શિયાળામાં ત્વચાની દેખભાળ માટે કરો માખણનો ઉપયોગ, આ ગુણકારી તત્વોથી થશે અઢળક ફાયદા

માખણમાં હાજર વિટામિન ઈ સ્કિન પરના પિગમેન્ટેશનને ઘટાડે છે અને ચહેરા પર નેચરલ ગ્લો પણ વધારે છે. (Image- Pixabay)

How To Use Butter For Winter Skin Care: માખણમાં હાજર વિટામિન ઈ સ્કિન પરના પિગમેન્ટેશનને ઘટાડે છે અને ચહેરા પર નેચરલ ગ્લો પણ વધારે છે. માખણ એક નેચરલ મોઈશ્ચરાઈઝર અને એન્ટી માર્ક્સ ક્રીમનું પણ કામ કરે છે.

  • Share this:
    How To Use Butter For Winter Skin Care: શિયાળા (Winter)ની ઋતુમાં જો ત્વચાની ડ્રાયનેસ (Dryness) દૂર કરવા માટે માખણ (Butter)નો ઉપયોગ કરવામાં આવે તો તે દરેક સ્કિન ટાઈપ માટે ફાયદાકારક બને છે. તેમાં હાજર વિટામિન ઈ સ્કિન પરના પિગમેન્ટેશનને ઘટાડે છે અને ચહેરા પર નેચરલ ગ્લો પણ વધારે છે. ઘરના બનેલા અસલી માખણમાં વિટામિન ઈ હોય છે જે ત્વચા (Skin)ને હંમેશા યંગ અને સુંદર બનાવી રાખવામાં પણ મદદ કરે છે. માખણ એક નેચરલ મોઈશ્ચરાઈઝર અને એન્ટી માર્ક્સ ક્રીમનું પણ કામ કરે છે. અમે તમને જણાવીએ છીએ કે માખણને આપણે કઈ રીતે સ્કિન કેરમાં સામેલ કરી શકીએ છીએ.

    પહેલાં આ રીતે ઘરે બનાવો માખણ

    રોજેરોજ દૂધની મલાઈ કાઢો અને આ મલાઈને ફ્રીઝરમાં રાખતા જાઓ. જ્યારે બે કપ મલાઈ જમા થઈ જાય ત્યારે તેને ફ્રીઝરમાંથી કાઢીને ઓછામાં ઓછા 4 કલાક નોર્મલ તાપમાન પર રાખો. હવે એક બાઉલમાં આ મલાઈમાં ઓછામાં ઓછા બે કપ ઠંડું પાણી નાખો અને બ્લેન્ડરમાં મિક્સ કરી લો. બ્લેન્ડ કર્યા બાદ તમે જોશો કે પાણી અને મલાઈ અલગ થઈ ચૂકી છે. હવે આ માખણને એક બાઉલમાં પાણીથી અલગ કરી લો. તમારું માખણ તૈયાર છે.

    માખણથી આ રીતે બનાવો મોઈશ્ચરાઈઝર

    સૌથી પહેલાં ઘરે માખણ બનાવી લો અને ઓલીવ ઓઈલ અથવા મધ લો. હવે એક બાઉલમાં બધી સામગ્રીને મિક્સ કરો. જ્યારે એ સોફ્ટ પેસ્ટ બની જાય તો તેને એર ટાઈટ ડબ્બામાં બંધ કરીને ફ્રીજમાં રાખી લો. હવે રોજ રાત્રે સૂતા પહેલાં આ મોઈશ્ચરાઈઝરને પોતાના ચહેરા પર લગાવો. 20 મિનિટ બાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. જો તમારી ત્વચા ડ્રાય હોય તો આ પેસ્ટને આખી રાત લગાવી રાખો.

    આ પણ વાંચો: સ્ટ્રોક અને ડિમેન્શિયાનું જોખમ ઘટાડી શકે છે ચાય-કોફીની ચુસ્કી- સ્ટડી

    માખણથી બનેલા મોઈશ્ચરાઈઝરના ફાયદા

    -માખણથી બનેલા આ મોઈશ્ચરાઈઝરને લગાવવાથી તમારી ત્વચા અંદરથી હાઈડ્રેટ રહે છે.

    -આ સ્કિનને ભરપૂર પોષણ આપે છે અને સ્કિનની કોષિકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

    -માખણમાં વિટામિન ઈ હોય છે જે ત્વચાને અંદરથી હીલ કરે છે.

    -તેમાં હાજર એન્ટીઓક્સીડન્ટ ત્વચાને સાફ કરવામાં અને પ્રોટેક્ટ કરવામાં મદદ કરે છે.

    આ પણ વાંચો: Sugar Craving: વારંવાર ગળ્યું ખાવાનું મન થાય તો આ રીતે કરો કન્ટ્રોલ, લાંબી ઉંમર સુધી રહેશો ફિટ

    -તેમાં ઉપલબ્ધ ફોસ્ફોલિપિડ ત્વચાના ઉપલા લેયરને સાફ કરે છે.

    -માખણમાં વિટામિન એ, ઈ અને રેટિનોલ હોય છે જે ત્વચામાં કોલેજન વધારવામાં મદદ કરે છે.

    -માખણ એન્ટી એજિંગ ગુણોથી ભરપૂર હોય છે અને ત્વચા પર કરચલીઓ અને ફાઈન લાઈન્સને આવતાં રોકે છે.
    Published by:Nirali Dave
    First published: