નમાઝ બાદ રસ્તેથી પસાર થતા જ થાકી જવુ છું. દૂકાનમાં ઇફ્તાર માટે કેટલીબધી વસ્તુઓ સજાવેલી હતી. મને યાદ નથી કે મે આમાથી કોઇ વસ્તુ ક્યારેય મારા દસ્તરખાન પર આવી હોય. સહરી હું રાતનાં વધેલા ભાત અને મીઠુ ખાઇને કરુ છુ તો ઇફ્તાર ભાત અને લાલ મરચુ ખાઇને. જ્યારે જીભ જવાબ આપી દે તો કોળીયો અંદર ધકેલવા માટે પાણી પી લવું છું.
રમઝાનનો પાક મહિનો સૌ કોઇને એક યા બીજી રીતે અજમાવતો જ હોય છે. રોજા પણ ઘણાં લોકો માટે એક પ્રકારની આજમાઇશ જ છે. મારા માટે રોજા ક્યારેય મુશ્કેલ નથી રહ્યાં, મારે તો રોજ ફાકા (ભુખ્યા) જ ગુજરે છે.
ભુખ્યા-તરસ્યા રહેવું મારા માટે કોઇ તકલીફ નથી. મુશ્કેલ ત્યારે થાય છે જ્યારે મહિનાભરનાં રોજેદારને સવાર-સાંજ સ્વાદિષ્ટ ભોજન ખાતા જોવુ છું. ત્યારે કોઇ રીતે કોઇ જ પ્રકારનો સબક કામ આવતો નથી. મનમાં થાય છે બસ કોઇ રીતે આવું ભોજન મને પણ નસીબ થાય.
નમાઝ બાદ બજારથી ઘરે પરત ફરતો હોવું છું. દિવસ આખાની તરસથી ચાલ એમ જ ઢીલી થઇ ગઇ હોય છે પણ દુકાનોની સામેથી પસાર થતા તે ધીમી થઇ જાય છે. મોટેભાગે તમામ દુકાન પર ઇફ્તારી સજેલી હોય છે. ખજૂર, શરબત, સીઝનનાં ફળ, છોલે, દહીવડા, ચણાદાળ, પકોડા, કબાબ, કીમા, બિરયાની, કોરમા ફેની, સૈવયા, ખજલા, શીરમાલ અને અન્ય ઘણુ બધુ. ઘણી વસ્તુઓનાં તો મને નામ પણ નથી ખબર. છેલ્લે મે કઇ વસ્તુ ક્યારે ખાધી હતી તે પણ મને યાદ નથી. લાંબો સમય થઇ ગયો કોઇએ દાવત પર પણ નથી આમંત્રણ આપ્યું.
અમે સહેરી પર પણ રાતનાં વધેલા વાસી ભાતમાં મીઠુ ઉમેરીને ખાઇએ છીએ. રમઝાનની પહેલી સાંજ માટે અમે અમારા મુજબ ઘણી તૈયારીઓ કરી. ગામઆખામાં ફર્યા ત્યારે થોડુ શાક અને ભાતની વ્યવસ્થા થઇ શકી. મને યાદ નથી કે છેલ્લે મે ક્યારે બિરયાની ખાધી હતી. કે પછી ખીર કે સેવૈયા.. મારા આખા ઘરનાં આ જ હાલ છે. અમારા માટે તો તે જન્નતનું ભોજન છે.
હવે 80 વર્ષનો થવા આવીશ. મા-બાપ મજૂર હતા. મને પણ તે મજૂરી વારસામાં મળી. મે તે મારા બાળકોને આપી. પેટભરેલુ હોય અને ઉંઘ આવે તે અમારા માટે એવી વાત છે કે જીવતે જીવ જન્નત પહોચવું. બાળકો માટે ખુબ મહેનત કરી પણ ક્યારેય રોટલા અને પ્રેમથી વધુ કંઇ જ ન આપી શક્યો. આ પ્રેમ જ છે જે ઉંમર થવા પર મારી દીકરીએ મને અને મારી પત્નીને તેની પાસે બોલાવી દીધા. તે પોતે ગરીબ છે. તેનો પતિ પણ મજૂરી જ કરે છે અને ઘણી મુશ્કેલીઓ બાદ બે ટંકનું ખાવાનું લાવી શકે છે. તેમ છતા તે અમે બંને ઘરડાઓને ખુબ જ પ્રેમ અને ઇજ્જત આપે છે.
આટલા બધા પ્રેમ છતા ઘણી વખત ભુખ લાગે છે. મારી ઉંમરમાં સૌને અલગ અલગ શોખ થાય છે મારો શોખ સારુ સારુ ખાવાનો છે. પેટભરીને ખાવાનો છે. બંનેમાંથી કોઇપણ મારા નસીબમાં નથી. હવે મોતની સાથે જ મારી તકલીફનો અંત આવશે. પણ જ્યાં સુધી આ દુનિયામાં છુ, વર્ષનાં રોજાની આદત છુટશે નહીં તેમ લાગે છે.
સુકા મરચાં અને મીઠાની સાથે વાસી ભાત ખાવા ખુબ તકલીફ દાયક હોય છે ખાસ કરીને આ ઉંમરે આવું ભોજન શરીર સહન નથી કરી શકતું. ઘણી વખત મરચાંનાં કારણે જીભની નીચે કોળીયો જતો નથી ત્યારે પાણી પીને કોળીયો ગળી જવું છું.