Home /News /lifestyle /#HumanStory: 'નાની હતી ત્યારે પપ્પાએ માની સાથે મારા પર પણ એસિડ ફેંકી દીધું હતું'

#HumanStory: 'નાની હતી ત્યારે પપ્પાએ માની સાથે મારા પર પણ એસિડ ફેંકી દીધું હતું'

  હ્યુમન સ્ટોરી: નાની હતી, જ્યારે શરીર એસિડથી નહ્વાઇ ગયુ હતું. હવે જમણું પોપચું સુઇ જવું તો પણ ખુલ્લુ રહે છે. ચહેરાનાં ડાધ ભીડમાં જુદી પાડી દે છે. પણ આ તેની ઓડખ નથી. જીવવાની લાલસા અને સપનાંથી તેની ઓળખ છે. આ કહાની છે એસિડ અટેક સર્વાઇવર શબ્બો શેખની. મુંબઇની આ યુવતીનાં શબ્દોથી તેનાં ઇરાદાની મજબૂતી ઝળકે છે.

  'ત્યારે હું ફક્ત બે વર્ષની હતી. એક દિવસ પપ્પા ધડધડ કરતાં ઘરમાં આવ્યા. જ્યાં હું માનાં ખોળામાં બેઠી તોતડી જબાનમાં કંઇક કહી રહી હતી. પપ્પાએ મા પર એસિડની બોટલ ઉલાળી નાખી. જેમાંથી અડધુ એસિડ મારી ઉપર પડ્યું. હું એટલી નાની હતી કે મને કંઇ જ યાદ નથી. દર્દ પણ નહીં. મને પાપાની આ હરકતનું કારણ પણ ખબર નથી. આ ઘટના બાદ મારું કોઇ જ સંબંધી મને મળ્યું નથી.'

  એસિડ અટેક અંગે મને મારા ડોક્ટર્સ જણાવ્યુ, જેમણે ઘણાં વર્ષો સુધી મારું ઇલાજ કર્યુ હતું. યાદ કરવાનો પ્રયાસ કરુ છુ તો ફક્ત એટલું જ યાદ છે કે આ એસિડ અટેકમાં મારી મા ન બચી. જ્યારે તમામ સંબંધીઓ મારી હાલત અંગે જાણ્યું તો તેમણે મારાથી સંબંધ તોડી નાખ્યો. પપ્પા શહેર છોડીને ભાગી ગયા અને હું એક અનાથાશ્રમમાં જ મોટી થઇ.

  મારો ઇલાજ કરી રહેલાં ડોક્ટર્સથી માંડીને અનાથાશ્રમ તરફથી પણ મને ઘણો પ્રેમ મળ્યો. મારુ બાળપણ એટલું ખરાબ ન હતું. જેટલુ મારી કહાની સાંભળીને કોઇ વ્યક્તિને લાગે. સૌએ મને કોઇપણ શરત વગર ખુબ ખુબ પ્રેમ આપ્યો. પણ હવે હું બહાર નીકળવા માંગુ છું. મે પ્રયાસ શરૂ કર્યો છે. કોલેજમાં એડમિશન લીધુ છે. બહારની દુનિયા અનાથાલયની અંદર હતી ત્યારે જેવી મોહક લાગતી હતી અસલમાં એવી છે નહીં. કોલેજ જતી થઇ તો મને ઘણાં ખાટાં અનુભવ થયાં.  શરૂઆતમાં કોઇ મારાથી મિત્રતા કરવા તૈયાર ન હતું. કારણ કે હું સૌથી અલગ લાગતી હતી. ખુણામાં બેસીને એકલી જ હું લંચ કરતી. ક્લાસમાં સૌથી છેલ્લી બેન્ચ પર એકલી જ બેસતી અને પ્રયાસ કરતી કે હું કોઇને દેખાઉ નહીં. ત્યાં હોવા છતાં પોતાને અદ્રશ્ય દેખાડવામાં કેટલી તકલીફ થતી કે મારુ મન ભણવામાં પરોવી શકતી ન હતી. દર વખતે મારા શરીર પર પડેલા ડાધ નજર આવતા લાગ્યા કરતું કો તેઓ મને જોયા કરે છે.

  સમયની સાથે સાથે વિદ્યાર્થીઓનો નજરીયો પણ બદલાયો. કોલેજમાં ભણતા સમયે મને ખુબ પ્રેમ અને મિત્રો મળ્યા. જેમની સાથે મે મારા જીવનનાં કેટલાંક ખુબસૂરત પળ વિતાવ્યાં. સૌથી મજેદાર યાદ છે પહેલો 'સ્લીપઓવર'. અમે કેટલાંક મિત્રોએ સાથે રાત વિતાવી. વાત કરતાં કરતાં મને ઉંઘ આવી ગઇ પણ મારી આખો ખુલી હતી. બીજી તરફ મિત્રો મારી સાથે વાતો કરતા રહ્યાં પણ હું કોઇ જવાબ જ ન આપતી. અંતે તેમણે મને હલાવી તો સમજી શક્યા કે હું સુઇ ગઇ હતી. એસિડ અટેક બાદ મારી આંખોની પલક સુઇ જવું તો પણ ખુલ્લી રહેતી. આ વાત મારા દોસ્તોને ત્યારે જ ખબર પડી.  બાદમાં બધાએ મારી ખુબ મજાક ઉડાવી કે મને આનો ફાયદો ચાલુ ક્લાસમાં મળી શકે છે. મારી ખુલ્લી ખંખોથી લેક્ચરમાં હું સુઇ શકુ છું. અને કોઇને ખબર પણ નહીં પડે. ત્યારે પહેલી વખત મે પોતાને 'સુપરપાવર' તરીકે અનુભવી.

  ઘણી વખત લોકો પિતા વિશે સવાલ કરે છે. પુછે છે કે શું હું મારા પિતાને નફરત કરુ છું? શું ક્યારેય મારી અંદર બદલાની ભાવના નથી આવતી! મારો જવાબ છે- 'ના. હું તેમને માફ કરી ચુકી છું. તેમની અંદર જરૂર કોઇ ખુબજ ઉડું અંધારુ રહ્યું હશે કે તેમને આટલો મોટો ગુનો કરી નાખ્યો. મારાથી મારી મા છીનવી લીધી. મારું બાળપણ ઘરની જગ્યાએ હોસ્પિટલમાં વિત્યુ અને પછી અનાથાલયમાં વીત્યું. પણ વારંવાર આ વાતોને યાદ કરીને મને જ તકલીફ થાય છે. મને હવે આ દર્દને વધુ પાળવો પોશવો નથી. મે તેમને વગર માંગે માફી આપી દીધી છે. મારા જીવનમાં નફરત માટે કોઇ જ સ્થાન નથી.'

  હું જીવનમાં આગળ વધવા ઇચ્છુ છું. પહેલી નોકરીથી મને એ કારણથી કઢી નાખવામાં આવી કેમ કે હું અન્ય કરતાં અલગ દેખાતી હતી. મેરું ત્યાં હોવથી ઘણાં લોકોને અસહજતા અનુભવાતી હતી. મારી ટ્રિટમેન્ટ માટે રજા માંગી પણ એક સમસ્યા હતી. નોકરી ગયા બાદ ઘણાં દિવસ તકલીફ પડી જોકે તે સમય પણ વિતી ગયો.

  મનમાં ફક્ત એક જ વસવસો છે કે, મોટાભાગે લોકો મને એસિડ અટેકની વિક્ટમ સમજે છે અને તેમ જુએ છે. હું વિક્ટમ નથી. એટલી જ સમાન્ય છુ જેટલી આસપાસની અન્ય યુવતીઓ છે.

  રહી વાત શરીરનાં ડાઘની, તો હવે મારી તેમની સાથે દોસ્તી થઇ ગઇ છે. જાણું છું કે, તેમની સાથે જ મારે જીવવાનું છે. ખરેખરમાં તે એટલું અઘરું પણ નથી જો લોકો અમને પણ સામાન્ય લોકોની જેમ અપનાવી લે. હું દુનિયામાં મારી ઓળખ બનાવવા ઇચ્છુ છું. એસિડ અટેકને કારણે નહીં પણ મારી તે ખુબીઓની સાથે જે મારામાં છે.''
  Published by:Margi Pandya
  First published:

  Tags: Acid Attack survivor, Human Story, એસિડ એટેક, મુંબઇ

  विज्ञापन
  विज्ञापन