Home /News /lifestyle /

Hiccups: બાળકને વધુ હેડકી આવે છે? અહી જાણો તેને રોકવાના અસરકારક ઉપાય

Hiccups: બાળકને વધુ હેડકી આવે છે? અહી જાણો તેને રોકવાના અસરકારક ઉપાય

બાળકને વધુ હેડકી આવે છે? અહી જાણો તેને રોકવાના અસરકારક ઉપાય

How to stop hiccups in child: બાળકોનું પેટ અને ભૂખ વધી રહી હોવાથી તેમને હેડકી આવતી હોવાનું કહેવાય છે. જો કે, બાળકોમાં હેડકીનું કોઈ નક્કર કારણ હજી સુધી જાણી શકાયું નથી. તેમ છતાં અમુક સ્થિતિને બાળકોમાં હેડકીનું કારણ માનવામાં આવે છે. બાળકોની દિનચર્યાના કારણે હેડકી આવી શકે છે. આ સાથે ફટાફટ ખાવું કે અયોગ્ય રીતે ખાવું જેવી ખાવાની ટેવને કારણે પણ હેડકી આવે છે.

વધુ જુઓ ...
    How to stop Hiccups – નવજાત શિશુને આવતી હેડકી ક્યારેક માતા-પિતાને ચિંતામાં મૂકી દે છે. આમ તો કોઈ વ્યક્તિ દિલથી યાદ કરતા હોય ત્યારે હેડકી આવે તેવું કહેવાય છે, પણ તેના કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. સામાન્ય રીતે પુખ્ત વયના લોકોમાં હેડકી થોડા સમયમાં તેમની જાતે જ બંધ થઈ જાય છે. પણ નાના બાળકોની હિચકી માટે શું કરવું (how to stop hiccups in child) તે માતા-પિતાને સમજાતું નથી.

    બાળકોનું પેટ અને ભૂખ વધી રહી હોવાથી તેમને હેડકી આવતી હોવાનું કહેવાય છે. જો કે, બાળકોમાં હેડકીનું કોઈ નક્કર કારણ હજી સુધી જાણી શકાયું નથી. તેમ છતાં અમુક સ્થિતિને બાળકોમાં હેડકીનું કારણ માનવામાં આવે છે. બાળકોની દિનચર્યાના કારણે હેડકી આવી શકે છે. આ સાથે ફટાફટ ખાવું કે અયોગ્ય રીતે ખાવું જેવી ખાવાની ટેવને કારણે પણ હેડકી આવે છે.

    આ પણ વાંચો: Equipment Free Exercises: કસરતના સાધનો વગર પણ ઘટાડી શકો છો ચરબીના થર, દરરોજ કરો આ અસરકારક વ્યાયામ

    વેરીવેલફેમિલીના મત મુજબ બાળકોને હેડકી આવવી કોમન છે. એક્સપર્ટના મતે હેડકીની શરૂઆત મગજને ડાયાફ્રેમ સાથે જોડતી નર્વથી થાય છે અને તેને અલગ અલગ રીતે બંધ કરી શકાય છે. નાના બાળકોને જન્મથી જ હિચકી આવવા લાગે છે. સંશોધકોના મતે નવજાત બાળકો ચોવીસ કલાકમાંથી લગભગ અઢી ટકા હિસ્સો હિચકીમાં વિતાવે છે. જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ હેડકીની તકલીફ ઓછી થવા લાગે છે.

    હેડકી આવવા પાછળનું કારણ શું છે?


    બાળકોમાં હેડકીના ઘણા કારણો હોઈ શકે છે. બાળકને વધુ ફિડિંગ કરાવવામાં આવે તો પેટ ફૂલવા લાગે છે અને ડાયાફ્રામ અચાનક જ ફેલાવા લાગે છે અથવા સોજો આવવા લાગે છે. ઘણી વખત આના કારણે હેડકી આવવા લાગે છે. તેમજ ઘણા બાળકો ઉતાવળે ફીડ કરે છે. જેના કારણે દૂધ બાળકના ફૂડ પાઇપમાં ફસાઈ જાય છે અને પરિણામે શ્વાસની સમસ્યા શરૂ થાય છે અને હેડકીની સમસ્યા પણ ઉભી થાય છે.

    આ પણ વાંચો: Ranveer Singh Birthday: રણવીર સિંહ ફેશન મામલે છે કૂલ, કલરફુલ લુક માટે તમે પણ લો ઇન્સ્પિરેશન

    બાળકોની હેડકીને કેવી રીતે રોકવી?


    – સામાન્ય રીતે બાળકોમાં હેડકી થોડા સમયમાં આપોઆપ બંધ થઈ જાય છે, તેથી હેડકી આવે ત્યારે થોડી વાર રાહ જુઓ. નાના બાળકોને એક સાથે વધુ ફીડ ન કરાવો.

    – જો બાળકની હેડકી બંધ ન થાય તો તેમના મોઢામાં ખાંડના કેટલાક દાણા નાખી દો. તેનાથી હેડકી વહેલી બંધ થશે. બાળકો દૂધ પીતી વખતે થોડા પ્રમાણમાં હવા પણ ગળી જાય છે, જેથી હેડકી આવતી હોય ત્યારે બાળકને થોડી વાર માટે ટેકો આપીને બેસાડો. સીધા બેસવાથી બાળક ઓડકાર કે ગેસ દ્વારા હવાને દૂર કરી શકશે અને તેમને રાહત થશે.
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन