ઉનાળામાં ત્વચાની સંભાળ માટે મીઠાનો આવી રીતે કરો ઉપયોગ, તકલીફોમાંથી મળશે છુટકારો

પ્રતિકાત્મક તસવીર

મીઠું સ્કિન કેયર માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તેની મદદથી તમે સ્કિનને લગતી સમસ્યાઓને દૂર કરી શકો છો

  • Share this:
નવી દિલ્હી : ઉનાળાની સિઝનમાં સ્કિનને ઘણી પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે ધૂળ અને પરસેવો સમસ્યાને વધુ વિકટ બનાવી દે છે. જેના કારણે ત્વચા ઓઇલી થઈ જાય છે. ખીલ અને ફોડલીઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં ત્વચાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે જરૂરી છે. સ્કિનના પોર્સ પણ ક્લીન હોવા જોઈએ. ઉનાળાની સિઝનમાં સ્કીન પ્રોબ્લેમને દૂર રાખવા માટે અનેક ઘરેલુ ઉપચારો પણ છે. સામાન્ય સમસ્યાને આવા ઉપચારો ગણતરીની મિનિટોમાં દૂર કરે છે.

મીઠું સ્કિન કેયર માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તેની મદદથી તમે સ્કિનને લગતી સમસ્યાઓને દૂર કરી શકો છો. તો ચાલો ઉનાળામાં મીઠાની મદદથી સ્કીન કેર કઈ રીતે કરી શકાય તે અંગે જાણકારી મેળવીએ.

ટોનર તરીકે ઉપયોગ

જો તમારી સ્કિન ઓઈલી હોય તો તમારે ટોનરનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેનાથી સ્કિન પર એકઠા થતા વધારાના ઓઇલને કંટ્રોલ કરી શકાય છે. તે ચહેરા પર કસાવટ લાવે છે. આટલું જ નહીં, આનો ઉપયોગ કરવાથી મોઢા ઉપર કુદરતી ગ્લો આવે છે. ટોનર સ્કીન પોર્સને પણ નાના કરી દે છે. તે સીબમ પ્રોડકશનને પણ કંટ્રોલ કરે છે. નમકને ટોનરની જેમ ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ એક નાની સ્પ્રે બોટલમાં હૂંફાળું પાણી લો અને તેમાં નાની ચમચી નમક નાંખો. તમારું ટોનર તૈયાર છે. હવે તમે ઇચ્છો ત્યારે તેને મોઢા પર સ્પ્રે કરી શકો છો.

નહાવાના પાણીમાં ઉપયોગ

જ્યારે પણ તમે નહાવા જાવ ત્યારે 10 મિનિટ પહેલાં તમારા બાથમાં 4થી 5 ચમચી મીઠું નાખી દો. તે પછી તમે તેમાં 15 મિનિટ બેસી રહો. ઉનાળામાં ત્વચાની બધી સમસ્યાઓમાંથી તે છુટકારો આપશે અને ક્ષતિગ્રસ્ત ત્વચાને સુધારશે.

સ્ક્રબિંગના રૂપમાં પ્રયોગ

જો તમારી ત્વચા પર ટેનિંગ આવી ગઈ હોય તો તમે સ્ક્રબિંગ માટે મીઠું અથવા રોક મીઠું વાપરી શકો છો. આ માટે એક ચમચી નાળિયેર તેલ અને એક ચમચી મીઠું લઈ મિશ્રણ બનાવો. હવે તેને સ્ક્રીન પર લગાવો. હળવા હાથે રબ કરો. તે ડીપ ક્લિનિંગ કરવાની સાથે ટોનિંગથી પણ છુટકારો આપશે. એટલું જ નહીં, તેના ઉપયોગથી પરસેવાની ગંધ પર દૂર થશે.

ફેસમાસ્ક તરીકે

ચહેરાની રોનક ફરીથી લાવવા માટે તમે ત્રણ ચમચી મધ અને એક ચમચી નમકનું મિશ્રણ ચહેરા પર લગાવો. દસ મિનિટ બાદ સ્વચ્છ પાણીથી ધોઈ લો.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞ નો સંપર્ક કરો)
First published: