Home /News /lifestyle /વર્ષે 50 સિગરેટ પીવા કરતા પણ ઘાતકી છે નકારાત્મક વિચાર, રોગપ્રતિકારક શક્તિ સાથે છે સીધો સંબંધ

વર્ષે 50 સિગરેટ પીવા કરતા પણ ઘાતકી છે નકારાત્મક વિચાર, રોગપ્રતિકારક શક્તિ સાથે છે સીધો સંબંધ

પ્રતિકાત્મક તસવીર

કોરોના કાળમાં સૌથી વધુ સાંભળવા અને વાંચવા મળેલો શબ્દ રોગપ્રતિકારક શક્તિ છે. ઘણા લોકો તેને ઇમ્યુનિટી પાવર પણ કહે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે તેઓને સક્રમણ લાગવાનો ડર ઓછો થઈ જાય છે.

  નવી દિલ્હી : કોરોના કાળમાં સૌથી વધુ સાંભળવા અને વાંચવા મળેલો શબ્દ રોગપ્રતિકારક શક્તિ છે. ઘણા લોકો તેને ઇમ્યુનિટી પાવર પણ કહે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે તેઓને સક્રમણ લાગવાનો ડર ઓછો થઈ જાય છે. જો લાગી જાય તો પણ દર્દી ગંભીર થતો નથી. આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નવા નવા રસ્તા શોધવામાં આવી રહ્યા છે.

  ઘણા અભ્યાસમાં સામે આવ્યું છે કે, જીવન અને પોતાની તંદુરસ્તી માટે સકારાત્મક વિચાર ધારવતા લોકો બીમારી સામે ખૂબ સારી રીતે લડી શકે છે. ડ્યુક યુનિવર્સિટીમાં એટીટ્યુટ અને ઇમ્યુનિટીના સબંધને સમજવા માટે એક પ્રયોગ કરાયો હતો. જેના હેઠળ 15થી 50 વર્ષના 3000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ પોતાનું સ્વાસ્થ્ય કઈ શ્રેણીમાં રાખે છે. આ માટે ખૂબ ખરાબથી ખૂબ સારી કહેવાતી ચાર કેટેગરીઓ તૈયાર કરવામાં આવી હતી.

  ઉંમરમાં ત્રણ ગણો ફર્ક

  જે લોકોએ પોતાના સ્વાસ્થ્ય ખરાબ ગણાવ્યું તેમના કરતા પોતાનું શાનદાર સ્વાસ્થ્ય હોવાનું ગણાવનાર લોકોનું જીવન જીવવા અને જીવિત રહેવાનો દર ત્રણ ગણો હતો. ઉલ્લેખનીય છે કે, સંશોધનમાં સમાન લોકો લેવામાં આવ્યા હતા. જેઓ ખરેખર સ્વસ્થ હતા અને તેમને હાઈ બી.પી, ડાયાબિટીસ કે કેન્સર જેવી કોઈ સમસ્યા નહોતી. છતાં પણ તેઓ પોતાને નબળા સ્વાસ્થ્યના માનતા હતા.

  ધુમ્રપાન જેટલી જ ખરાબ અસર કરે છે તે નકારાત્મકતા

  જોન હોપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસ પરથી વધુ સારા તારણો મળી આવ્યા છે. આ અભ્યાસમાં પાંચ હજારથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ લોકોની ઉંમર 65 વર્ષથી વધુની હતી. અભ્યાસમાંથી જાણવા મળ્યું કે, જે લોકો પોતાને નબળા માનતા હતા, તેમનું મોત પાંચ વર્ષમાં જ થઈ ગયું. ત્યારે જે લોકો પોતાની જાતને મજબૂત માનતા હતા, તેઓ અનેક પ્રકારની બિમારી બાદ પણ જીવન જીવી રહ્યા હતા. શોધકર્તાઓએ નોંધ્યું કે, તંદુરસ્તી અને જીવનને લઇને નકારાત્મક વિચાર એક વર્ષમાં 50થી વધુ સિગરેટ પીવા અથવા હાર્ટ ફેલ થવા કરતાં પણ વધુ ખરાબ અસર પાડે છે.

  નકારાત્મક વિચારથી શરીરમાં શું થાય છે?

  આરોગ્ય અથવા જીવન વિશે નબળી વિચારણાથી લાંબી બીમારી નોંતરે છે. ક્રોનિક સ્ટ્રેસ પેદા કરે છે. આની અસર આપણા હોર્મોન્સ પર થાય છે. જે મગજમાં આનંદ આપતા હોર્મોન્સના સ્ત્રાવને ઘટાડે છે. ડોપામાઇન નામનું આ હોર્મોન ઓછું થાય છે, તેમ તેમ આપણી રોગપ્રતિરક્ષા પણ ઓછી થવા લાગે છે.

  કઈ કઈ બીમારીનો ખતરો

  તણાવ અને નકારાત્મક વિચારની ખરાબ અસર આપણા ડીએનએ પર થતી હોવાનું વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે. તેના કારણે DNAના ટોચ પર જોવા મળતી ટેલોમીટર નાના હોય છે. જેનાથી સફેદ વાળ, હાડકા નબળા પાડવા જેવા વૃદ્ધત્વના લક્ષણ વહેલા આવે છે, આ સાથે જ હાઈપર ટેન્શન અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ તથા પાચનતંત્ર સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો પણ વધે છે. આ તમામ રોગો ફરી એકવાર રોગપ્રતિકારક શક્તિ પર અસર કરે છે. પરિણામે વ્યક્તિ ફરી રોગમાં સપડાય તેવી દહેશત રહે છે.

  હવાથી ફેલાતી બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે

  જે લોકો સકારાત્મક વિચારતા હોય તેમની ઉંમર વધે છે. આવા લોકોનો ડિપ્રેશનમાં જવાનો ખતરો ઓછો થઇ જાય છે. આવા લોકો હવાથી ફેલાતી બીમારીઓ સામે અનેક પ્રકારે સુરક્ષિત હોવાનું પણ રિપોર્ટમાં નોંધાયું છે. હંમેશા ખુશ રહેતી અને પોતાને તંદુરસ્ત માનતી વ્યક્તિ શરદી-ખાંસી જેવી બીમારીઓનો તુરંત ભોગ નથી બનતી.

  કઇ કઈ વસ્તુથી સકારાત્મકતા વધે

  કસરતથી સકારાત્મકતા વધે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ અડધા કલાકનું વર્કઆઉટ ડોપામાઇન હોર્મોન ઉત્પન્ન કરે છે. જે ખુશ થવામાં મદદ કરે છે. તેનાથી તંદુરસ્તી મળે છે.

  હકારાત્મક વિચારસરણી માટે આહારનું મહત્વ

  સારું ખાશો તો વિચારશો પણ સારું. અહીં સારું ખાવાનો અર્થ સ્વાદિષ્ટ ખાવાનું નથી. ઉંમર અને કાર્ય અનુસાર આહાર લેવો જોઈએ. જેમાં પ્રોટીન, કાર્બ્સ, વિટામિન્સ અને ખનિજો સાથેનો સંતુલિત ખોરાક હોવો જોઈએ. જે નકારાત્મક વિચાર સાથે મેદસ્વીપણા અને અન્ય લાંબી રોગોથી બચાવે છે.
  First published:

  Tags: Corona in india, Health News, Health Tips, Immunity

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો