લો કોસ્ટ એરલાયન્સ ગો એરે સસ્તી વિમાન મુસાફરી કરવાની નવી ઓફર શરૂ કરી છે. કંપની 1375 રૂપિયાની શરુઆતના ભાડામાં વિમાન મુસાફરી કરવાની તક આપી રહી છે. ગો એરની આ ઓફરનું નામ ફ્લાઇટ સ્માર્ટ છે. આ ઓફર પ્રમાણે 25 એપ્રિલ પહેલા બૂકિંગ કરાવી શકાશે. ત્યારબાદ આ ઓફર પૂર્ણ થઇ જશે. આ ઓફર પ્રમાણે 3 જુલાઇથી 9 જુલાઇ વચ્ચે વિમાન મુસાફરી કરવાની તક મળશે.
આ ઓફરમાં મુસાફરને સૌથી સસ્તી એટલે કે 1375 રૂપિયામાં ફ્લાઇટની ટિકિટ બાગડોગરાથી ગુવાહાટીની છે. તો અમદાવાદથી જયપુરની ટિકિટના ભાવ 1499 રૂપિયા છે.
આટલું હશે ભાડું
અમદાવાદથી ચેન્નઇ 3348 રૂપિયા, અમદાવાદથી મુંબઇ 2149 રૂપિયા, ગુવાહાટીથી દિલ્હી 4377 રૂપિયા, કોલકતાથી દિલ્હી 4201 રૂપિયા, કોલકાતાથી મુંબઇ 5500 રૂપિયા, પટનાથી બેંગલુરુ 5050 રૂપિયા, અમદાવાદથી મુંબઇ 1799 રૂપિયા છે. આ જાણકારી પણ ગોએરની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
ટાટા ગ્રૂપની એરલાયન્સ કંપની વિસ્તારા ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકિટ પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. આ છૂટનો ફાયદો લેવા માટે તમારે ઇકોનોમી ક્લાસમાં ઓછામાં ઓછી 4 ટિકિટ બૂક કરાવવાની રહેશે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર