Home /News /lifestyle /

How to stop smoking: શું તમને પણ છે સ્મોકીંગની આદત ? ધૂમ્રપન છોડવા અપનાવો આ ઘરેલુ નુસ્ખા

How to stop smoking: શું તમને પણ છે સ્મોકીંગની આદત ? ધૂમ્રપન છોડવા અપનાવો આ ઘરેલુ નુસ્ખા

શું તમને પણ છે સ્મોકીંગની આદત ? ધૂમ્રપન છોડવા અપનાવો આ ઘરેલુ નુસ્ખા

Tips & Tricks: ધૂમ્રપાન કરવું એ સ્વસ્થ્ય માટે અત્યંત હાનિકરકા છે. આવું જાણવા છતાં લોકો તેની આદતનો શિકાર થઈ જાય છે. જો એકવાર સ્મોકિંગની આદત લાગી જાય છે તો તેનાથી છુટકારો મેળવવો ઘણો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ આજે અમે આપણે અમુક દેશી નુસ્ખા જણાવીશું કે જેની મદદથી તમે આ ખરાબ આદતને ઘણી સરળતાથી bye bye કહી શકશો. ચાલો જાણીએ દેશી નુસ્ખાઓની મદદથી કઈ રીતે સ્મોકીંગની આદતને ઓછી કરી શકાય છે.

વધુ જુઓ ...
    આદું વાળી ચ પીવો: ઘણી વાર લોકો સ્મોકિંગની આદત છોડવાના પ્રયાસ દરમ્યાન ચક્કર અને ઉલ્ટીનો અહેસાસ થવા લાગે છે. તેવામાં રાહત મેળવવા માટે તમે ફરીથી સ્કોકિંગનો સહારો લેવા લાગો છો. આવામાં રાહત મેળવવા માટે આદું વાળી ચાની મદદ લેવી જોઈએ. અદ્રક વાળી ચા પીવાને કારણે તમે સ્મોકિંગને હાથ લગાવ્યા વગર જ સરળતાથી રાહત મેળવી શકો છો.


    અદ્રક અને આમળાનું ચૂરણ: સ્મોકીંગની આદત છોડવા માટે ટીએમે આમળા અને આદરકના ચૂરનની પણ મદદ લઈ શકો છો. આના માટે થઈને આપે આમળા અને આદરકને મસળીને તેને સૂકવી દો ત્યાર બાદ તેમાં કાળું નમક મિક્સ કરીને એર ટાઈટ કન્ટેનરમાં રાખી દેવું. અને થોડી થોડી વારે આ મિક્સરનું સેવન કરતું રહેવું.


    વરિયાળી અને અજમાનું સેવન કરો: તમે વરિયાળી અને અજમાના ચૂરણનું સેવન કરીને પણ ધૂમ્રપાન છોડી શકો છો. ચૂરણ બનાવવા માટે વરિયાળી અને અજમાને પીસીને પાવડર બનાવો. હવે આ પાઉડરમાં થોડું કાળું મીઠું અને લીંબુનો રસ ઉમેરીને આખી રાત રાખો. સવારે આ મિશ્રણને ગરમ તવા પર શેકી લો અને તેને એર ટાઇટ કન્ટેનરમાં રાખો. જ્યારે પ્જ્યરે પણ સ્મોકીંગની ઈચ્છા થાય ત્યારે આ ચૂરણનું સેવન કરો.


    મોર્નિંગ વોક કે યોગનો લો સહારો: સવાર સવારમાં ચાલવા નીકળી જવું, હળવી કસરતો કરવી અને યોગને પણ પોતાના રૂટિનનો ભાગ બનાવી લેવાથી આપણે દિવસભાર તમે તાજગીનો અનુભવ કરશો. અને તમે પહેલા કરતા વધૂ તંદુરસ્ત અને ફ્રેશ ફિલ કરશો અને તમને તે સ્મોકીંગ ની આદતને છોડાવવામાં વધુ મદદ કરી શકશે.


    મધ અને તજની મદદ લોઃ ધૂમ્રપાનથી છુટકારો મેળવવા માટે તમે મધ અને તજનું મિશ્રણ પણ તૈયાર કરી શકો છો. આ માટે તજને પીસીને તેમાં મધ મિક્સ કરો અને જો તમારે ધૂમ્રપાન કરવું હોય તો તેનું સેવન કરો. આનાથી તમને ધૂમ્રપાન કરવાનું મન થશે નહીં. (નોંધ: અહી આપેલી માહિતી અને સૂચનાઓ પ્રાથમિક માહિતીઓની આધારે તૈયાર કરવામાં આવી છે. અહી આપેલા કોઈ પણ પ્રયોગને અમલમાં લઈ આવતા પહેલા કોઈ પણ અનુભવી કે નિષ્ણાતની સલાહ લેવી)
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Healthy lifestyle, Healthy tips, Lifestyle, Smoking, Tips and tricks

    આગામી સમાચાર