લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બજારમાં મળતું મધ શુદ્ધ છે કે નહીં તેને કેવી રીતે ચકાશવું.. તે પ્રશ્ન હમેશાં થાય છે. ઘરમાં લઇને આવવામાં આવતું મધ અસલી છે કે નકલી તેની ચકાશણી સૌકોઇ કરવા ઇચ્છે છે પણ કેવી રીતે આ મધની ખરાઇ કરવી તે કોઇ નથી જાણતું.
ત્યારે ચાલો અમે આપને કેટલીક ટ્રિક્સ જણાવીએ તેનાંથી માલૂમ પડશે કે મધ અસલી છે કે નકલી?
-શુદ્ધ મધમાંથી સુંગધ આવે છે અને તે ઠંડીની સિઝનમાં જામી જાય છે જ્યારે ગરમીની ઋતુમાં પીગળી જાય છે. -મધનાં ટીપા પાણીમાં નાખશો તો જો તે શુદ્ધ મધ હશે તો તે પાણીમાં ટકી રહેશે જ્યારે નકલી મધ હશે તો તે પાણીમાં ભળી જશે. -જો તમે રૂની વાટ બનાવીને મધમાં પલાળીને તેને સળગાવશો તો વાટ સળગતી રહેશે. નકલી મધ વાળી વાટ હશે તો તે સળગશે નહીં. -જો અસલી મધ હોય તોકાગળ ઉપર મધ રાખવાથી નીચે ડાઘ પડતો નથી. -શુદ્ધ મધ ક્યારેય કુતરાં ખાતા નથી. -કપડાં ઉપર મધ નાખો અને લુછી કાઢો. અસલી મધ કપડાં પર ચોંટશે નહીં. -કાચની એક ડિશ લઈ તેમાં મધને હળવે હળવે ટપકાવો, જો તે કાચની ડિશમાં ઠરી જશે. તો તે મધ શુદ્ધ છે. જો ભેળસેળ યુક્ત મધ હશે તો પ્લેટમાં ફેલાશે અને છૂટું પડી જશે.
મધનાં હેલ્ધી ઉપાય
-એક ચમચી સુદ્ધ મધ ઠંડા પાણીમાં ભેળવીને પીવાથી પેટનાં દુખાવા દૂર થાય છે. -મધમાં એક ચપટી સુઠ ભેળવીને ચાટવાથી ખુબજ ફાયદો થાય છે. -હુફાળાં પાણીમાં ચમચી મધ ભેળવીને પીવાથી પેટ સાફ આવે છે અને ચરબીનાં થર ઉતરે છે. -મધમાં વરીયાળી, ધાણા અને જીરાં ચૂર્ણ ભેળવીને ચાટવની ઝાડા થયા હોય તો તેમાં રાહત મળે છે. -મધમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર નિયમિત લગાવવાથી ચેહરો કાંતિવાન બને છે.