શું તમારા કામ પણ અટકી જાય છે, તો વાંચો દરેક દિવસ માટેના પ્રભાવશાળી ઉપાયો..
ઘણી વખત એવું બને કે ઘણી મહેનત કર્યા છતાં જોઈએ તેવું પરિણામ નથી મળતું. આપણે ગમે એટલા શુભ મૂહૂર્ત પ્રમાણે કામ કરીએ છતાં ઈચ્છિત પરિણામ નથી મળતું. આમ તો દરેક દિવસ શુભ જ માનવામાં આવે છે. પરંતુ તે તમારા ગ્રહો આધારિત ફળ આપે છે. ચાલો જાણીએ એવા શુભ કામો વિષે, જે તમને શુભ કામમાં સફળતા અપાવી શકે છે.
જો એ શુભ કામના દિવસે સોમવાર આવતો હોય તો અરીસામાં તેમારો ચહેરો જોઈને નીકળશો. જો એ શુભ કામના દિવસે મંગળવાર હોય તો મિઠાઈ ખાઈને નીકળશો. જો એ શુભ કામના દિવસે બુધવાર હોય તો થોડી કોથમીર મોં માં મૂકીને ઘરમાંથી નીકળશો. જો એ શુભ કામના દિવસે શુક્રવાર હોય તો દહીં ખાઈને નીકળશો. અને જો શનિવારના દિવસે શુભ કામ માટે નીકળતા હોવ તો આદું અને ઘી ખાઈને નીકળશો. તેમજ રવિવારના દિવસે શુભ કામ માટે ઘરમાંથી નીકળતી વખતે કપૂરી પાન સાથે રાખીને નીકળશો તો તમને તમારા કામમાં સફળતા મળી શકે છે.