Home /News /lifestyle /#HumanStory: 'લગ્નમાં નાચવાવાળીઓને બધા રાત વિતાવવા બોલાવે છે'

#HumanStory: 'લગ્નમાં નાચવાવાળીઓને બધા રાત વિતાવવા બોલાવે છે'

આ કહાની છે 23 વર્ષની રિતિકાની. પૈસાની તંગીને કારણે તે વેડિંગ ડાન્સર બની. રિતિકા તે સેંકડો યુવતીઓનો ચહેરો છે જે બિહાર, ઉત્તરપ્રદેશમાં લોંડિયા ડાન્સ કરે છે.

આ કહાની છે 23 વર્ષની રિતિકાની. પૈસાની તંગીને કારણે તે વેડિંગ ડાન્સર બની. રિતિકા તે સેંકડો યુવતીઓનો ચહેરો છે જે બિહાર, ઉત્તરપ્રદેશમાં લોંડિયા ડાન્સ કરે છે.

  'તો સાહેબાન, કદરદાન.. દિલ થામીને બેસો. આપની સામે હાજર થઇ રહી છે હુસ્નની રાણી...' આ સાથે જ સ્ટેજ પર અહીં તઇ ઉછાળા મારતી રોશની એક જ જગ્યાએ સ્થિર થઇ જાય છે. રતિયા કહાં બિતવાલા ના.. ગીત પર ઠુમકા લગાવતી રિતિકા સ્ટેજ પર આવે છે. તે નાચી રહી છે અને 20-25 પુરૂષોની આંખો તેનાં પર ટકી રહી છે.

  (આ કહાની છે 23 વર્ષની રિતિકાની. પૈસાની તંગીને કારણે તે વેડિંગ ડાન્સર બની. રિતિકા તે સેંકડો યુવતીઓનો ચહેરો છે જે બિહાર, ઉત્તરપ્રદેશમાં લોંડિયા ડાન્સ કરે છે.)

  ગમમાં એક રૂઆબદાર ઘરનાં લગ્નમાં રિતિકા આવી છે. એક ખુબજ નાની, જેમાં બારી પણ નથી તેવાં રૂમમાં તે તેની સાથીઓ સાથે તૈયાર થઇ રહી છે. સાથે જ એક બેગ રાખેલી છે જેમાં ચમકીલો-ભડકાઉ મેકઅપ અને ઝીણા ચમકીલા કપડાં છે. આ યુવતીઓ સાથે તૈયાર થતા થતા તેમનાં ઘરની વાતો કરે છે. ગત લગ્નમાં ડાન્સ કરતાં સમયે થયેલાં અનુભવની વાત કરે છે. કેવી રીતે નશામાં ધુત્ત યુવકો સ્ટેજ પર ચઢ્યા હતાં. કેવી રીતે કોઇ યુવતીની કમરમાં હાથ નાખ્યો હતો. રિતિકાનો અનુભવથી આનાંથી કંઇ અલગ ન હતો.

  લગ્નમાં આવું જ હોય છે. જોનારા નશામાં હોય છે. ગાવાં- નાચવાંવાળી ખુબ પસંદ આવી જાય તો સીધા સ્ટેજ ઉપર આવી જાય છે અને હાથ પકડી લે છે. કમરમાં હાથ નાંખી દે છે.  દેશનાં પૂર્વ ભાગમાં લગ્નમાં નાચવા ગાવાની પરંપરા જુની છએ. પહેલાં છોકરીવાળા તરફથી જાનૈયાઓ માટે તેમનાં ઉતારાની જગ્યાએ નાચવાવાળા બોલાવવામાં આવતાં. છોકરાવાળા પણ લગ્ન બાદ લોન્ડિયા ડાન્સની 'વ્યવસ્થા' કરતાં. રિતિકા મજબૂરીમાં આ વ્યવસ્થાનો ભાગ બની ગઇ હતી. તે યાદ કરતાં કહે છે, મને ડાન્સનો ખુબજ શોખ હતો. ડાન્સ જાતે જ શીખ્યા કરતી. થિએટર કરવાં ઇચ્છતી હતી. પણ ન કરી શકી. મારા પપ્પા બીમાર થઇ ગયા હતાં. હોસ્પિટલનો ખર્ચો ભારે હતો. ઘરે પૈસાની ઘણી જ મુશ્કેલી રહેતી. મને કોઇએ લગ્નમાં નાંચવા બદલ પૈસા આપવાની વાત કરી. અને મે તુરંત જ હા પાડી દીધી.

  ત્યાં બધા ગંદી નજરે જુએ છે
  મજબૂરીમાં રિતિકા 'લોન્ડિયા ડાન્સ'નો હિસ્સો બની ગઇ પણ ત્યાંનો માહોલ તેમને કામનો હિસ્સો બનવા નથી દેતા. ધીમા અવાજમાં કહે છે કે ત્યાં લોકો ગાળોથી પણ વધુ ગંદુ બોલે છે. શું કહું, ત્યાં મરદો જ હોય છે. અશ્લીલ ગીતો વગાડે છે. તેનાં પર સીટીઓ અને ભદ્દી કમેન્ટ્સ, સ્ટેજ પર પૈસા ફેંકે છે રાત વિતાવવા ઓફર આપે છે. એક રાતનાં આટલા મળશે, બે રાતનાં આટલાં. એવું જાહેરમાં બુમો પાડી પાડીને બોલે છે. તેમને લાફો મારી દેવાનું મન થાય છે પણ કંઇ કરી શકતા નથી. જોરથી વિરોધ કરીશું તો શો રોકાઇ જશે અને પૈસા નહીં મળે.

  ઝીણા કપડાં પહેરીને પુરૂષોની સામે 'નાચવા વાળી'ઓનું શું સુરક્ષા
  'હિફાજત કે બંદોબ્સત' પર રિતિકા લાંબી ચુપ્પી બાદ બોલે છે. મજબૂરી છે. નાચી રહી છું. ઘણાં લગ્નમાં કપલ ડાન્સ માટે યુવકો પણ સાથે આવે છે. તે જ અમને બચાવે છે. કોઇ જો ચાલુ ડાન્સે સ્ટેજ પર ચઢી આવે છે અને અડવાનો પ્રયાસ કરે છે કમરમાં હાથ નાખે છે ત્યારે આ સાથી છોકરાઓ તેમને સ્ટેજ નીચે ઉતારે છે. ગુસ્સો તેઓ પણ નથી કરી શકતાં. શાંતિથી બધુ મેનેજ કરે છે. ક્યારેક હદ્દ પાર થાય તો પડદો પાડી દેવાનો હોય છે. પણ 'વેડિંગ ઓર્ગેનાઇઝર્સ' આવું ભાગ્યે જ કરે છે. આમ કરવાંથી તેમનું નામ ખરાબ થાય છે. તેમને અન્ય લગ્નમાં કોનટ્રાક્ટ મળતો નથી.  જે રૂમમાં યુવતીઓ તૈયાર થાય છે તેની એક ઝલકથી જ ડાન્સની તાસીર સમજાઇ જાય છે. નાનકડાં એક રૂમમાં પંખો ખુબજ ફાસ્ટ ફરે છે. જેથી પરફોર્મર્સનો મેકઅપ ખરાબ ન થઇ જાય. નકલી પાપણ, સ્મોકી આઇઝ, વાળની સ્વિચ અહીં તઇ પડેલી હોય અને તેમાં પણ ડાર્ક લાલ લિપસ્ટિક.

  રિતિકા કહે છે કે, ગામનાં લગ્નમાં લોકોને આ પ્રકારનો મેકઅપ જ ગમે છે. અને કપડાં ટ્રાન્સપરન્ટ ગાઉન હોય છે. પેટ દેખાય, બેકલેસ હોય. ચોલીની સાથે હોટ પેન્ટ પહેરી લઇએ. ટ્રાન્સપન્ટ કપડાં જ પહેરવાનાં હોય છે. એમાં પણ ભોજપુરી ગીત પર નાચતા હોઇએ ત્યારે ખાસ.

  લોન્ડિયા ડાન્સનાં બીજા ફોર્મ તેનાંથી અળગ છે. તેમાં ડાન્સની કોઇ ખાસ પ્રેક્ટિસની જરૂર નથી હોતી. ઠુમકા લગાવતા આવડવા જોઇએ. બસ માત્ર આ જ એક શરત છે. તો કપલ ડાન્સમાં છોકરાઓને છોકરીને ઉઠાવતા આવડવી જોઇએ. રિતિકાએ એવી ઘણી છોકરીઓને તે રસ્તે જતી જોઇ છે જેનાં રસ્તા આ ડાન્સથી ખુલે છે.  23 વર્ષની રિતિકા યાદ કરતાં કહે છે કે, ગ્રુપમાં એક યુવતી અમારી પાસે આવી. ખુબજ રડી રહી હતી. તેને પૈસાની જરૂર હતી. અમારી પાસે પણ પૈસા ન હતાં. મજબુરીમાં તેને તે રસ્તો અપનાવવો પડ્યો. શો બાદ પુરૂષો અપ્રોચ કરે છે. વન-નાઇટ-સ્ટેન્ડ ઓફર કરે છે. જે મજબૂર હોય છે તે જાય છે. લગ્નમાં બે કલાકનાં શોનાં અમને 5000 રૂપિયા મળે છે. જે આખા ગ્રુપમાં વહેંચાઇ જાય છે. જે ગંદી નજરોની વચ્ચે અમે નાચીયે છીએ તેની સરખામણીએ આ રૂપિયા કંઇજ નથી.

  રિતિકા તેનાં ગ્રુપની સ્ટાર પરફોર્મર છે. ડાન્સને ઝનૂનની જેમ જીવનારી રિતિકા કહે છે કે, પુરૂષોની સામે નાચવાનું હોય છે. બીજા ગામોમાં જવાનું હોય છે. અજાણ્યા લોકોની સાથે રહેવું પડે છે. લોકો નશામાં ધુત્ત હોય છે. પહેલાં ડર લાગતો હતો. હવે નથી લાગતો. ડાન્સ તો ડાન્સ છે. પછી તે લગ્નમાં હોય કે બીજે ક્યાંય. સ્ટેજ પર ભલે હું રિતિકા લોન્ડિયા હોવું. પણ નીચે ઉતરીને હું રિતિકા થઇ જવું છું. જે પોતાની એક ડાન્સ એકેડમી ચલાવવા ઇચ્છે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Human Story

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन