Home /News /lifestyle /

કોફી માત્ર પીવામાં જ નહીં પરંતુ આ કામ માટે પણ થાય છે ઉપયોગ, તમે પણ એકવાર અજમાવી જુઓ 

કોફી માત્ર પીવામાં જ નહીં પરંતુ આ કામ માટે પણ થાય છે ઉપયોગ, તમે પણ એકવાર અજમાવી જુઓ 

કોફી માત્ર પીવામાં જ નહીં પરંતુ આ કામ માટે પણ થાય છે ઉપયોગ

Coffee Powder Uses: કેટલાક લોકો કોફીનો ઉપયોગ ફેસ પેક અને હેર માસ્ક તરીકે પણ કરે છે. પણ શું તમને ખબર છે કે, હાથમાંથી ડુંગળી-લસણ (Onion-Garlic)ની દુર્ગંધ અને રસોડા (Kitchen) કેબિનેટમાંથી વાસ દૂર કરવા જેવા અનેક કામમાં કોફીનો ઉપયોગ થાય છે! તો ચાલો એક ચમચી કોફીથી કયા કામ થઈ શકે તે અંગે જાણકારી મેળવીએ.

વધુ જુઓ ...
    Coffee Powder Uses: ઘણા લોકોને સવારે ઉઠીને તરત કોફી (Coffee) પીવાની આદત છે. દિવસ દરમિયાન થાક અને સુસ્તી દુર કરવા પણ કોફી પીવાય છે. કેટલાક લોકો કોફીનો ઉપયોગ ફેસ પેક અને હેર માસ્ક તરીકે પણ કરે છે. પણ શું તમને ખબર છે કે, હાથમાંથી ડુંગળી-લસણ (Onion-Garlic)ની દુર્ગંધ અને રસોડા (Kitchen) કેબિનેટમાંથી વાસ દૂર કરવા જેવા અનેક કામમાં કોફીનો ઉપયોગ થાય છે! તો ચાલો એક ચમચી કોફીથી કયા કામ થઈ શકે તે અંગે જાણકારી મેળવીએ.

    કિચન કેબિનેટની વાસ દૂર કરે


    કિચન કેબિનેટમાંથી વાસ આવતી હોય કે લાકડું ફૂલી જવાથી મુશ્કેલી પડી રહી હોય, ત્યારે કોફીનો ઉપયોગ કરી શકાય છે. આ માટે પહેલા કોટનના કપડામાં એક ચમચી કોફી અને બે લવિંગ બાંધીને કિચન કેબિનેટમાં મૂકી દો. કોફીની સુગંધ ખરાબ વાસને દૂર કરશે.

    આ પણ વાંચો: Child health: બાળક 9 કલાકથી વધુ ઊંઘ લે તે જરૂરી, નહીંતર થઈ શકે આવી સમસ્યા, જાણો શું કહે છે અભ્યાસ

    હાથમાંથી ડુંગળી-લસણની દુર્ગંધ


    ગૃહિણીઓના હાથમાંથી ઘણી વખત ડુંગળી લસણની વાસ આવે છે. જે સરળતાથી જતી નથી. આ દુર્ગંધને દૂર કરવા માટે કોફીનો ઉપયોગ કરી શકાય છે. તે માટે એક ચમચી કોફી લઈ તેમાં અમુક ટીપાં પાણી નાખી પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને સાબુથી હાથ ધોતા હોય તેમ આગળ પાછળ ઘસો અને ત્યારબાદ હાથને પાણીથી ધોઈ નાંખો. ત્યારબાદ સાબુથી ફરી હાથ ધુઓ. આવું કરવાથી હાથની દુર્ગંધ દૂર થશે.

    ફર્નિચરની ગંદકી અને સ્ક્રેચ દૂર કરવા


    લાકડાના ફર્નિચરની સફાઈ કરવા એક ચમચી ઓલિવ ઓઇલમાં એક ચમચી કોફી મિક્સ કરો. હવે આ પેસ્ટને ફર્નિચર પર લગાવો અને કોટનની મદદથી સાફ કરો. આવું કરવાથી ફર્નિચરની ગંદકી અને સ્ક્રેચ દૂર થશે. જો તમારું ફર્નિચર ખૂબ જૂનું હોય તો તેની અસર કઈ રીતે થાય છે તે જાણવા પેચ ટેસ્ટ કરવો જોઈએ. આ ઉપરાંત સનમાઈકા ધરાવતા ફર્નિચર પર પેસ્ટનો ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

    આ પણ વાંચો: ચા, કોફી, દૂધ કે સફરજન ક્યારે લેવા જોઈએ? એક્સ્પર્ટે જણાવ્યું તેને  સેવન કરવાનો યોગ્ય સમય

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, Tips and tricks

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन