શું તમે કેન્સરથી બચવા માગો છો? તો આ વસ્તુઓથી રહો હંમેશા દૂર

વધુમાં શૌચના રસ્તે, કે પછી ખાંસી વખતે મોં માંથી લોહી પડે તો તરત સાવધાન થઇ જાવ. કોઇ સારા ડોક્ટરને બતાવો. જો લાંબા સમય સુધી તમારા શરીરના ડાઘ ઠીક નથી થતો લાપરવાહી ના રાખો. વધુમાં જો તમારું વજન અચાનક જ ઓછું થઇ રહ્યું છે તો આ વાતને અવગણો નહીં. લિવરના કેન્સરમાં ભૂખ સૌથી વધુ પ્રભાવિત થાય છે.

 • Share this:
  કેન્સર હવે એક એવો રોગ બની ગયો છે કે જેનો ઈલાજ કરવો ખુબ જ કઠીન છે. કેન્સરનું નામ સાંભળતા જ આપણા પગ ઢીલા પડી જાય છે. કેટલાક લોકો એવું માનું છે કે કેન્સર એટલે કેન્સલ. જો કે મેડિકલ સાયન્સે કરેલી પ્રગતિને લીધે કેન્સરનો રોગ પહેલા જેટલો ખતરનાક રહ્યો નથી. તેનું નિદાન થઇ શકે છે. તેમ છતાં કેટલીક બાબતો એવી છે જેનું પહેલાંથી ધ્યાન રાખવામાં આવે તો આ રોગથી આપણે બચી શકાય.

  કેન્સરથી બચવા શું કરશો?

  • શરીરનું વજન પ્રમાણસર કરવું. કારણ કે મેદસ્વીપણાથી સ્તન કેન્સર અને મળાશય કેન્સરની શક્યતા વધે છે.

  • સ્ત્રીઓએ લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ ન કરવો. તેના વધુ પડતા ઉપયોગથી સ્તન કેન્સર, હૃદય રોગ અને લીવર કેન્સરની શક્યતા વધી જાય છે. બને ત્યાં સુધી હોર્મોન સંબંધી થેરાપી પણ ટાળવી.

  • ધૂમ્રપાન, દારૂ, ડ્ર્ગ્સ જેવા વ્યસનથી દૂર રહેવું.

  • જમવામાં ઓલિવ ઓઈલ કે કોકોનટ ઓઇલનો ઉપયોગ કરવો.

  • તમે જે ખાદ્ય તેલ વાપરો છો તે સ્વાસ્થ્ય માટે કેટલું પૌષ્ટીક છે તેની પૂરતી તપાસ કરવી.

  • શરીરને કસરત મળે તેવા શારીરિક કાર્યો કરવા. નિયમિત કસરત કરવી.
   અપૂરતી ઊંઘ લગભગ ઘણા રોગોનું મૂળ હોય છે. માટે પૂરતા પ્રમાણમાં ઊંઘવુ જોઇએ.

  • આહારમાં લીલાં શાકભાજી, ચણા અને ફળનું પ્રમાણ વધુ રાખવું જોઇએ.

  • જમવામાં ખાંડનું પ્રમાણ ઘટાડવું જોઇએ તે વધુ લાભદાયી નિવડે છે. એક અભ્યાસ અનુસાર મહિલાઓમાં ખાંડના વધુ પ્રમાણથી કોલોરેક્ટલ કેન્સરની શક્યતા વધી જાય છે.

  • જમવામાં મીઠાનો ઉપયોગ માપસરનો કરવો. વધુ પડતું મીઠું આરોગવાથી પેટના કેન્સરની શક્યતા વધી જાય છે.

  Published by:Nisha Kachhadiya
  First published: