Home /News /lifestyle /Heart Shape pizza recipe: હગ ડે પર પાર્ટનર માટે બનાવો હાર્ટ શેપ પિઝા, મોટી સરપ્રાઇઝ મળશે

Heart Shape pizza recipe: હગ ડે પર પાર્ટનર માટે બનાવો હાર્ટ શેપ પિઝા, મોટી સરપ્રાઇઝ મળશે

આ પીઝા ફટાફટ ઘરે બની જાય છે.

Heart Shape Pizza Recipe: હાર્ટ શેપ પિઝા તમે હગ ડે પર બનાવો છો પાર્ટનરને મોટી સરપ્રાઇઝ મળે છે. હાર્ટ શેપ પિઝા તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ પિઝા ટેસ્ટમાં મસ્ત બને છે અને ખાવાની મજા આવે છે. તો નોંધી લો જલદી આ રેસિપી.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે હગ ડે..આ દિવસને સ્પેશયલ બનાવવા માટે લોકો જાતજાતની તૈયારીઓ કરતા હોય છે. આ દિવસને તમે પણ ખાસ બનાવવા ઇચ્છો છો તો હાર્ટ શેપ પિઝા ઘરે બનાવો. હાર્ટ શેપ પિઝા તમારા માટે એક મોટી સરપ્રાઇઝ છે. આ પિઝા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. આ પિઝાની સૌથી મોટી ખાસિયત એ છે કે સરળતાથી ઘરે બની જાય છે અને કોઇ જાતનો કંટાળો પણ આવતો નથી. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો હાર્ટ શેપ પિઝા.

સામગ્રી


બે કપ મેંદો

અડધો કપ દૂધ

એક ચમચી યીસ્ટ

આ પણ વાંચો:રાજસ્થાની સ્પાઇસી ચટણી ઘરે બનાવવા નોંધી લો આ રીત

બે ચમચી ઓલિવ ઓઇલ

જરૂર મુજબ પિઝા સોસ

સજાવટ માટે


એક કપ મશરૂમ

બે ડુંગળી

બે શિમલા મરચા

એક કપ મોઝરેલા ચીઝ

એક ચમચી ચિલી ફ્લેક્સ

બનાવવાની રીત



  • હાર્ટ શેપ પિઝા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટું વાસણ લો અને એમાં મેંદો નાખો.


આ પણ વાંચો:વધેલી પૂરીમાંથી આ રીતે ઘરે બનાવો 'પૂરી પિઝા'



    • હવે એક વાસણમાં દૂધ નાંખો અને એને ગેસ પર ધીમા ગેસે ગરમ કરી લો.

    • દૂધ થોડુ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.

    • પછી આમાં ડ્રાય યીસ્ટ અને ખાંડ મિક્સ કરો.

    • દૂધને 10 થી 15 મિનિટ માટે અલગ મુકી દો.

    • જ્યારે દૂધમાં યીસ્ટની અસર દેખાય એટલે મેંદામાં નાખીને મિક્સ કરી લો.

    • ઉપરથી થોડુ તેલ લગાવો અને સ્વાદાનુંસાર મીઠું નાંખીને લોટ બાંધી લો.

    • લોટને ઓછામાં ઓછો 5 મિનિટ માટે ગુંથી લો જેથી કરીને એ નરમ થઇ જાય.

    • પછી લોટને એક કપડામાં ઢાંકીને 2 કલાક માટે મુકી રાખો.

    • આ સમયે યીસ્ટને કારણે લોટ ફુલી જશે.

    • હવે મશરૂમ, શિમલા મરચા અને ડુંગળીને કટ કરી લો.

    • લોટ લો અને ગોળ રોટલીની જેમ વણી લો.

    • પછી હાર્ટ શેપમાં કટ કરી લો.

    • આ પ્રોસેસ થઇ જાય પછી નાના-નાના કાણાં કરી લો.

    • નોનસ્ટિક પેન લો અને મીડિયમ ગેસે ગરમ કરી લો.

    • પેન ગરમ થઇ જાય પછી પિઝાનો બેઝ મુકીને ધીમા ગેસે શેકી લો.






  • જ્યારે પિઝાનો રોટલો થોડો શેકાઇ જાય પછી એની પર 2 થી 3 ચમચી પીઝા સોસ લગાવો અને ચીઝ નાંખો.

  • બધા જ શાકભાજી નાખીને ગાર્નિશ કરીને ઢાંકી દો અને ચિઝ મેલ્ટ થવા દો.

  • ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ નાંખો.

  • તો તૈયાર છે હાર્ટ શેપ પીઝા.

First published:

Tags: Life Style News, Recipes, Valentine Day, Valentine Day Special