Sugar Craving: વારંવાર ગળ્યું ખાવાનું મન થાય તો આ રીતે કરો કન્ટ્રોલ, લાંબી ઉંમર સુધી રહેશો ફિટ
Sugar Craving: વારંવાર ગળ્યું ખાવાનું મન થાય તો આ રીતે કરો કન્ટ્રોલ, લાંબી ઉંમર સુધી રહેશો ફિટ
શુગર ક્રેવિંગ મહિલાઓમાં વધુ જોવા મળે છે. (Image-Shutterstock)
How to stop Sugar Cravings: શુગર ક્રેવિંગ એટલે વારંવાર ગળ્યું ખાવાની ઈચ્છા થવી. આ બહુ કોમન સમસ્યા છે જે મહિલાઓમાં વધુ જોવા મળે છે. એક રિપોર્ટ મુજબ પુરુષોમાં 68 ટકા શુગર ક્રેવિંગની સમસ્યા હોય છે, તો 97 ટકા મહિલાઓ ક્રેવિંગનો શિકાર છે.
How to stop Sugar Cravings: આપણાં દેશમાં દરેક ખાસ પ્રસંગે કંઈક મીઠું (Eating Sweet) ખાવાનો અને ખવડાવવાનો રિવાજ છે. એવામાં મીઠાઈ, કેક, ચોકલેટ, કુકીઝ વગેરે ઘરમાં મૂકેલી હોય છે જેને જોતાં જ મોંમાં પાણી આવી જાય છે. કેટલાંક લોકો ગળ્યું ખાવાના એટલા શોખીન હોય છે કે તેઓ ક્રેવિંગ (Sugar Craving) પર કન્ટ્રોલ નથી કરી શકતા અને થોડા થોડા સમયે મિષ્ટાન્ન ખાવાના બહાના શોધતા હોય છે.
હેલ્થલાઈન અનુસાર, શુગર ક્રેવિંગ બહુ સામાન્ય સમસ્યા છે જે મહિલાઓમાં વધુ જોવા મળે છે. એક રિપોર્ટ મુજબ પુરુષોમાં 68 ટકા શુગર ક્રેવિંગની સમસ્યા હોય છે, તો 97 ટકા મહિલાઓ ક્રેવિંગનો શિકાર છે. ડાયેટરી ગાઈડલાઈન ઓફ અમેરિકન્સ (Dietary guidelines of Americans) મુજબ, આપણા રોજના કેલરી ઇન્ટેકમાં વધુમાં વધુ 10 ટકા શુગર જ હોવી જોઈએ. મતલબ જો તમે 2000 કેલરી લો છો તો એમાં 12 ચમચીથી વધુ મીઠી વસ્તુ ખાવાથી તમારા આરોગ્ય (Health)ને નુકસાન (Harm) પહોંચી શકે છે.
જો તમને ગળ્યું ખાવાનું મન થાય તો વિવિધ પ્રકારની બેરીઝ ખાઓ. એ તમારા શરીરમાં એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન્સ, મિનરલની પૂરતી કરશે અને તમે ગળ્યું એન્જોય પણ કરી શકશો.
2. ડાર્ક ચોકલેટ્સ (Dark Chocolate)
જો તમને કેક, ચોકલેટ, કુકીઝ વગેરે ભાવતું હોય તો એને બદલે ડાર્ક ચોકલેટનું સેવન કરી શકો છો. રિસર્ચ મુજબ ડાર્ક ચોકલેટમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ હોય છે જે આરોગ્ય માટે ફાયદાકારક છે.
ચીયા સીડ્સમાં ભરપૂર માત્રામાં ઓમેગા થ્રી ફેટી એસિડ, ફાઈબર વગેરે મળે છે જે તમારી ક્રેવિંગ ઘટાડે છે. એવામાં તમે ટીવી જોતી વખતે કે કામ કરતી વખતે બિસ્કિટ કે કેકને બદલે રોસ્ટેડ ચીયા સીડ ખાઈ શકો છો.
4. ખજૂર
ખજૂર ન્યુટ્રીશનલ વેલ્યુથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, આયર્ન વગેરે તત્વો હોય છે. એટલે ગળ્યું ખાવાનું મન થાય તો ખજૂર ખાઓ.
5. પિસ્તા
પિસ્તામાં હાઈ પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ હોય છે જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શુગર ક્રેવિંગ થાય તો પિસ્તા ઉત્તમ છે.
6. ગ્રીક યોગર્ટ (Greek Yoghurt)
ગ્રીક યોગર્ટને તમે મીઠી વસ્તુ સાથે સરળતાથી રિપ્લેસ કરી શકો છો. એ સ્વાદમાં ટેસ્ટી અને સ્વીટ હોય છે પણ સ્વાસ્થ્યને નુકસાનને બદલે ફાયદો પહોંચાડે છે.
7. ચીઝ (Cheese)
ચીઝમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ગુડ ફેટ, સોડિયમ, કેલ્શિયમ વગેરે હોય છે જે લગભગ દરેક ફ્રીજમાં હોય છે. તમે ચીઝ ક્યુબ્સ પણ કેરી કરી શકો છો અને ક્રેવિંગમાં તેને ખાઈ શકો છો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર