શિયાળામાં હાથની કોણી કાળી થઇ ગઇ હોય તો આમ કરો સફાઇ


Updated: January 18, 2020, 4:32 PM IST
શિયાળામાં હાથની કોણી કાળી થઇ ગઇ હોય તો આમ કરો સફાઇ
પ્રતિકાત્મક તસવીર

લીંબુમાં સેટ્રિક એસિડ હોય છે. જે ત્વચાને ટૉન કરે છે.

  • Share this:
શિયાળો આવતા જ ચહેરા સમતે શરીરના કેટલાક ભાગ કાળા પડી જતા હોય છે. વળી શિયાળામાં ઠંડીના કારણે શરીર પર મેલ પણ વધુ જમા થાય છે. ત્યારે શિયાળો જતા જ આ હાથ અને પગની કાળાશ તમારા માટે સમસ્યા બની જાય છે. વળી ધણીવાર તો હાથની કોણી એટલી કાળી પડી જાય છે કે સ્વેટર ઉતારતી વખતે આપણને પણ નવાઇ લાગે છે કે આપણા હાથ આટલા કાળા પડી ગયા. ત્યારે શિયાળામાં જો તમારા પણ હાથ અને પગ કાળા થઇ ગયા હોય, ખાસ કરીને કોણી કાળી પડી ગઇ હોય તો આ ઘરેલુ ઉપચાર તમે અજમાવી શકો છો.

ખાટા ફળો સ્કિન ટોપને સરસ કરવામાં ખાસ કારગર સાબિત થાય છે. હાથ અને કોણીની આ કાળાશને ઓછી કરવા માટે અમે તમને એકદમ સરળ ઘરેલુ ઉપચાર જણાવવા જઇ રહ્યા છે. જે હાથની કાળશ દૂર કરવાની સાથે તમારા હાથ અને કોણીને મુલાયમ પણ બનાવશે.

લીંબુ

લીંબુમાં સેટ્રિક એસિડ હોય છે. જે ત્વચાને ટૉન કરે છે. લીંબુ ત્વચાને નેચરલ બ્લચિંગ આપે છે. લીંબાને હાથની કોણી કે હાથ પર લગાવો અને 5 થી 10 મિનિટ પછી હાથ પાણીથી સાફ કરી લો.

મધ
મધની અંદર પણ એન્ટી એજિંગ ગુણો હોય છે. તે એન્ટી ઓખ્સીડેન્ટ્સ પણ હોય છે. તેના ઉપયોગથી પણ લાભ થાય છે. તમે હાથની કોણી પણ મધ અને લીબુંનો રસ લગાવીને રાખો અને થોડી વાર પછી સ્ક્રબરથી હળવા હાથે ચોખ્ખા પાણીથી સાફ કરી લો.બેકિંગ સોડા
બેકિંગ સોડા પણ શરીર પર ડેડ સ્ક્રીન દૂર કરવામાં મદદરૂપ થાય છે. તમે એક વાટકીમાં લીંબુનો રસ, મધ અને બેકિંગ સોડાની એક ચમચીને મિક્સ કરો. આ મિશ્રણને જ્યાં ત્વચા કાળી પડી ગઇ હોય ત્યાં લગાવો. થોડું મસાજ અને સ્ક્રબ કરો. પછી 10 મિનિટ રાખી તેને પાણીથી સાફ કરી લો. આ પછી 2-3 કલાક સાબુનો ઉપયોગ ન કરો. હાથ મુલાયમ બનશે અને કાળાશ પણ ઓછી થશે.
Disclaimer : આ લેખમાં આપેલી જાણકારી સર્વસામાન્ય છે. ન્યૂઝ18 ગુજરાતી તેની કોઇ પૃષ્ઠી નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા જાણકારથી સંપર્ક કરો.
First published: January 18, 2020, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading