હોળીનો રંગ નીકાળવામાં થઈ રહી છે પરેશાની, તો અપનાનો આ TIPS

News18 Gujarati
Updated: March 2, 2018, 6:02 PM IST
હોળીનો રંગ નીકાળવામાં થઈ રહી છે પરેશાની, તો અપનાનો આ TIPS
પાક્કો રંગ લગાવી દીધો હોય તો તેને નીકાળવા ઘરગથ્થુ ટીપ્સ અપનાવી શકાય છે...

પાક્કો રંગ લગાવી દીધો હોય તો તેને નીકાળવા ઘરગથ્થુ ટીપ્સ અપનાવી શકાય છે...

  • Share this:
હોળી-ધૂળેટીમાં જ્યારે લોકો પાકા રંગનો ઉપયોગ કરે છે, તો તેનાથી સ્કિન ખરાબ થાય છે. હોળીના તહેવારના જોશમાં રંગ તો લગાવી દઈએ છીએ પરંતુ સ્કિન અને વાળ તથા સ્વાસ્થ્યને સાચવવાનું ભૂલી જઈએ છીએ. ખરાબ ક્વોલીટીના રંગ તમને નુકશાન પહોંચાડી શકે છે.

હોળીમાં રંગોથી રમવા જઈ રહ્યા હોય તો, વાળમાં તેલ નાખીને જવું જોઈએ, એનાથી વાળમાં રંગ રહેતો નથી અને વાળ ખરાબ થતા બચી જાય છે. સ્કિન પર પણ ઓઈલ, મોશ્ચુરાઈઝ ક્રિમ લગાવો જેનાથી સ્કિનને ઓછુ નુકશાન થાય.

જો તમારી સ્કિન સેંસિટીવ હોય તો, પાક્કા રંગથી રમવાનું ટાળો. ઓર્ગેનિક ગુલાલનો ઉપયોગ કરો, પરંતુ જો કોઈએ પાક્કો રંગ લગાવી દીધો હોય તો તેને નીકાળવા ઘરગથ્થુ ટીપ્સ અપનાવી શકાય છે.

પહેલું છે સી-સોલ્ટ સ્ક્રબ - સમુદ્રી મીઠામાં બોડીમાંથી ટોક્સીન નીકાળવાનો ગુમ હોય છે. જો આને ઓઈલ કે એસેશિયલ ઓઈલ સાથે મિક્સ કરવામાં આવે તો, આ એક સારૂ સ્ક્રબ બનીને તૈયાર થઈ જાય છે.

200 ગ્રામ મીઠામાં 200 મિ.લી. ઓલિવ ઓઈલ મિક્સ કરો. સાથે આમાં ગુલાબ કે લવેંડર એસેંશિયલ ઓઈલ મિક્સ કરો. હળવા હાથે બોડી પર સ્ક્રબ કરો. રંગ ઉતરી જશે. જે લોકોની સ્કિન સેંસેટિવ છે, તે લોકોએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

બીજી રીત - એ છે કે, ન્હાવાના સમયે નવાયા ગરમ પાણીમાં અડધો કપ બદામનું તેલ, બે મુઠ્ઠી ગુલાબના પત્તા, એક કિલો ફુલ ક્રિમ ઉકાળેલું દૂધ, 10 મિલી. મોગરાનું તેલ અને એક મુટ્ઠી ઓટમીલ મિક્સ કરો. આ મિક્સચરમાં ન્હાવો. સ્કિન પરથી પાક્કો રંગ તો નિકળી જશે, સાથે બોડીને નરિશમેંટ પણ મળશે.
First published: March 2, 2018, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading