Home /News /lifestyle /હવે હોટલમાં તમારી સાથે સાથે પાલતુ જાનવરોનું પણ બુકિંગ થઈ શકશે!

હવે હોટલમાં તમારી સાથે સાથે પાલતુ જાનવરોનું પણ બુકિંગ થઈ શકશે!

પ્રતિકાત્મક તસવીર

પાલતુ જાનવરો સાથે ટ્રાવેલ કરવું હવે અધિક સરળ બન્યું છે. હોટલમાં પણ તેની તમામ સુવિધાઓ આપવામાં આવે છે

પાલતુ જાનવરો સાથે ટ્રાવેલ કરવું હવે અધિક સરળ બન્યું છે. હોટલમાં પણ તેની તમામ સુવિધાઓ આપવામાં આવે છે. એલિઝાબેથ ગ્લિબર્ટે તેના ‘Eat, Pray, Love’ પુસ્તકમાં લખ્યું છે કે, જે રીતે એક માં પોતાના નવજાત બાળક માટે જે ફીલ કરે છે, તે જ રીતે હું ટ્રાવેલ માટે ફીલ કરું છું. સાઉથ એશિયામાં Booking.comના રિજનલ મેનેજર રિતુ મેહરોત્રાએ જણાવ્યું કે, વેક્સીનેશનની પ્રક્રિયા ઝડપી થઈ રહી હોવાને કારણે ભારતીય યાત્રીઓ યાત્રા કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

કોરોનાને કારણે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું છે અને પાલતુ જાનવરો સાથે સૌથી અધિક સમય પસાર કરી રહ્યા છે. આ રિલેશનને વધુ મજબૂત કરવા માટેની તક મળી છે. ગયા વર્ષે અનેક લોકો ‘pet parents club’માં શામેલ થયા છે.

હયાત હોટલ

હયાત હોટેલ યાત્રીઓ માટે સુરક્ષાપૂર્ણ અને મિત્રતાભર્યું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહી છે. ગ્રાન્ડ હયાત હોટલ ઉત્તરીય ગોવામાં સ્ટ્રીટ એનિમલ્સની રક્ષા કરતી સંસ્થાનું સમર્થન કરી રહી છે. વેલફેયર ફોર એનિમલ્સ સંસ્થામાં મહેમાનોને સ્વેચ્છાએ એક દિવસ વિતાવવા માટે કહેવામાં આવે છે. અહીં ઘાયલ અને સ્ટ્રીટ જાનવરોની દેખભાળ રાખવામાં આવે છે. આ પહેલ 2018માં શરૂ કરવામાં આવી હતી.

હોટલમાં પાલતુ પ્રાણીઓ માટેની સુવિધા

જ્યારે પણ ટ્રાવેલ કરવામાં આવે છે, ત્યારે પાલતુ પ્રાણીઓ માટેની કેટલીક સુવિધાઓ અંગે ચિંતા રહે છે. આ કારણોસર તેમની વસ્તુઓ સાથે કેરી કરવી પડે છે. જેમકે, પપી પેડ, ફૂડ બાઉલ વગેરે. આ પરિસ્થિતિમાં હોટલ હવે તે તમામ સુવિધાઓ આપે છે. બ્રાન્ડેડ વસ્તુઓ પ્રોવાઈડ કરે છે. જેનાથી પાલતુ પ્રાણીઓને રહેવાની, જમવાની તથા અન્ય સુવિધાઓ અંગે સમસ્યા થતી નથી.

આ પણ વાંચો - ઝૂલા ઝૂલવાથી થાય છે અઢળક ફાયદા, અહીં જાણો તેનાથી થતા લાભ અંગે

શું મોટાભાગની હોટેલ ‘pet-friendly’ તકનો લાભ મેળવી રહ્યા છે?

ધ વેસ્ટિન હોટેલના જનરલ મેનેજર સુનિલ કુમારે જણાવ્યું કે, ‘અમારી હોટેલ pet-friendly નથી.’ જેના પરથી કહી શકાય કે, તમામ હોટેલ ‘pet-friendly’ સુવિધા આપતા નથી.

વિન્ધમ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના રિજનલ ડિરેક્ટર નિખિલ શર્માએ જણાવ્યું કે, ‘અમારી કેટલીક હોટેલ્સમાં પાલતુ જાનવરો માટેની રિક્વેસ્ટ મળી છે. આ અંગે વધતી માંગને ધ્યાને લઈને ફ્રેન્ચાઈઝી ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જો પાલતુ જાનવરો માટેની સુવિધા આપવામાં આવશે, તો તે માટે નિશ્ચિત ચાર્જ લેવામાં આવશે.’

મહેમાનોએ હોટલ પર આવતા પહેલાં તે અંગેની જાણકારી આપવાની રહેશે

ધ એસ્કોટ લિમિટેડ, ચેન્નઈની એરિયા જનરલ મેનેજર સુપ્રિયા મલ્હોત્રાએ જણાવ્યું કે, હોટેલમાં આવ્યા પહેલા જાનવરો અંગેની માહિતી આપવાની રહેશે. પાલતુ જાનવરો સાથે રહેવા માટે જે પ્રકારનો રૂમ અને સુવિધા હશે તે અનુસાર ચાર્જ લેવામાં આવશે. માત્ર હોટલ નહીં, પરંતુ કોફી શોપ અને રેસ્ટોરન્ટમાં પણ પાલતુ જાનવરો માટેની સુવિધાઓ આપવામાં આવે છે.

આ મહામારીના સમયમાં પાલતુ પ્રાણીઓ મનુષ્યના જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. આ કારણોસર આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોટેલમાં પાલતુ જાનવરોના રહેવાની સુવિધા પણ આપવામાં આવે છે.

ટ્રાવેલ બુકિંગમાં પાલતુ જાનવરોનું પણ બુકીંગ કરી શકાશે

સાઉથ એશિયામાં Booking.comની રિજનલ મેનેજર રિતુ મેહરોત્રાએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ભારતીય યાત્રીઓ પાલતુ જાનવરો સાથે ટ્રાવેલની માંગ કરી રહ્યા છે અને ફ્રેન્ડલી વાતાવરણની ઈચ્છા રાખી રહ્યા છે. આ માંગને ધ્યાનમાં રાખીને Booking.com માં Pet Friendly filter પણ ઉમેરવામાં આવ્યું છે.

Booking.com પર આ ફિલ્ટરનો ઉપયોગ કરીને તમે સરળતાથી રૂમની પસંદગી કરી શકો છો. તમે હોટેલ, વિલા, એપાર્ટમેન્ટ, ગેસ્ટ હાઉસની પણ રહેવા માટેની પસંદગી કરી શકો છો.
First published:

Tags: Lifestyle, Travel tourism