Home /News /lifestyle /Healthy Life : આંતરડાને એકદમ સાફ કરી દે છે આ 3 જ્યુસ! પેટ હળવું થશે, કબજિયાત કે અપચો થશે દૂર
Healthy Life : આંતરડાને એકદમ સાફ કરી દે છે આ 3 જ્યુસ! પેટ હળવું થશે, કબજિયાત કે અપચો થશે દૂર
પેટ સાફ રાખવા માટે કરો આ ઉપાયો, થઇ જશો રિલેક્શ...
INDIGESTION AND STOMACH PROBLEMS: કબજિયાત અને પેટની સમસ્યાને લઈને અમે તમારા માટે કેટલાક પ્રકારના જ્યુસ લઇને આવ્યા છીએ, જેનું સેવન કરવાથી પેટ સાફ થઇ જશે.
STOMACH PROBLEMS AND INDIGESTION: પૃથ્વી પરના દરેક જીવ માટે ખોરાક જરૂરી છે. ખોરાક વિના કોઈ મનુષ્ય અસ્તિત્વમાં નથી. આ ખોરાક નાના આંતરડામાં પચાય છે અને તેમાંથી જરૂરી પોષક તત્ત્વો મેળવવામાં આવે છે, પરંતુ કેટલીકવાર પેટમાં ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેના કારણે પેટમાં ગેસ અને બેચેની અનુભવાઇ છે. પેટનું ભારેપણું પણ મનને બેચેન બનાવે છે. જ્યાં સુધી પેટ સંપૂર્ણપણે સાફ ન થાય ત્યાં સુધી ઘણી તકલીફ રહે છે.
જો કબજિયાતની સમસ્યા હોય તો આ સમસ્યા વધુ વધી જાય છે. જો કે પેટ સાફ કરવાની ખૂબ જ સરળ રીત છે. જો તમે થોડા કુદરતી રસનું સેવન કરો છો, તો આંતરડાની બધી ગંદકી પળવારમાં સાફ થઈ શકે છે. વિજ્ઞાન પણ માને છે કે, ફાઈબર કબજિયાત અને ગેસની સમસ્યામાં રાહત આપે છે. લીલા શાકભાજીમાં ફાઈબરનું પ્રમાણ હોય છે. આ સાથે જ ઘણા ફળોમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. એટલા માટે આજે અમે તમારા માટે કેટલાક પ્રકારના જ્યુસ લઇને આવ્યા છીએ, જેનું સેવન કરવાથી પેટ સાફ થઇ જશે.
પેટ સાફ કરવા માટે આ ત્રણ જ્યૂસ
1. સફરજનનો રસ- healthline.com મુજબ, જો પેટ કેટલાય દિવસો સુધી સાફ ન થઈ રહ્યું હોય તો તમે સફરજનના જ્યુસનું સેવન કરી શકો છો. ઘણા અભ્યાસોમાં સાબિત થયું છે કે, સફરજનનો રસ ગટ ડિટોક્સ માટે ખૂબ જ ફાયદાકારક છે. સફરજનનો રસ પીવાથી પેટ ઝડપથી સાફ થશે.
2. વેજિટેબલ જ્યૂસ - રિપોર્ટ અનુસાર વેજિટેબલ જ્યૂસ પેટ સાફ કરવા માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે. કોબીજ, બ્રોકોલી, પાલક, ટામેટા, ગાજર, કોબીજ, ગોળ, કારેલા વગેરે વેજિટેબલ જ્યૂસમાં વાપરી શકાય છે.
3. લીંબુનો રસ - પેટ સાફ કરવા માટે તમે ગમે ત્યારે લીંબુનું જ્યૂસ પી શકો છો. લીંબુના રસમાં વિટામિન સીની પૂરતી માત્રા હોય છે. તે એસિડિટી પણ દૂર કરે છે. લીંબુનો રસ પેટમાં છુપાયેલા હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે.
સફરજનનો રસ બનાવતી વખતે તેની છાલ ન નીકાળવી, સફરજનની છાલમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, તેથી સફરજનનો રસ બનાવતી વખતે સફરજનની છાલ ના કાઢવી. બીજી તરફ, ખાલી પેટે શાકભાજીનો રસ પીવાથી પેટ ખૂબ જ ઝડપથી સાફ થઈ જશે. તમે લીંબુનો રસ ગરમ કર્યા પછી પી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર