સમયસર રસીકરણ: બાળકના સારા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય

સમયસર રસીકરણ: બાળકના સારા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય
પ્રતિકાત્મક તસવીર

બાળકની સંપૂર્ણ સલામતીની ખાતરી કેવી રીતે અને શા માટે મહત્વની છે તે જાણીએ

 • Share this:
  'પાણી પહેલા પાળ બાંધવી'.

  આ એક જૂની કહેવત છે પણ ઘણી બાબતો માટે સાચી પુરવાર થઈ છે. ખાસ કરીને જ્યારે તમારા બાળકની સલામતી અને સ્વાસ્થ્યની વાત આવે ત્યારે આ વાત હમેશા યાદ રાખવી. રસીકરણની વાત આવે, ત્યારે નવા માતાપિતા અથવા ટૂંક સમયમાં બનનારા માતાપિતાના મનમાં ઘણી શંકાઓ રહે છે. જો કોઈ પણ જાતની શંકાના હોય તો અમારી વિનંતી છે કે આગળ પગલાં લેતા પહેલા તમારા બાળ ચિકિત્સકની સલાહ લેવી. ત્યાર બાદ, રસીકરણ ખરેખર શું છે, તેઓ કેવી રીતે કાર્ય કરે છે, અને સમયસર રસીકરણના મહત્વ વિષે થોડી માહિતી મેળવવી.

  સમયસર રસીકરણ કેમ મહત્વપૂર્ણ છે?

  લાંબા ગાળાના રક્ષણ માટે સમયસર રસીકરણ (બાળ ચિકિત્સક દ્વારા સૂચવાયેલ શેડ્યૂલ મુજબ) ખૂબ જરૂરી છે. તમારા બાળકને એવા વિવિધ રોગોની ઇમ્યુનિટી બનાવવાની જરૂર છે, જે જીવન જોખમી બિમારીઓમાં બની શકે છે. બાળકો સંપૂર્ણ રીતે વિકસિત નથી હોતા, જેને કારણે આવા રોગોનું જોખમ તેમને વધુ હોય છે. અને આ બીમારીઓથી ફક્ત તેમને જોખમ નથી, પરંતુ એકવાર બીમાર પડ્યા બાદ તેમના દ્વારા આ રોગ બીજા સુધી ફેલાવવાની સંભાવના પણ રહે છે. આ રીતે રસીકરણ ફક્ત તમારા બાળકની સુરક્ષામાં જ નહીં પરંતુ સંક્રમણના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.

  બાળકોને ઓરી અથવા પરટ્યુસિસ જેવા રોગો થવાની સંભાવના ઓછી છે, પણ કંઈ ખોટું ન બને તેની ખાતરી કરવી જરૂરી છે. રસીકરણ એટલુ જ જરૂરી છે જેટલું ડ્રાઇવિંગ કરતા સમયે સીટ બેલ્ટ પહેરવું. રસીઓ અને ખાસ કરીને સમયસર આપેલ રસીઓ, ખુબજ મહત્વની છે.

  તમારું વેક્સિનેશન કાર્ડ તપાસવું અને કોઈ શંકા હોય તો તમારા બાળ ચિકિત્સકની સલાહ લેવી.

   

  તમારા બાળકના રસીકરણના શેડ્યુલ પર કોવિડ-19 અસર કેટલી?

  આ ઘણો મુશ્કેલ સમય છે, અને અત્યારે દરેક માતાપિતાને તેમના બાળકના સ્વાસ્થ્ય વિશે ચિંતા છે. આવા સમયે કે જ્યારે બાળકને અનેક બિમારીનું જોખમ છે ત્યારે તેના રસીકરણના શેડ્યુલને કેવી રીતે જાળવવું તેના અંગે તમને ઘણી શંકા હશે.

  ચિંતા ના કરશો. WHO એ રસીકરણને એક આવશ્યક સેવા જાહેર કરી છે. તમારા અને તમારા બાળકની સલામતી સુનિશ્ચિત કરવા માટે, તમે જ્યારે આવશ્યક વસ્તુઓ લેવા માટે ઘરની બહાર નીકળો છો ત્યારે ધોરણોનું પાલન કરો છો તેજ ધોરણોનું પાલન રસીકરણના સમયે કરવું. આલ્કોહોલ બેઝ સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવો, હાજાર રહેલ દરેક વ્યક્તિએ માસ્ક પહેરેલ છે તેની ખાતરી કરવી, દરેક સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, બહાર હોવ ત્યારે કોઈપણ પ્રકારનો સંપર્ક ટાળવો અને ડિજિટલ રૂપે ચુકવણી કરવી. આ બધા પગલાઓનું અવલોકન કરીને તમે પોતાને અને તમારા બાળકને સલામત અને સ્વસ્થ રાખી શકો છો.

  બાળકોનું ધ્યાન રાખવું એક મુશ્કેલ કામ છે, અને માતાપિતા તરીકે તમારા બાળકની સલામતી એ હંમેશાં પ્રાથમિકતા હોય છે. અમે તમારી ચિંતાઓ સમજીએ છીએ. સમયસર રસીકરણો આ ચિંતાઓ દૂર કરવામાં ઘણી મદદ કરે છે. તેથી તમારા બાળ ચિકિત્સકની સલાહ લ્યો અને પોતાને અને તમારા બાળકને સુરક્ષિત રાખો.  Disclaimer: Information appearing in this material is for general awareness only. Nothing contained in this material constitutes medical advice. Please consult your physician for medical queries, if any, or any question or concern you may have regarding your condition. Issued in public interest by GlaxoSmithKline Pharmaceuticals Limited. Dr. Annie Besant Road, Worli, Mumbai 400 030, India. NP-IN-GVX-OGM-200062, DOP July 2020.  રેફરેન્સ:

  https://www.cdc.gov/vaccines/parents/why-vaccinate/vaccine-decision.html  https://www.cdc.gov/vaccines/parents/visit/vaccination-during-COVID-19.html

  https://www.who.int/immunization/news_guidance_immunization_services_during_COVID-19/en/
  Published by:Chaitali Shukla
  First published:July 30, 2020, 09:55 am

  टॉप स्टोरीज