કેરીનો રસ ફ્રીઝ કરવાની સૌથી સરળ રીત, આ વાત ખાસ ધ્યાનમાં રાખો

 • Share this:
  કેરીનો રસ ફ્રીઝર કરવાની સૌથી સરળ રીત

  પાક્કી કેરીની છાલ કાઢી તેના ટૂકડાં કરી તેનો પલ્પ કાઢી લો. બને તો પલ્પ બનાવવામાં પાણી ન ઉમેરશો. જેથી સ્ટોર કર્યાં બાદ જ્યારે રસ ખાવાનું મન થાય ત્યારે તેમાં બરફના ટૂકડા કે થોડું પાણી ઉમેરી તે જાડાં પલ્પમાંથી મજેદાર રસ બનાવી શકાય. ચાલો જાણીએ આ કેરીના બનાવેલા પલ્પને કેવી રીતે સ્ટોર કરશો?

  જો કેરીના બનાવેલા રસને ડબ્બા ભરીને ફ્રીઝરમાં મુકો તો જયારે ઓછી માત્રામાં કાઢવો હોય તો મુશ્કેલ બને છે કારણ કે એક વખત ફ્રીઝરમાંથી કાઢ્યા બાદ વધેલો રસ ફરી સ્ટોર કરવો યોગ્ય નથી. તેથી ડબ્બામાં ભરવા કરતાં એના કરતા 2-3 વાટકી જેટલા રસને ઝીપલોગ બેગમાં ભરી મુક્વાથી ફ્રીઝરમાં મુકવામાં સરળ રહે છે. અને જયારે ખાવાનું મન થાય ત્યારે જરૂર મુજબ 1-2 કોથળી કાઢી વપરાશમાં લઈ શકો છો.  આ પ્રમાણે બનાવેલા કેરીના રસને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો. પણ એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો કે એક વખત ફ્રીઝરમાંથી રસની થેલી કાઢ્યા બાદ તેટલી વાપરી જ લેવી. અડધી થેલી વાપર્યા બાદ તેને ફરી વખત ફ્રીઝરમાં મૂકવાની ભૂલ ન કરશો.

  શું તમારા શરીર પર પણ ચરબીએ કબજો કર્યો છે? માત્ર 1 સફરજનથી થશે દૂર

  પીરિયડ્સમાં આ ચીજો નહીં ખાવ, તો વધુ દુખાવો પણ નહીં થાય
  Published by:Bansari Shah
  First published: