ્ટીથી બનેલાં નાનાં નાનાં ઘણાં રૂમ છે. દરેક રૂમનાં દરવાજાની જગ્યાએ જુની ફાટેલી ચાદર કે સાડી લબડતી હતી. અંદર જાઓ એટલે ચીકટા પલંગ અને વાંસ મળે. તે નરક હતું જ્યાં એક મિનિટ શ્વાસ ન લઇ શકાય. ત્યાં એક રૂમ મારું ઘર હતું.

  હું દરેક વખતે હા કહું છું.. જ્યારે થાકેલી યુવતીઓ ઊંઘ માટે લડતી ત્યારે હું રાજી થઇ જતી. દારૂ પીધેલાં ક્લાયન્ટ ઉલ્ટી કરી દે તો પણ મારાં ચહેરા પર કોઇ જ ભાવ ન આવતાં.

  મેડમ મારા પર ખુબજ ખુશ રહેતી. નવી યુવતીઓને મારા અંગે કહેતી.. આનાંથી કંઇ શીખો.. આનાં કોઇ જ નખરા નથી. હું ભૂત બનીને સાંભળતી. કોઇ બહાને એ ખુશ રહેતી તો મારું જીવન આસાન રહેતું. કેટલીંક જુની યુવતીઓએ મને આ ગુરુ શિક્ષા આપી હતી તેમ કહું તો પણ ચાલે.

  હાલમાં મે માનાં ઘરે જવાં રજા માંગી. દરેક વાતે રકઝક કરતી મેડમે એક ઝાટકે જ હા પાડી દીધી. તે જાણે છે કે આ નરક ભોગવી ચુકેલી યુવતીઓ ક્યાંય નહીં જાય. જતા જતાં મારા હાથમાં થોડા પૈસા પણ આપ્યાં. નીકળતા પહેલાં મે ભભકાદાર મેકઅપથી રંગેલો ચહેરો ધોયો અને ખુબજ જતનથી એક નવપરણિત જેવો સિંગાર કર્યો.

  બે દિવસ માની પાસે રહી. થોડા કિલોમીટર પર વસેલી મારી જીંદગીને ભૂલી ગઇ. જેમ જીવીત લોકો મોતને ભૂલી જાય છે. તે બે દિવસ મારા માટે ઘણાં ખાસ હતાં. હું મારી માને પણ મારી વ્યથા ન કહી શકી. અને તેની આંખોમાં મારા માટે જોયેલી ખુશી જોઇ હું મારા બધા જ દર્દ ભૂલી ગઇ.
  Published by:News18 Gujarati
  First published:December 13, 2019, 12:03 pm

  ટૉપ ન્યૂઝ