Home /News /lifestyle /'લોકો વાત કરતી વખતે ચહેરો નથી જોતા, નજર સ્તન પર જ હોય છે'

'લોકો વાત કરતી વખતે ચહેરો નથી જોતા, નજર સ્તન પર જ હોય છે'

ર 1 લાખ મહિલાઓમાં આશરે 25 ટકા મહિલાઓમાં તેની આશંકા રહે છે જેમાં ઇલાજનાં અભાવને કારણે 12 ટકાથી વધુ દર્દીઓનાં મોત થઇ જાય છે

ર 1 લાખ મહિલાઓમાં આશરે 25 ટકા મહિલાઓમાં તેની આશંકા રહે છે જેમાં ઇલાજનાં અભાવને કારણે 12 ટકાથી વધુ દર્દીઓનાં મોત થઇ જાય છે

  અમદાવાદ: શરીરનાં પૂર્ણ- અપૂર્ણ હોવાની વાતો થાય તો આપ કોને સંપૂર્ણ શરીર કહેશો. જેનાં હાથ-પગ, આંખ, મગજ બધુજ સલામત હોય તેને. પણ મહિલાઓની પૂર્ણતા માટે એક અંગ હજુ જરૂરી છે. અને તે છે તેમનાં બ્રેસ્ટ. કિશોરાવસ્થામાં યુવતીઓને શરીરનાં ઉપલા ભાગનું જતન કરવું તેને ઢાંકવાનું કહેવામાં આવે છે. તો કોઇ સંબંધમાં આવેલી મહિલા માટે બ્રેસ્ટનું હોવું અને તેનો આકાર સ્ત્રીત્વ અને સૌન્દર્યનું પ્રતિક માનવામાં આવે છે. તેવામાં તે સ્ત્રી પર શું વિતે છે જે બ્રેસ્ટ કેન્સરનો શીકાર થઇ હોય. કેન્સરથી દર્દી પછી મૃત્યુ પામે છે તેનાં અધૂરાપણાનો દર્દ તેને પહેલાં ખાઇ જાય છે.

  આ છે 43 વર્ષની 1 પતિ, 1 દીકરી અને બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર ઉર્વી દવેની કહાની
  ત્રણ વર્ષ પહેલાં તે કોઇ તહેવારનો દિવસ હતો. હું રૂટીન ચેકઅપમાંટે ડોક્ટર પાસે પહોંચી ઘરે જલદી પહોંચવાની ઉતાવળ સાથે. ચેકઅપ લાંબુ ચાલ્યું. હવે હું તહેવારની જગ્યાએ ટેસ્ટ રિપોર્ટની રાહ જોઇ રહી હતી. રિપોર્ટ પોઝિટીવ હતો. મારા ડાબા બ્રેસ્ટમાં કેન્સર ફેલાઇ ગયુ હતું. કેટલીક મીનીટો લાગી મને સંભળવામાં. ઘરે દીકરી એકલી હતી. મારે ઘરે પરત ફરવું અને સામાન્ય દેખાવાનું હતું. જ્યાં સુધી પતિ ટૂર પરથી પરત ન આવે.

  જાન્યુઆરી 2015, અમદાવાદ, રૂમ નંબર 208
  ઉતાવળમાં સર્જરી થઇ, ડાબુ બ્રેસ્ટ કાઢી નાખવામાં આવ્યું. સાથે જ રિકંસ્ટ્રક્શન સર્જરી પણ થઇ. મારા શરીરમાંથી વધારાનું માંસ કાઢીને બ્રેસ્ટની જગ્યાએ ભરી દેવામાં આવ્યું. ઇલાજ મોંઘુ હતું પણ જરૂરી હતું. ડોક્ટર્સનું કહેવું હતું કે આમ ન કરવાથી શરીરનું સંતુલન બગડી જાય છે. પછી મને કેન્સરની તકલીફ મટી જશે પણ એક ખાલીપો મને મારી નાંખશે.  9 કલાક સુધી સર્જરી ચાલી બાદમાં મે ડોક્ટર્સને પુછ્યું. શું હું હવે કેન્સર ફ્રી છું? ડોક્ટર્સે મિત્રતાનાં લહેજામાં મારા હાથ થપથપાવી દીધા, એટલે હજુ તે સમયની વાર છે. ત્યારે હું હોસ્પિટલનાં રૂમમાં પડી પડી રૂમની સફેદ દિવાલોને ઘુરતી હતી. સામે લખેલુ હતું કેન્સર કેર હોસ્પિટલ. આંખ ખુલતા જ તેને જોતી અને ફરી હું આખો બંધ કરી લેતી. મને કેન્સર છે બ્રેસ્ટ કેન્સર. સર્જરી કેન્સરનાં ઇલાજનાં પહેલાં સ્ટેજમાં છે. કદાચ સૌથી સહેલું. તે બાદ સાત મહિના સુધી કીમોનાં સેશન્સ ચાલ્યા.

  મે ડોક્ટર્સને તેનાં સાઇડ ઇફેક્ટ પુછ્યા, તેમણે કહ્યું, ઉલટીઓ, ઉબકા, વાળ ઉતરવા, નખ કાળા પડી જવા, પેટમાં દુખાવો, માથામાં દુખાવો, ચક્કર આવવા, વજન ઘટી જવું અને ધીમે ધીમે ઓગળતા જવું.  મહિને દર મહિને હું કમજોર થતી ગઇ. પાંચમાં સેશન પહેલાં કહેવામાં આવ્યું કે હવે મારા તમામ વાળ ખી જશે. મે ગુચ્છામાં મારા વાળ ઉતરતા જોયા છે. થોડા દિવસ બાદ મે મારુ માથુ મુંડાવી દીધુ. હવે હું એવી રીતે હોસ્પિટલ જવા લાગી જાણે કે કોઇ પાર્ટીમાં જઇ રહી હોવું. આ દરમિયાન પેટમાં અલ્સર થઇ ગયું. ખુબજ તકલીફદાયક દિવસો હતાં. ઘણી વખત એવી રીતે મને હોસ્પિટલ લઇ જવામાં આવી જાણે કે હું છેલ્લી વખત આ ઘરમાંથી નીકળતી હોવું. પણ દર વખતે પરત આવી નવી હિંમત સાથે.

  કેવી હોય છે બ્રેસ્ટ કેન્સર પછીની જિંદગી
  ઉર્વી યાદ કરે છે જે લોકો જાણતા હતા કે મને કેન્સર છે પણ મળી શકતા ન હતા તે મળતા સાથે જ મારા બ્રેસ્ટ જોતા, કેટલાંક તો સીધુ પુછી જ લેતા હતા. કેટલાંક લોકો વાત કરે ત્યાં સુધી તેમની નજર ત્યાં જ હોતી. કેવી રીતે મારા કપડાં મને હજુ પણ ફિટ આવે છે. બ્રેસ્ટ રિકંસ્ટ્રક્શન બાદ મારા દેખાવમાં કોઇ ફરક નહોતો આવ્યો પણ હુ મહેસુસ કરી શકતી હતી તે મહિલાઓનાં જીવનને. તેઓ કેવાં નરકમાંથી પસાર થાય છે. હું નસીબદાર છુ કે મને ખુબજ પ્રેમ કરવાવાળો પતિ અને મારી પરવાહ કરવા વાળો પરિવાર મળ્યો.

  મે કેન્સરથી ઉભર્યા બાદ કેન્સરનાં દર્દીની કાઉન્સેલીંગ શરૂ કરી. દરરોજ દર્દીઓ અને તેમનાં પરિવારને મળુ છું. લોકો એવી રીતે કાનાફુસી કરીને વાત કરે છે કે જાણે મે કોઇ શરમિંદગીભર્યુ પગલું લીધુ હોય. કારણ આ જીવલેણ બીમારી આંખ,કાન કે પગની જગ્યાએ બ્રેસ્ટને નુક્શાન પહોંચાડે છે.  મહિલાઓનું ફોક્સ પણ સ્વસ્થ થવાની જગ્યાએ એક જ વાત પર હોય છે કે તેમનું 'સ્ત્રીત્વ' છીનવાઇ જશે!
  એક દિવસ આવી રીતે જ એક કપલની સાથે હતી. પત્નીને બ્રેસ્ટની ગાંઠ હટાવવાની હતી. ડોક્ટર્સ સાથે સલાહ ચાલી રહી હતી. પતિ વારંવાર એક જ સવાલ પુછી રહ્યો હતો. પહેલાં ધીરે ધીરે.. પછી ન સાંભળવાને કારણે હુકાંરીને.. તેણે પુછ્યું. શું ગાંઠ હટાવ્યા બાદ પણ બ્રેસ્ટ તેટલું દબાણ ઉઠાવી શકશે? ડોક્ટર્સ અને હું બને પત્નીનો ચહેરો જોવા લાગ્યા. આ મહિલા બીમારી સામે જંગ છેડે કે પછી તેનાં પતિની બીમાર માનસિકતા સામે લડે.

  દેશમાં કેન્સરને કારણે થતા મોતમાં બ્રેસ્ટ કેન્સર સૌથી ઉપર છે. સ્વાસ્થ્ય વિભાગનાં આંકડા અનુસાર દર 1 લાખ મહિલાઓમાં આશરે 25 ટકા મહિલાઓમાં તેની આશંકા રહે છે જેમાં ઇલાજનાં અભાવને કારણે 12 ટકાથી વધુ દર્દીઓનાં મોત થઇ જાય છે.

  'આવા મહોલમાં બ્રેસ્ટને મહિલાની ઓળખ સાથે જોડવું તેમનાં પર વધુ દબાણ વધારે છે. ઉર્વી કહે છે કે હું દરરોજ આખું અઠવાડીયુ હોસ્પિટલ જવુ છું. કેન્સરનાં દર્દીઓ સાથે સમય વિતાવું છું. કેન્સર પોતે એક જીવલેણ બીમારી છે. તેમાંય બ્રેસ્ટ કેન્સર શરીરનો એક એવો હિસ્સો છે જેને હમેશા માટે અલવિદા કહ્વું તેથી પણ વધુ ભયાવહ છે જો પરિવારનો સાથ ન હોય.'
  Published by:Margi Pandya
  First published:

  Tags: Human Story

  विज्ञापन
  विज्ञापन