Home /News /lifestyle /Monsoon Footwear Care Tips: ચોમાસામાં આ રીતે રાખો તમારા શૂઝનો ખાસ ખ્યાલ, નહીં થાય દુર્ગંધ કે ચીકાસની સમસ્યા
Monsoon Footwear Care Tips: ચોમાસામાં આ રીતે રાખો તમારા શૂઝનો ખાસ ખ્યાલ, નહીં થાય દુર્ગંધ કે ચીકાસની સમસ્યા
ચોમાસામાં આ રીતે રાખો તમારા શૂઝનો ખાસ ખ્યાલ
How to take care of your shoes this monsoon : ચાલુ વરસાદે આપણે અનેક એવી નાની મોટી મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમાં સૌથી મોટી સમસ્યા આવે છે ચોમાસામાં ચપ્પલ પહેરવા કે શૂઝ પહેરવા. કારણ કે દરરોજ વરસાદ આવે તે જરૂરી નથી. ચોમાસામાં શૂઝ પહેરતી સમયે અમુક બાબતોની ખાસ કાળજી (Top Shoe Care Tips) રાખવી પડે છે.
monsoon shoes care tips: દેશભરમાં હવે ચોમાસાની (Monsoon in india) વિધિવત શરૂઆત થઇ ચૂકી છે. ઠેર ઠેર વરસાદથી લોકો ઉનાળાની ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. તો બીજી તરફ ચોમાસાની મજા માણવાથી પણ લોકો ચૂકી રહ્યા નથી. પરંતુ જેટલી ચોમાસાની ઋતુની મજા છે એટલી જ અમુક બાબતોમાં સજા (Problems in monsoon) પણ મળે છે. ચાલુ વરસાદે આપણે અનેક એવી નાની મોટી મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમાં સૌથી મોટી સમસ્યા આવે છે ચોમાસામાં ચપ્પલ પહેરવા કે શૂઝ પહેરવા. કારણ કે દરરોજ વરસાદ આવે તે જરૂરી નથી. ચોમાસામાં શૂઝ પહેરતી સમયે અમુક બાબતોની ખાસ કાળજી (Top Shoe Care Tips) રાખવી પડે છે. ત્યારે ભારતની દિગ્ગજ શૂઝ બ્રાન્ડ વેલેન્ટિનો શૂઝના ડિરેક્ટર ચંદન દૌલતાનીએ ચોમાસામાં શૂઝની સંભાળ વિશે ખાસ ટીપ્સ શેર કરી છે.
શૂઝમાં આવતી દુર્ગંધ માટે
પગની સારી સંભાળ રાખવાથી પગમાંથી આવતી ખરાબ ગંધને દૂર રાખી શકાય છે. તમારા પગરખાને દુર્ગંધ મુક્ત રાખવા માટે તમારા પગ અને મોજાંને સરખી રીતે અને દરરોજ ધોવા જોઇએ. ઉપરાંત, શૂઝ કાઢીને તેમાં સેડાર શૂ ટ્રી નાખવાનો આગ્રહ રાખવો જોઇએ. તે શૂઝમાં રહેલો પરસેવો શોષી લેશે, જેથી જૂતાની ગંધ દૂર થઇ જશે અને દરરોજ પહેરવા છતા તમારા શૂઝમાંથી દુર્ગંધ નહીં આવે. આ સિવાય તમે દુર્ગંધ દૂર કરવા માટે બેગ્સનો પણ ઉપયોગ કરી શકો છો.
જો તમારા ફેબ્રિકના શૂઝ પર થોડી ગંદકી હોય તો તમે સ્પોન્જને ભીના કરી શકો છો અને બેબી શેમ્પૂ જેવા ડિટર્જન્ટને થોડી માત્રામાં લગાવી શકો છો, જે દુર્ગંધ અને ડાઘ દૂર કરશે. જો ગંદકી દૂર ન થતી હોય તો તમે લોન્ડ્રી પ્રી-ટ્રીટમેન્ટ સ્પ્રેનો ઉપયોગ કરી તેને સ્ક્રબ કરી શકો છો. ચામડાના પગરખાં માટે ગંદકી અને ધૂળને દૂર કરવા માટે થોડી માત્રામાં સેંડલ સાબુનો ઉપયોગ કરવો જોઇએ.
એડીમાં ચીકાસ જામવી
આવી સ્થિતિમાં તમારા શૂઝમાં જામેલી ધૂળને ભીનામાં જ દૂર કરવાને બદલે તેને સૂકવવા દો. ગંદકી સૂકાઈ જાય ત્યારે તે સરળતાથી દૂર થઈ જશે. જ્યારે તમારા પગરખાં અથવા સેન્ડલ પરસેવાથી ભીના થઈ જાય ત્યારે તેને સૂર્યના તડકામાં સીધા જ સૂકાવશો નહીં. કારણ કે તેનાથી લેધરમાં ક્રેક પડી શકે છે.
લેધરની સંભાળ
પરસેવો, ઘસારો અને ભીનાશ તમારા લેધરને ડ્રાય બનાવી દે છે અને શૂઝ પર તિરાડો અને કરચલીઓ થવાનું જોખમ વધારે છે. તમે તેને જાતે જ કન્ડિશનર કરી શકો છો, તેમજ તમે તેને શૂમેકર પાસે લઈ જઈ શકો છો.