Home /News /lifestyle /શિયાળામાં કઈ રીતે ભરપેટ ખાઈને રહેશો હેલ્ધી અને ફીટ! નો ડાઈટિંગ, નો વેઈટ લિફ્ટીંગ

શિયાળામાં કઈ રીતે ભરપેટ ખાઈને રહેશો હેલ્ધી અને ફીટ! નો ડાઈટિંગ, નો વેઈટ લિફ્ટીંગ

નો ડાઈટિંગ, નો વેઈટ લિફ્ટીંગ

ફિટનેસને લઈને મોટા ભાગના લોકો મુંજવણ અનુભવી રહ્યા છે. કોઈને વજન વધારવો છે, તો કોઈને ઘટાડવો છે. ઘણી વખત અનેક અથાગ પ્રયત્નો કર્યા બાદ પણ યોગ્ય પરિણામ નથી મળતું. ત્યારે ફિટનેસ કોચ રોહને ફિટનેસ માટે ડાઈટ પ્લાન આપ્યો છે. ત્યારે જાણીએ કે આ ડાઇટ પ્લાન શું અને કેવી રીતે ફિટનેસ મેઈન્ટેઈન કરી શકીએ.

વધુ જુઓ ...

  શિળાયો શરૂ થતાંની સાથે મોટાભાગના લોકો ફિટનેસ પ્રત્યે અચાનક સજાગ થઈ જાય છે. પરંતુ લોકો એ ભુલી જાય છે કે, ફિટનેસ માત્ર ન્યુ યર રિઝોલ્યુશન તરીકે કે, માત્ર શિયાળા પુરતી સિમિત રાખવાની ચીજ નથી. સતત ફિટનેસ માટે બારેય માસ સજાગ રહેવું પડે છે. લોકોમાં સામાન્ય માન્યતા હોય છે કે, ભૂખ્યા રહીએ તો જ વજન ઘટાડી શકીએ અથવા મેઈન્ટેઈન કરી શકાય છે, પરંતુ એવું બિલકુલ નથી.


  આમ, ફિટનેસ કોચ રોહને જણાવ્યું હતું કે, ફિટનેસને લઈને રાખવામાં આવેલી આભાસી માનસિકતા દૂર કરવા અને સવારના નાસ્તાથી લઈને રાતના ભોજનમાં શું લેવું જોઈએ, જેનાથી આપણે આપણા શરીરને એકદમ ફીટ અને હેલ્ધી રાખી શકીએ...


  બ્રેકફાસ્ટ


  બ્રેકફાસ્ટ, એટલે કે તમારું પેટ આખી રાત સુવાના લીધે 7થી 8 કલાક ભૂખ્યું રહ્યું છે, એ ફાસ્ટને બ્રેક કરવાનો સમય એટલે બ્રેકફાસ્ટ. આ બ્રેકફાસ્ટમાં જો કોઈ ચા-કોફીના આદી હોય તો તેમણે તેની સાથે નાસ્તો અચૂક કરવો જોઈએ. જેમાં, પૌઆ, ખાખરા, ઈડલી, ચણાના લોટના પુડલા, ઉપમા, ઉત્તપમ જેવો ખોરાગ આરોગી શકો છો. જ્યારે જો તમે ચા-કોફી ન પીતા હોય તો, નારિયેળ પાણીથી સવારની શરૂઆત કરી શકો છો. આ ઉપરાંત, જ્યુસ, કાકડી, સફરજન, બીટ, પાઈનેપલ, ઓરેન્જ, પપૈયા જેવા ફ્રુટ ખાય શકો છો. જણાવી દઈએ કે, સિટ્રસ ફ્રુટ અને જ્યુસ શરીરને અંદરથી કલિન કરે છે.


  લંચ પહેલા હેવી નાસ્તો ન કરવો


  આ ઉપરાંત, એવી પણ એક માન્યતા છે કે, સવારે ઉઠતાની સાથે ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી તમારું વજન ઘટે છે, જોકે આ માન્યતા પણ ખોટી છે. લીંબુ તમારા શરીરને અંદરથી ડીટોક્સ કરવાનું કામ કરે છે. જો બ્રેકફાસ્ટના અમુક કલાકો બાદ ભૂખ લાગે તો તે સમયે તમે ફુ્ટ્સ કે ડ્રાયફ્રુટનો ઉપયોગ કરી શકો છો, આ સમયે ભારે નાસ્તો કરવાથી લંચનો સમય બગડી શકે છે.


  લંચ


  સારા ફિડનેસ માટે લંચમાં તમારે ભરપુર ગ્રીન વેજિટેબલ્સ લેવા જોઈએ. લંચમાં કોબીજ, ફુલાવર, સરગવો, ટીંડોળાને ઉમેરી શકાય છે. જોકે હાલ શિયાળો હોવાથી કોઈ ભાજી આરોગવી એ પણ હિતકારી છે. આ સાથે મકાઈ, બાજરી, રાગી, જુવારના રોટલાનો સમાવેશ કરી શકાય, આ સહિત 2 અથવા 3 ઘઉની રોટલીની માત્રા નક્કી કરીને, તેને પણ સામેલ કરી શકાય છે. જો રોટલીમાં પુરતું પેટ ભરાતું નથી તો, તેની સાથે ટામેટા, ગાજર, બીટ, કાકડીનો ગ્રીન વેજીટેબલ સલાડ અને એક વાટકી દાળ ખાવી, એ પણ યોગ્ય છે.


  સાંજનો નાસ્તો( સ્નેક્સ)


  જણાવી દઈએ કે, જો લંચ બાદ સાંજે ભૂખ લાગે તો, તેવા સમયે હેલ્ધી નાસ્તો જેવો કે ઓટ્સ, મખાના, ફ્રુટ્સ કે ડ્રાયફ્રુટ લઈ શકાય છે. આ સાથે, કોટેડ ચીજ પણ પ્રોટીન માટે સારો રસ્તો છે, તેને ભરપેટ ખાઈ શકો છો. આ સાથે, ફ્રેશનેસ માટે બ્લેક કોફી બેસ્ટ ઓપ્શન છે. શિયાળામાં લોકો પ્રોટીનના સોર્સ માટે સ્પ્રાઉટ્સનો ઉપયોગ કરવાનું વધું પસંદ કરે છે, પરંતું તે પચવામાં ભારે હોવાથી તેને અવગણવા વધારે જરૂરી છે.


  ડિનર


  રાતનું ભોજન એકદમ લાઈટ રાખવું જરૂરી છે, પરંતુ તેના માટે તમારે ખાલી સલાડ ઉપર આધારિત રહેવાની જરૂર નથી. રાતના ભોજનમાં વઘારેલી દેશી ગુજરાતી ખીચડી ખાઈ શકો છો. આ સાથે જ બેસન અને ઓટ્સના પુડલા, મગ ભાત પણ લઈ શકો છો અને જો રાતે પણ તમને ભાખરી કે શાક રોટલી ખાવાની આદત છે, તો પણ તે ખાઈ શકાય છે. જોકે તેમાં ઓઈલની માત્રા ઓછી હોવી જોઈએ.

  ફિટનેસ કોચના જણાવ્યું અનુસાર, જમ્યાના ત્રણ કલાક બાદ  તમારે ઉંઘવું જોઈએ. આમ કરવાથી ફિટ એન્ડ ફાઇન રહી શકાય છે. આ સાથે જ, જો ક્યારેક જંકફુડની ઈચ્છા છાય તો પણ અઠવાડિયામાં એક વખત ખાય શકાય છે.  આમ, કોચના જણાવ્યા પ્રમાણે, તેમણે આપેલી ડાઈટ ફોલો કરીને તમારા શરીરને યોગ્ય રીતે મેઈન્ટેઈન કરી શકાય છે. આ ઉપરાંત, આ ડાઈટ સાથે દિવસમાં 30 મિનિટ થોડું ચાલવું જોઈએ અને સીડીયો પણ ચઢવી જોઈએ. આથી, શરીરમાં શારીરિક ક્ષમ પણ થઈ શકે અને સ્ફૂર્તિથી મુક્તિ મળી શકે છે.


  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Health Tips, Lifestyle News, Weight gain, Weightloss Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन