Home /News /lifestyle /Health: વૃદ્ધાવસ્થામાં પણ રહેશે તાજગી, આ રીતે રાખો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન

Health: વૃદ્ધાવસ્થામાં પણ રહેશે તાજગી, આ રીતે રાખો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન

વૃદ્ધાવસ્થામાં રાખો આ વાતનું ખાસ ધ્યાન

Healthy Lifestyle: જો તમે પણ ઘડપણ તરફ આગળ વધી (Anti aging) રહ્યા છો તો અહીં અમે તમને અમુક ઉપાયો(Tips) જણાવવા જઇ રહ્યા છીએ, જેના દ્વારા વધતી ઉંમરમાં પણ એજીંગના લક્ષણોથી તમે બચીને સ્વસ્થ અને સુખી જીવન જીવી શકો છો.

    જીવનનો એક પડાવ એટલે ઘડપણ (old age). વધતી ઉંમરની સાથે આપણી કામ કરવાની અને યાદ રાખવાની ક્ષમતા ઘટવા લાગે છે. શારિરીક નબળાઈ (Physical Weakness) સાથે શરીરમાં અનેક નવી સમસ્યાઓ પણ ઘર કરે છે. તેમાં પણ ઉદાસી અને એકતલતાપણું ચારે તરફથી ઘેરી લે છે અને વૃદ્ધ લોકો પોતને એસહાય અને એકલા અનુભવવા લાગે છે. એવામાં તેઓ ડિપ્રેશન (Depression)નો શિકાર પણ બની શકે છે. જેની અસર તેમના વર્તન પર પડે છે. જો તમે પણ ઘડપણ તરફ આગળ વધી રહ્યા છો તો અહીં અમે તમને અમુક ઉપાયો(Tips) જણાવવા જઇ રહ્યા છીએ, જેના દ્વારા વધતી ઉંમરમાં પણ એજીંગના લક્ષણોથી તમે બચીને સ્વસ્થ અને સુખી જીવન જીવી શકો છો.

    તમારા ડાયટ ધ્યાન આપો

    હેલ્થી રહેવા માટે હેલ્થી ડાયટ લેવું ખૂબ જરૂરી છે. તમારે સંતુલિત આહાર લેવો જોઇએ. સાથે જ ખોરાક સરળતાથી પચી શકે તેવો ખાવો જોઇએ. એક સાથે પેટ ભરીને ખાવાની જગ્યાએ સમયાંતરે થોડું થોડું ખાવાની આદત કેળવો. આ ઉપરાંત ખાવા માટે ટાઇમટેબલને જરૂર અનુસરો.

    આ પણ વાંચો-Urine color sign: શું વારંવાર પેશાબના રંગમાં આવતો ફેરફાર છે કોઈ રોગના સંકેત, જાણો હકીકત

    કઇ રીતે બનાવવો ડાયટ પ્લાન

    - સવારે 7.30થી 8.30 વાગ્યાની વચ્ચે તમારો નાસ્તો કરી લો. જેમાં સિઝન ફ્રૂટ, સ્પ્રાઉટ્સ, મલાઇ વગરનું દહીં, દલિયા કે પછી ખીચડી હોય.

    - બપોરનું ભોજન 12થી 1 વાગ્યાની વચ્ચે કરી લો. જેમાં લીલા શાકભાજી, ટામેટાનો સૂપ, સલાડ જમવાના અડધા કલાક પહેલા લો. લીલા શાકભાજીને બાફીને અથવા તો રાંધીને લઇ શકો છો. આ સિવાય બે રોટલીની સાથે થોડું દહીં જરૂર લો.

    - સાંજે 6થી 7 વાગ્યાની વચ્ચે ભોજન કરી લો. રાત્રીના ભોજનમાં દાળ, શાક અને એક અથવા બે રોટલી ખાઇ શકો છો.

    આ પણ વાંચો-Methi-Ajwain Water benefits: મેથી-અજમાનું પાણી પીવાના છે પુષ્કળ ફાયદા, જાણો તેને બનાવવાની સાચી રીત

    દારૂ અને ધૂમ્રપાનથી રહો દૂર

    દારૂ અને ધૂમ્રપાન તમારા સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. તેમાં પણ વધતી ઉંમરે તેના પરીણામો વધુ ભયાનક હોઇ શકે છે. આ બંનેનું વ્યસન અનેક બીમારીઓને નોતરે છે. ડાયાબિટીસ અને હાર્ટ એટેકનો ખતરો સૌથી વધુ રહે છે. તેથી દારૂ અને ધુમ્રપાનથી દૂરી બનાવવી વધુ હિતાવહ છે.

    માનસિક સ્વાસ્થ્યનું રાખો ખાસ ધ્યાન

    - તમારા જીવનના કિસ્સાઓને કહેવા અથવા તો લખવાની આદત પાડો.

    - ગાર્ડનિંગ કરવાથી પણ તમારા મનને શાંતિ અને ખુશી મળશે.

    - તમને ગમતી કોઇ વસ્તુના ક્લાસ કરો અથવા તો નવા ઇન્સ્ટ્રુમેન્ટ શીખો.

    - મેન્ટલ એક્સરસાઇઝ માટે વિડીયો ગેમ્સ રમી શકો છો.

    આ પણ વાંચો: શિયાળામાં શા માટે પીવી જોઈએ મસાલેદાર ચા? આ 5 કારણો જાણીને તમે પણ ચાનું સેવન કરવા લાગશો

    એક્ટિવ રહો

    વધતી ઉંમરે બેઠાળું જીવન પણ અનેક સમસ્યાનું કારણ બને છે. તેથી વધુને વધુ એક્ટિવ રહેવાનો પ્રયાસ કરો. તમારા કામ જાતે કરવાની ટેવ કેળવો. વોક પર જાઓ. લોકોને મળો અને ખુલ્લી જગ્યામાં બેસો. ખુરશી પર બેસીને અથવા તો પ્રાણાયમ કે યોગા જરૂર કરો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Diet, Health Tips, Lifestyle, Mental health, Old Age

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन