ટાઈલ્સ પર લાગેલ ડાઘથી પરેશાન છો? જીદ્દી ડાઘ સાફ કરવા ફોલો કરો આ ટીપ્સ

જીદ્દી ડાઘ દુર કરવાની ટીપ્સ (પ્રતિકાત્મક તસવીર)

ડાઘને ટાઈલ્સ પરથી હટાવવા માટે અહીં કેટલાક ઘરેલુ નુસ્ખા (Home remedies) ની જાણકારી આપવામાં આવી છે.

 • Share this:
  How to Remove Floor Stains : ઘરમાં ટાઈલ્સ (Floors) ને સાફ અને ચમકતી રાખવા માટે અનેક લોકો ખૂબ જ મહેનત કરે છે. અનેક લોકો ટાઈલ્સને સાફ રાખવા માટે વારંવાર પોતુ (Mop) પણ મારે છે. ટાઈલ્સ પર ક્યારેક એવા ડાઘ પડી જાય છે, જે વારંવાર સાફ કરવા છતા પણ જતા નથી. આવા ડાઘને ટાઈલ્સ પરથી હટાવવા માટે અહીં કેટલાક ઘરેલુ નુસ્ખા (Home remedies) ની જાણકારી આપવામાં આવી છે.

  ટૂથપેસ્ટ અને ડિશવોશનો ઉપયોગ કરો

  ટાઈલ્સ પરના ડાઘ સાફ કરવા માટે ટૂથપેસ્ટ અને ડિશવોશ (Toothpick and dish wash)નો ઉપયોગ કરી શકાય છે. તે માટે જે જગ્યાએ ડાઘ પડ્યા છે, તે જગ્યા પર વિનેગર (Vinegar) નાખો. તે બાદ તેના પર ડિશવોશ અને ટૂથપેસ્ટ નાખો. હવે બ્રશની મદદથી ટાઈલ્સને ઘસીને સાફ કરી લો, ત્યાર બાદ કોરા કપડાથી લૂછી દો. જો એકવાર આ પ્રકારે કરવાથી ડાઘ સાફ થતા નથી, તો તમે 2થી 3 વાર આ પ્રકારે કરી શકો છો.

  બાથરૂમ ક્લીનરથી સાફ કરો

  ટાઈલ્સ પર જે ડાઘ પડ્યા છે, તેને સાફ કરવા માટે બાથરૂમ ક્લીનર (Bathroom cleaner)નો ઉપયોગ કરી શકાય છે. તે માટે ટાઈલ્સ પર પડેલ ડાઘ પર બાથરૂમ ક્લીનર નાખો. 10 મિનિટ સુધી આમ જ રહેવા દો, ત્યારબાદ બ્રશથી ઘસીને ડાઘ સાફ કરી દો. ત્યાર બાદ પાણીથી અથવા પોતુ મારીને સાફ કરો.

  ટામેટા અને સિંધાલુ મીઠાથી સફાઈ કરો

  ટાઈલ્સ પર પડેલ જિદ્દી ડાઘને સાફ કરવા માટે ટામેટા અને સિંધાલુ મીઠાનો ઉપયોગ કરી શકાય છે. ટાઈલ્સ પર પડેલ ડાઘ પર સિંધાલુ મીઠુ નાખો. ત્યારબાદ ટામેટાના બે ટુકડા કરો અને મીઠુ નાખેલ જગ્યા પર ટામેટાને ઘસો. હવે ટાઈલ્સને સાફ પાણીથી ધોઈ લો અને ત્યાર બાદ પોતુ મારી દો.

  વ્હાઈટ વિનેગર અને ડિટરજન્ટ પાઉડરથી ડાઘ હટાવો

  વ્હાઈટ વિનેગર અને ડિટરજન્ટ પાઉડર (White vinegar and detergent powder)ની મદદથી તમે ટાઈલ્સ પરના જિદ્દી ડાઘ સાફ કરી શકો છો. બે ચમચી વિનેગર પાઉડર લો અને તેમાં 4 ચમચી વિનેગર નાખો. ત્યાર બાદ આ મિશ્રણને ડાઘ પર નાખો અને બ્રશથી ઘસીને સાફ કરો. ત્યાર બાદ ટાઈલ્સને સાફ કરો. જો એક વાર આ પ્રકારે કરવાથી ડાઘ સાફ થતા નથી, તો તમે 2 થી 3 વાર આ પ્રકારે કરી શકો છો.

  આ પણ વાંચોએક કપ દાળના પાણીનું સેવન બીમારીઓ રાખશે દૂર અને ઈમ્યુનિટીમાં કરશે વૃદ્ધિ

  (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
  First published: