સમગ્ર વિશ્વમાં લગભગ 16 ટકા લોકો ઈન્ફર્ટિલિટીની સમસ્યાનો શિકાર બન્યા છે. ઈન્ફર્ટિલિટી લોકો માટે ઘણી મોટી સમસ્યા છે. ઈન્ફર્ટિલિટીની સમસ્યા મહિલાઓ અને પુરુષો બંનેમાં થઈ શકે છે. તેમજ આ સમસ્યા બાયોલોજીકલ પણ હોઈ શકે છે. આ સિવાય પણ તેના ઘણા કારણો હોઈ શકે છે. આવો વેબસાઈટ વેબ એમડીના હવાલેથી જાણીએ કેટલીક એવી બાબતો વિશે, જેનાથી મહિલાઓ ઈન્ફર્ટિલિટીની સમસ્યાથી બહાર આવી શકે છે અને મા બનવાનું સુખ ભોગલી શકે છે.
દવાઓ અને હોર્મોન: મહિલાઓની ની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દવાઓ અને હોર્મોન ઘણા મહત્વના હોય છે. તેનાથી મહિલાઓમાં હોર્મોનનું સ્તર સુધારવા અને ઈંડા (ovum) બનવાની પ્રક્રિયા સરખી રીતે કામ કરવા લાગે છે.
સર્જરી: મહિલાઓમાં ઈન્ફર્ટિલિટીની સમસ્યા ને ઠીક કરવા માટે સર્જરી પણ એક સારો ઑપ્શન છે. સર્જરી દ્વારા તે ટિશ્યૂને મહિલાના શરીરમાંથી કાઢી નાખવામાં આવે છે, જે તેમની ફર્ટિલિટીને પ્રભાવિત કરે છે. તેના દ્વારા બ્લૉક થયેલ ફેલોપિયન ટ્યૂબ (fallopian tubes) ને પણ ખોલવામાં આવે છે.
આઈયૂઆઈ (intrauterine insemination): આ ટેક્નિકમાં સ્પર્મને કલેક્ટ કરીને મહિલાઓના ગર્ભાશયમાં એ સમયે સીધા મૂકવામાં આવે છે, જ્યારે તેમના શરીરમાં અંડ નિષેચન (ovulating)ની પ્રક્રિયા ચાલી રહી હોય છે.
આઈવીએફ (in vitro fertilization): આ ટેક્નિક સ્પર્મ અને એગ્સને લેબમાં ફર્ટિલાઈઝ કરવામાં આવે છે. ફર્ટિલાઈઝ કરેલા એગ 3 થી 5 દિવસમાં વિકસિત થઈ ભ્રૂણ બની જાય છે. તે બાદ ભ્રૂણને મહિલાના ગર્ભાશયમાં મૂકી દેવામાં આવે છે.
ઝીઆઈએફટી અને જેડઆઈએફટી ( gamete intrafallopian transfer and zygote intrafallopian transfer): આ ટેક્નિકમાં સ્પર્મ અને એગને કલેક્ટ કરીને સીધા મહિલાના ફેલોપિયન tube માં મૂકવામાં આવે છે. જીઆઈએફટીની પ્રક્રિયામાં સ્પર્મ અને એગ બંનેને ફેલોપિયન tubeમાં મૂકવામાં આવે છે. ત્યાં જ ZIFT માં સ્પર્મ અને એગને પહેલા લેબમાં ફર્ટિલાઈઝ કરવામાં આવે છે. તેના 24 કલાક બાદ જ્યારે એગ ફર્ટિલાઈઝ થઈ જાય એટલે મહિલાની ફેલોપિયન tube માં મૂકવામાં આવે છે.
સ્વાદિષ્ટ અને મલાઈદાર ટેસ્ટી ગાજરનો હલવો બનાવવા માટે અપનાવો આ ટેક્નિક
શિયાળામાં પેટ ભરીને ખાવા જોઈએ વટાણાં, શરીર પર કરે છે ગજબનો જાદૂ
ભારત સિવાય આ દેશોમાં વેચાય છે દુનિયાનું સૌથી મોંઘુ પેટ્રોલ
સાવધાન! શિયાળામાં આદુ વાળી ચા પીવાથી થાય છે આટલા નુક્સાનPublished by:Bansari Shah
First published:January 10, 2020, 11:39 am