આપણા કરતા આપણા પૂર્વજો વધુ ખુશ હતા, આ છે કારણ

પ્રતિકાત્મક તસવીર

માનવ વિકાસ દરમિયાન વીમૈટ-1 જીન્સમાં ખૂબ બદલાવ આવ્યો છે.

 • Share this:
  સમયના બદલાવ સાથે જીવન શૈલીમાં પણ ફેરફાર થયો છે. જેનો પ્રભાવ લોકો પર પણ પડે છે. જેમ જેમ માનવ પ્રજાતિનો વિકાસ થયો છએ લોકોમાં વાતચીત અને મેળ મેલાપની રીતો બદલાઇ છે. સાથે જ ખાણીપીણી, સમાજીકિતા, રોજિંદુ જીવન પણ બદલાયું છે. આ તમામ બદલાવોએ લોકોને વિચાર શક્તિ પર પણ અસર કરી છે. ત્યારે હાલમાં જ એક રિસર્ચમાં તે વાત સામે આવી છે કે આપણા પૂર્વજો આપણા કરતા વધુ ખુશ હતા. તે વધુ શાંત પ્રવૃત્તિના હતા. અને આ બધી વાતો એક શોધમાં બહાર આવી છે.

  તોહોકુ યુનિવર્સિટીના શોધકર્તાની એક ટીમે પ્રાચીન વીમૈટ-1 પ્રોટીનને પોતાના અધ્યયન દરમિયાન ફરી બનાવ્યું. આ દરમિયાન ખબર પડી કે માનવ પ્રજાતિના વિકાસ દરમિયાન વીમૈટ-1 ના ન્યૂરોટ્રાંસમિટરમાં અનેક પ્રકારના કાર્યાત્મક પરિવર્તિન આવ્યા છે. શોધકર્તા માસાકાડો ક્વાટા અને તેમની ટીમે જાણ્યું કે માનવ વિકાસ દરમિયાન વીમૈટ-1 જીન્સમાં ખૂબ બદલાવ આવ્યો છે.

  તમને જણાવી દઇએ કે ન્યૂરોકેમિકલ જેવા કે ડોપામાઇન અને સેરોટોનિન માણસના મગજના ભાવનાત્મક અને જ્ઞાનથી જોડાયેલા કામોને પાર પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વેસ્ક્યુલર મોનોમાઇન ટ્રાંસપોર્ટર -1 (વીમૈટ-1) આવું જ એક જીન્સ છે જે ન્યૂનલ સંકેતને સંચારિત કરે છે અને ન્યૂરોટ્રાંસમિટરોના આદાન-પ્રદાનનું કામ કરે છે.

  શોધકર્તાએ સાથે જ તે પણ શોધ્યું કે પ્રાચીન સમયમાં વીમૈટ 1 પ્રોટીન વધુ ન્યૂરોટ્રાંસમિટર શોષવાની ક્ષમતા ધરાવતો હતો. જ્યારે આધુનિક સમયમાં ડિપ્રેશન અને ચિંતાના લક્ષણ વધુ જોવા મળે છે.
  Published by:Chaitali Shukla
  First published: