Home /News /lifestyle /સફેદ હેરને નેચરલી રીતે કાળા કરવા આ 4 રીતે ડુંગળીનો રસ નાંખો વાળમાં, મસ્ત રિઝલ્ટ મળશે

સફેદ હેરને નેચરલી રીતે કાળા કરવા આ 4 રીતે ડુંગળીનો રસ નાંખો વાળમાં, મસ્ત રિઝલ્ટ મળશે

આ રીતે ડુંગળીના રસથી વાળને કાળા કરો

How to use onion for naturally black hair: અનેક લોકોને આ ફાસ્ટ લાઇફમાં વાળને લગતી સમસ્યાઓ હોય છે. નાના બાળકોથી લઇને મોટા એમ દરેક લોકોના વાળ દિવસેને દિવસે વ્હાઇટ થતા જાય છે. જો તમે ડુંગળીના રસનો આ રીતે ઉપયોગ કરશો તો ધોળા વાળ કાળા થઇ જશે.

વધુ જુઓ ...
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ સમયમાં અનેક લોકોના વાળ નાની ઉંમરમાં સફેદ થઇ જાય છે. વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. સફેદ વાળમાંથી છૂટકારો મેળવવા માટે અનેક લોકો જાતજાતની ટ્રિટમેન્ટ લેતા હોય છે. કોઇ વાળમાં ડાઇ નાંખે છે તો કોઇ વાળમાં કલર કરાવે છે. આ સાથે જ ઘણાં લોકો વાળમાં બીજા અનેક પ્રકારની મદદ લઇને ધોળા વાળને કાળા કરતા હોય છે. સફેદ વાળ કોઇને ગમતા હોતા નથી. પરંતુ તમને જણાવી દઇએ કે જો તમે ડુંગળીને આ રીતે ઉપયોગમાં લો છો તો તમારા સફેદ વાળ નેચરલી રીતે કાળા થાય છે અને સાથે વાળને લગતી આ સમસ્યાઓ પણ દૂર થાય છે. તો જાણો તમે ડુંગળીના આ ઉપાયો વિશે.

  ડુંગળીનો રસ


  એક ડુંગળી લો અને એને સારી રીતે પીસી લો. ત્યારબાદ આ રસને ગાળી લો અને એક સ્પ્રે બોટલમાં ભરી લો. રાત્રે ઊંઘતા પહેલા વાળના મૂળમાં આ સ્પ્રે કરો અને હળવા હાથે માલિશ કરો. આ રસ આખી રાત રહેવા દો અને સવારમાં ઊઠીને શેમ્પુથી હેર વોશ કરી લો. અઠવાડિયામાં આ પ્રોસેસ બે વાર કરો.

  આ પણ વાંચો: દરરોજ બ્રશ કર્યા પછી તરત ખાઓ 'આટલા' પિસ્તા

  તેલના રૂપમાં ડુંગળીનો રસ નાંખો


  આ માટે ડુંગળીને સૌથી પહેલા પીસીને રસ કાઢી લો અને એક વાટકીમાં લઇ લો. ત્યારબાદ આમાં નારિયેળ તેલને મિક્સ કરી લો. જ્યાં આ ઠંડુ થઇ જાય ત્યારે બોટલમાં ભરી લો. રાત્રે ઊંઘતા પહેલા આ તેલ સ્કેલ્પમાં લગાવો અને માલિશ કરો. ત્યારબાદ સવારમાં શેમ્પૂથી હેર વોશ કરી લો.

  મહેંદીની સાથે ઉપયોગ કરો


  ડુંગળીનો તાજો રસ નિકાળો અને આમાં બે ચમચી મહેંદી પાવડર મિક્સ કરો. ત્યારબાદ આમાં સરસિયાનું તેલ અને નારિયેળ તેલ મિક્સ કરી લો. જો તમે ઇચ્છો તો આમાં તાજા મહેંદીના પાન નાંખો અને આ તેલને ગરમ કરો. હવે આ મિશ્રણને 3 થી 4 કલાક માટે વાળમાં લગાવો અને પછી શેમ્પુથી હેર વોશ કરી લો.

  આ પણ વાંચો: વાળમાં રૂમાલ લપેટવાની આદત હોય તો છોડી દેજો

  એલોવેરા સાથે


  એલોવેરા અને ડુંગળીનો રસ વાળ માટે સૌથી બેસ્ટ છે. તમારા વાળને કાળા કરવા માટે તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એલોવેરા જેલ અને ડુંગળીનો રસ બરાબર માત્રામાં લો અને આ મિશ્રણને મિક્સ કરી લો. પછી આને વાળના જડમૂળમાં લગાવો અને 3 થી 4 કલાક પછી હેર વોશ કરી લો.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Black hair, Hair care, Hair Care tips, લાઇફ સ્ટાઇલ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन