મહિલાઓને કેન્સર આપતો HPV પુરુષો માટે પણ ખતરો, જનનાંગોની આ બીમારીથી આવી રીતે બચો

પ્રતિકાત્મક તસવીર

Human Papillomavirus: સામાન્ય રીતે માનવામાં આવે છે, કે HPVને કારણે માત્ર મહિલાઓના જનનાંગોમાં કેન્સર થઈ શકે છે. પરંતુ આ ધારણા એકદમ ખોટી છે. WHO અનુસાર અનેક એવા પુરાવા મળ્યા છે, જેનાથી સાબિત થઈ શકે છે, કે પુરુષોને HPVના સંક્રમણથી કેન્સરની બિમારી થઈ શકે છે. હેલ્થલાઈને આ અંગે કેટલીક માહિતી આપી છે, તે અહીંયા જણાવવામાં આવી છે.

  • Share this:
    Know About Human papillomavirus: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર સમગ્ર વિશ્વમાં દર વર્ષે 5 લાખથી વધુ સર્વાઈકલ કેન્સર (cervical cancer)ના મામલા સામે આવે છે. મહિલાઓના જનનાંગોમાં થતું આ કેન્સર એક સામાન્ય બિમારી છે. આ બિમારી હ્યુમન પેપિલોમા વાયરસ (Human papillomavirus) HPV ને કારણે થાય છે. સૌથી પહેલા જનનાંગોમાં આ વાયરસનું સંક્રમણ ફેલાય છે. થોડાક વર્ષ બાદ આ વાયરસને કારણે સર્વાઈકલ કેન્સર થાય છે. સામાન્ય રીતે માનવામાં આવે છે, કે HPVને કારણે માત્ર મહિલાઓના જનનાંગોમાં કેન્સર થઈ શકે છે. પરંતુ આ ધારણા એકદમ ખોટી છે. WHO અનુસાર અનેક એવા પુરાવા મળ્યા છે, જેનાથી સાબિત થઈ શકે છે, કે પુરુષોને HPVના સંક્રમણથી કેન્સરની બિમારી થઈ શકે છે. હેલ્થલાઈને આ અંગે કેટલીક માહિતી આપી છે, તે અહીંયા જણાવવામાં આવી છે.

    HPV શું હોય છે?
    HPV સમગ્ર દુનિયામાં ફેલાયેલ એક સામાન્ય વાયરસ છે, જેના 100થી અધિક પ્રકાર હોય છે. તેમાંથી 14 પ્રકાર એવા છે, જેના કારણે કેન્સર થઈ શકે છે. મહિલા અને પુરુષોના જનનાંગોમાં HPVનું સંક્રમણ થાય છે. HPVના સંક્રમણને કારણે સર્વાઈકલ કેન્સર થઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર શારીરિક સંબંધ બનાવવાથી HPVનું સંક્રમણ ફેલાય છે. કેટલાક પુરાવામાં જાણવા મળ્યું છે કે, HPVનું સંક્રમણ મળદ્વાર (Anus), પ્રજનનમુખ (Vulva), વજાઈના (Vagina), પેનિસ (Penis), ઓરોફરીનક્સ (Oropharynx)માં થઈ શકે છે.

    HPV સંક્રમણના લક્ષણ
    HPV સંક્રમણમાં પુરુષોના પ્રજનન અંગની આસપાસ લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે પ્રજનન અંગની આસપાસ ગાંઠ, મસાની જેમ દેખાવા લાગે છે. આ લક્ષણ HPV સંક્રમણના જ હોય તેવું જરૂરી નથી, કારણ કે સો પ્રકારના HPV સંક્રમણમાંથી માત્ર અમુક પ્રકાર જ કેન્સરનું કારણ બની શકે છે. જો આ પ્રકારના લક્ષણો વધુ દિવસો સુધી જોવા મળે તો, ડૉકટરનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ.

    અમેરિકાના હ્યુસ્ટનમાં ઉતાહ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ (Utah Department of Health in Houston)ના પ્રોફેસર આશિષ દેશમુખે આ અંગે કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, લગભગ 70 ટકા લોકોને ખબર જ નથી હોતી કે, HPV સંક્રમણને કારણે એનલ (Anal), પેનાઈલ (Penile) અને ઓરલ કેન્સર (Oral cancers) પણ થઈ શકે છે. મોટાભાગના લોકો માને છે, કે સર્વાઈકલ કેન્સર માત્ર મહિલાઓને જ થાય છે.

    આ સંક્રમણથી કેવી રીતે બચવું?
    જો પ્રજનન અંગોની આસપાસ આ પ્રકારના લક્ષણો જોવા મળે તો, શારીરિક સંબંધ ના બનાવવો જોઈએ. ડૉકટરની સલાહ લીધા બાદ શારીરિક સંબંધ બનાવવો જોઈએ.

    આ પણ વાંચોઃ-Diabetesના દર્દીઓ સાઈકલ ચલાવે, તો તેમનું મૃત્યું થવાનું જોખમ 35 ટકા સુધી ઓછું: રિસર્ચ

    સુરક્ષિત યૌન સબંધ બાંધવો
    HPV સંક્રમણને કારણે થતા કેન્સરનો કોઈ જ ઈલાજ નથી, પરંતુ તેના માટે વેક્સીન બનાવવામાં આવી છે. 45 વર્ષથી ઓછી ઉંમરના લોકો આ વેક્સીન લઈને HPV સંક્રમણથી થતા કેન્સરથી બચી શકે છે.
    Published by:ankit patel
    First published: