Home /News /lifestyle /60 દિવસમાં વાળ ઢીંચણ સુધી લાંબા કરી દો: આ રીતે ચા પત્તી અને ચોખાના પાણીનો ઉપયોગ કરો

60 દિવસમાં વાળ ઢીંચણ સુધી લાંબા કરી દો: આ રીતે ચા પત્તી અને ચોખાના પાણીનો ઉપયોગ કરો

લાંબા વાળ દરેકને ગમતા હોય છે.

Hair care: આજની આ ફાસ્ટ લાઇફ તમારા વાળને અનેક રીતે ડેમેજ કરે છે. આ સાથે ગ્રોથ અટકી જાય છે. આ સમયે વાળની પ્રોપર કેર કરવી ખૂબ જરૂરી છે. આમ, તમને વાળનો ગ્રોથ વધારવા ઇચ્છો છો તો હેર ચા પત્તી અને ચોખાનું પાણી તમને બેસ્ટ રિઝલ્ટ આપે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોને લાંબા વાળ ગમતા હોય છે. લાંબા વાળ સ્ત્રીની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવે છે. લાંબા વાળ તમારા લુકને સ્માર્ટ બનાવે છે. પરંતુ આજના આ સમયમાં ન્યૂટ્રિએન્ટ્સની ઉણપને કારણે તેમજ પ્રદુષણને કારણે વાળ ઝડપથી વધતા નથી અને ગ્રોથ અટકી જાય છે. આ સાથે જ વાળ ડેમેજ પણ વધારે થાય છે. આવી સ્થિતિમાં સ્ટાર્ચ અને પ્રોટીન ટ્રિટમેન્ટ લેવી ખૂબ જરૂરી છે. આ ટ્રિટમેન્ટ તમને બેસ્ટ રિઝલ્ટ આપવાનું કામ કરે છે. આ સાથે જ વાળનો ગ્રોથ ફટાફટ વધારે છે. તો જાણો કેવી રીતે 60 દિવસની અંદર વાળનો ગ્રોથ વધારશો.

આ પણ વાંચો:ધક ધક ગર્લ આ હોમમેડ ફેસથી પોતાને યંગ રાખે છે

ચોખાના પાણીથી વાળને લાંબા કેવી રીતે કરશો - How to use rice water for hair growth?


ચોખાના દાણામાં 70-80 ટકા સ્ટાર્ચ હોય છે. એવામાં ચોખાનું સ્ટાર્ચયુક્ત પાણી વાળને એમીનો એસિડ, વિટામીન બી, વિટામીન ઇ, ખનીજ અને સાથે અનેક પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ્સ આપવાનું કામ કરે છે. આ તમારા વાળમાં શાઇન લાવવામાં, લાંબા કરવામાં તેમજ મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. આ માટે ચોખાને બાફીને એનું પાણી કાઢી લો. આ પાણીને તમે વાળમાં લગાવો અને 40 મિનિટ તેમજ એક કલાક સુધી રહેવા દો. પછી હેર વોશ કરી લો.

આ પણ વાંચો:સ્ટેપ બાય સ્ટેપ આ રીતે છાશથી હેર વોશ કરો

ચા પત્તીનું પાણી વાળમાં લગાવવાથી શું થાય - How to use black tea for hair growth?


દરેક લોકોના રસોડામાં ચા પત્તીનો ઉપયોગ થતો હોય છે. ચા પત્તી વાળની અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. આમ, જો તમે લાંબા વાળ ઇચ્છો છો તો ચા પત્તીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો.



આ માટે તમે ચા પત્તી ઉકાળી લો અને પછી એનું પાણી ગાળી લો. હવે આ પાણીને વાળમાં લગાવો. પછી ઠંડા પાણીથી હેર વોશ કરી લો. થોડી વાર રહીને શેમ્પૂ કરો. આ સાચી રીત તમારા વાળનો ગ્રોથ ફટાફટ વધારે છે. આ સાથે જ તમારા વાળ કાળા થાય છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)


First published:

Tags: Hair Care tips, Life Style News, Long hair

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો