ચોમાસામાં ચહેરો ઓઈલી થવાની સમસ્યાથી છુટકારો આપશે હોમમેડ ફેસપેક, આવી રીતે કરો ઉપયોગ

ચોમાસામાં ચહેરો ઓઈલી થવાની સમસ્યાથી છુટકારો આપશે હોમમેડ ફેસપેક, આવી રીતે કરો ઉપયોગ
તસવીર- : shutterstock

ચોમાસા (Monsoon)નો પ્રારંભ થઈ ચૂક્યો છે. વિવિધ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ગરમીમાં રાહત થાય છે. પરંતુ ભેજની સમસ્યા વકરે છે. ભેજ વધવાના કારણે પરસેવાની સમસ્યા ઊભી થાય છે.

 • Share this:
  Monsoon Skin Care: ચોમાસા (Monsoon)નો પ્રારંભ થઈ ચૂક્યો છે. વિવિધ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ગરમીમાં રાહત થાય છે. પરંતુ ભેજની સમસ્યા વકરે છે. ભેજ વધવાના કારણે પરસેવાની સમસ્યા ઊભી થાય છે. જેના કારણે ચહેરો (Face) ચીકણો દેખાવા લાગે છે અને ધીમે ધીમે સ્કિન ઓઈલી થવા લાગે છે. પરિણામે ચહેરાના ટી જોન પર પીમ્પલ્સ અને ફોલ્લીઓની સમસ્યા શરૂ થાય છે. જેથી આ ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવાની જરૂર પડે છે. જેથી ચોમાસા દરમિયાન સ્કીનને ફ્રેશ રાખવા અને ચહેરો ચીકણો (Stickiness) થતો બચાવવા ઉપયોગમાં લઇ શકાય તેવા ફેસપેકની જાણકારી અહીં અપાઈ છે.

  આ રહ્યા સમસ્યાના ઉકેલ  1. ચંદન

  સ્કિનને ઠંડી રાખવા માટે ચંદનનો ઉપયોગો વર્ષોથી થતો આવ્યો છે. ચંદનથી સ્કિન પરના ડાઘ પણ દૂર કરી શકાય છે અને ચહેરાની ચમક વધારવા પણ તેનો ઉપયોગ થાય છે. જેથી ચોમાસા દરમિયાન સ્કીનની કાળજી લેવા માટે તમે ચંદનનો ઉપયોગ કરી શકો છો. જે માટે ચંદનના પાવડરને હળદર અને ગુલાબજળ સાથે મિશ્રિત કરીને પેસ્ટ બનાવવી પડશે. આ પેસ્ટ 15થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી દો અને સુકાઈ જાય એટલે પાણીથી ધોઈ નાંખો.

  આ પણ વાંચો: સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે નકલી પનીર, આ રીતે કરો અસલી-નકલીની ઓળખ

  2. ઈંડાનો સફેદ ભાગ

  ચોમાસામાં સ્કિન ઓઈલી થવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ઇંડાના સફેદ ભાગનો પ્રયોગ કરી શકો છો. તેમાં રહેલા પ્રોટીન સ્કિન માટે ખૂબ ફાયદાકારક હોય છે. એક વાટકીમાં ઇંડાનો સફેદ ભાગ લઈને તેમાં એક ચમચી મધ ઉમેરો. હવે તેને ચહેરા પર લાગવી સુકાવા દો અને સુકાઈ જાય એટલે ધોઈ નાંખો.

  3. કેળા

  કેળાની મદદથી ચહેરો ચીકણો પડી જવાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. કેળાથી સ્કિનને ગ્લો અને સોફ્ટ બનાવવામાં મદદ મળશે. આ માટે કેળાનો છૂંદો કરી, તેમાં મધ ભેળવી ચહેરા પર લગાવવું જોઈએ. હવે થોડા સમય બાદ ચહેરાને પાણીથી ધોઈ નાંખો. કેળા અને પુદીનાની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી પણ રાહત થાય છે.

  આ પણ વાંચો: ઝુમ્બા વર્કઆઉટ કરવાથી ઓછો થાય છે તણાવ, જાણો તેના અન્ય ફાયદાઓ

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
  Published by:kuldipsinh barot
  First published:July 21, 2021, 20:51 IST

  ટૉપ ન્યૂઝ